આડાસંબંધનો આવ્યો આડો અંત, સાવલીમાં સાળી-બનેવીને ઈલુ ઈલુ તો થયું પણ અંતે લીમડાના ઝાડમાં લટકીને કર્યો આપઘાત

આ પહેલાં સુરતમાં એક એવો કિસ્સા સામે આવ્યો હતો કે પ્રેમમાં પરિવાર એક થવા નહીં દેતા રાજુલાનાં ચાંચબંદર ગામનાં પ્રેમી પંખીડાએ જન્માષ્ટમીનાં પાવન પર્વે ગામનાં મંદિર નજીક સજોડે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતાં ભારે ચકચાર મચી ગઈ હતી. ત્યારે હવે ફરી એકવાર આવો કિસ્સો સામે આવ્યો છે. આ વાત છે સાવલી તાલુકાના પિલોલ ગામની કે જ્યાં સીમમાં પરિણીત યુવાને પ્રેમિકા સાળી સાથે લીમડાના ઝાડ ઉપર નાયલોનની દોરીથી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

image source

કહેવામાં આવી રહ્યું છે કે પ્રેમી યુગલને ભવિષ્યમાં લગ્ન થઈ શકે એવી કોઈ શક્યતા ન જણાતાં અંતિમ પગલું ભર્યું છે. અને પોલીસની પ્રાથમિક તપાસમાં પણ હાલમાં તો એ જ વાતો બહાર આવી છે કે લગ્ન ન થવાના કારણે તેણે જીવન ટૂંકાવી લીધું છે. સાવલી પોલીસ મથકના પી.એસ.આઇ. એ.આર. મહિડાએ જણાવ્યું હતું કે પીલોલ ગામમાં રહેતો 35 વર્ષીય ચેતન કનુભાઈ પરમારના લગ્ન વાઘોડિયા તાલુકાના ઈટોલી ગામમાં થયું હતું. લગ્નજીવન દરમિયાન તેને ત્રણ સંતાનો પણ છે. ચેતન ખેતમજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. ચેતન અવારનવાર સાસરીમાં પણ જતો હતો.

image source

હવે બને છે એવું કે ત્યાં અવાર નવાર જવાનું હોવાથી એ સમય દરમિયાન તેને પત્નીના કાકાની 23 વર્ષીય દીકરી મનીષા પરમાર સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. પ્રેમ સંબંધ બંધાતાં તેઓ અવારનવાર મળતાં હતાં. બંને લગ્ન કરવા પણ માગતાં હતાં, પરંતુ લગ્ન શક્ય ન હોવાથી તેમણે સાથે મરવાનો નિર્ણય લીધો. આ દરમિયાન મોડી સાંજે મનીષા પરમાર ઇટોલી ગામથી પિલોલ આવી પહોંચી હતી અને ચેતનને મળી હતી. ચેતન અને મનીષા ગામની સીમમાં પહોંચ્યાં હતાં અને લીમડાના ઝાડની ડાળી ઉપર નાયલોનની દોરીથી ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી અને આ ઘટના હવે વાયરલ થઈ રહી છે.

image source

આ સાથે જ જો વાત કરીએ તો જેવી આ ઘટનાની જાણ સાવલી પોલીસને થતાં પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સાવલી રેફરલ હોસ્પિટલમાં ખસેડાયાં હતા. પિલોલ ગામમાં ચકચાર જગાવનાર આ બનાવ અંગે સાવલી પોલીસે આપઘાતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

image source

જો કે સાચું કારણ તો પોલીસની તપાસ બાદ જ ખબર પડે. હાલમાં તો માત્ર અટકળો જ લગાવવામાં આવી રહી છે. આ પહેલાં બનેલા રાજુલા તાલુકાની વાત કરીએ તો ચાંચબંદર ગામનાં મુન્ના શેલારભાઈ ગુજરીયા ઉ.વ.૨૩ અને લાખુબેન જીવરાજભાઈ શિયાળ ઉ.વ.૧૯ વચ્ચે ગાઢ પ્રેમ સંબંધ બંધાયેલ હતો. એકબીજા વગર બંને રહી શકતા ન હતાં. પ્રેમમાં પાગલ બનેલા પ્રેમી પંખીડાને લગ્ન કરવા હતા પરંતુ યુવતિનાં પરીવારને આ પ્રેમસબંધ મંજુર ન હોય તેમ તેની સગાઈની વાત બીજી જગ્યાએ કરવા માટે થતી હતી. પછી બન્નેએ આપઘાત કરી લીધો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *