કોરોના પછી શાળા ખુલતા જ શિક્ષકે વિદ્યાર્થી માટે કાઢી જોરદાર ઓફર, કરાવશે પ્લેનની મુસાફરી, જાણો સમગ્ર માહિતી

કોરોનાએ આખા વિશવમાં હાહાકાર મચાવ્યો હતો પણ હવે બધા ધીમેધીમે ફરીથી લોકો પહેલાની જેમ જીવન જીવતાં થઈ રહ્યાં છે. ત્યારે હવે રાજ્યમાં અને દેશમાં કોરોના વાયરસના વેક્સિનેશનની શરુઆતના પગથિયાં પર કામ થઈ રહ્યું છે. જો કે આ વચ્ચે કોરોનાના કેસ ઘટી પણ રહ્યાં છે. આ સાથે ધીમે ધીમે ઉધોગોથી માંડીને શાળાઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. આ સ્થિતિમાં શાળામાં બોર્ડના વિદ્યાર્થીઓ અભ્યાસ માટે શાળાએ રાબેતા મુજબ જઈ રહ્યા છે. લાંબા સ્ટડી ફ્રોમ હોમ કે ઓનલાઇન સ્ટડીના કારણે બાળકોમાં સ્પર્ધાત્મક ભાવ છુટી ગયો હોય તેવું લાગી રહ્યું હતું અને બાળકોમા પણ એ વાત જોવા મળી હતી.

image source

પણ હાલમાં એક કિસ્સો ખુબ ચર્ચાઈ રહ્યો છે. બાળકોને બોર્ડમાં સારા પ્રદર્શનની પ્રેરણા આપવા માટે એક શિક્ષકે અનોખી યોજના બહાર પાડી છે. આ શિક્ષકે પોતાની શાળાના બોર્ડમાં ટૉપ કરનાર વિદ્યાર્થીને સ્વ ખર્ચે પ્લેનની મુસાફરી કરાવાવનું નકકી કર્યું છે. જો ઘટના વિશે વાત કરીએ તો આ સમાચાર રાજસ્થાનમાં આવેલા હજારીપુરની છે. આ જાહેરાત અહીંની સંસ્કૃત વિદ્યાલયની શાળાના શિક્ષક શાંતનુ પારાશર દ્વારા કરવામાં આવી છે. સંસ્કૃત વિદ્યાલય હજારીપુરમાં બોર્ડની પરીક્ષા ટૉપ કરનાર વિદ્યાર્થીને પારાશર સાહેબ પ્લેનની મુસાફરી કરાવશે. આ સાંભળી બધાને આ નવાઈ ભરી વાતો લાગી રહી છે.

image source

જો કે હાલમાં આ સમાચાર ભલે લોકોને ખોટા લાગી રહ્યા હોય પણ એ બિલકુલ સાચા હોવાની માહિતી મળી છે. આ વિશે જ્યારે શિક્ષક પારાશર સાહેબનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે આના પાછળ મારો ભાવ ખૂબ જ સકારાત્મક છે. મારા વિદ્યાર્થીઓમાં સ્પર્ધાત્મક ભાવ ફરીથી જાગે તેવી મારી ઇચ્છા છે. તેઓ કોરોના કાળ બાદ વિદ્યાર્થી પણ ફરીથી પહેલાંની જેમ માનસીક રીતે સામાન્ય થઇ જાય. હવે પરીક્ષા પણ નજીક આવી રહી છે ત્યારે વિતેલા સમયને ભૂલી અને પૂરી મહેનત કરવા લાગે. વિદ્યાર્થી પોતાના અભ્યાસમા રુચિ દાખવીબ શકે અને સંતોષકારક સફળતા મેળવે એવી મારી છે.

image source

ત્યારે હાલમાં આ ઘટના ખુબ વાયરલ થઈ રહી અને લોકો વચ્ચે આ શિક્ષક વખણાઈ રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આમ વિદ્યાર્થીઓને સારૂં પ્રદર્શન કરવા માટે શિક્ષકો પણ અવનવાં નુસ્ખાઓ અજમાવી રહ્યા છે.

image source

શિક્ષકોની આવી પહેલના કારણે જ ‘શિક્ષક ક્યારેય સાધારણ નથી હોતો’ એ કહેવત આપણે પેહલાથી બોલતા આવ્યા છીએ .ત્યારે આજના સમયે પણ આવી વાતો જયારે સામે આવે છે જે આવનારા સમયમા એક સુંદર ઉદાહરણ બની જતુ હોય છે. શિક્ષક પારાશરે આ બાબત સાર્થક કરી બતાવી છે. દેશમાં આવા શિક્ષકોનાં કારણે જ વિદ્યાર્થીઓનાં ભાવિ ઉજળા થતા હોય છે અને કારકર્દી બનાવી શકતા હોય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!