બેદરકારી: વીજળીના પોલ પર ચઢેલા કર્મચારીને કરંટ લાગતા એક હાથ થઇ ગયો શરીરથી અલગ, જ્યારે બીજો હાથ…

કથુમાર વિસ્તારમાં ટ્રાન્સફોર્મર ઉતારવા ગયેલા વીજળી નિગમના કોંન્ટ્રાક્ટ કર્મચારી અનિલ જાદવનું કરંટ લાગવાથી મોત થયુ હતું. આ ઘટનાના બીજા જ દિવસે મંગળવારે માલાખેડા વિસ્તારમાં આવી જ બીજી ઘટના પ્રકાશમાં આવી છે, જોકે આ બનાવમાં લાઇનમેનનો જીવ બચી ગયો છે, પરંતુ કરંટ લાગવાથી તેનો એક હાથ શરીરથી અલગ થઈ ગયો અને બીજો હાથ તારમાં ચોટી ગયો હતો. જેને ખૂબ મુશ્કેલીથી અલગ કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં તેના બંને પગ પણ દાઝી ગયા હતા. આ લાઇનમેનને ગંભીર હાલતમાં જયપુર રિફર કરાયો છે. આ ઘટના પૃથ્વીપુરા જીએસએસમાં પર કાર્યરત લાઇનમેન હરિરામ પુત્ર ખેમચંદ બૈરવા, નિવાસી બાલેટા સાથે થઈ છે.

image source

ઘાયલ લાઇનમેન હરિરામની પત્ની ગીતા દેવીએ પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ નોંધાવ્યો છે કે મારા પતિ ખરાડા ગામમાં વીજળી નિગમના લાઇનમેન છે. મંગળવારે બપોરે 12 વાગ્યે મારા પતિને પૃથ્વીપુરા જેએન અતુલ ગૌરનો ફોન આવ્યો કે ખારેડામાં લાઈન ખરાબ ખરાબ થઈ ગઈ છે, તેને ઠીક કરવા જાઓ. મારા પતિ શટડાઉન લઈને ખારેડામાં લાઈન રિપેર કરવા પોલ પર હતા, જ્યારે જી.એસ.એસ.ના કર્મચારીઓએ બેદરકારી અને મિલિભગતના કારણે લાઇન શરૂ કરી હતી, જેના કારણે મારા પતિને કરંટ લાગ્યોઅને તે પોલ પરથી નીચે પડી ગયા હતા.

image source

મારા પતિનો એક હાથ કરંટ લાગવાથી શરીરથી અલગ થઈ ગયો હતો. બીજો હાથ અને બંને પગ દાઝી ગયા. બાદમાં ઘટના સ્થળે એક્સઈએન સતીષકુમાર શર્મા, એઈએન. વિજિલન્સ ગજાનંદ વર્મા અને પોલીસે તાર સાથે ચોટી ગયેલા મારા પતિના હાથને અલગ કર્યો હતો અને આ પછી ગ્રામજનો અને અન્ય કર્મચારીઓએ મારા પતિને માલાખેડા સીએચસીમાં દાખલ કર્યા હતા, જ્યાંથી તેઓને જયપુર લઈ જવાયા હતા.

લાઇનમેન હરિરામની પત્ની ગીતા કહે છે કે, આ ઘટનામાં મારા પતિના બંને પગ કામ કરવા યોગ્ય નથી રહ્યા. ગીતાનો આરોપ છે કે જેઈએન મારા પતિને રાત-દિવસ કામ કરાવે છે. જો તેઓ તેમ નહીં કરે તો નોકરીમાંથી કાઢી મુકવાની ધમકી આપે છે. આ ઘટના કાવતરું છે, તેની તપાસ થવી જોઇએ.

લાઈનમેન હરિરામ લાઈટ બંધ કર્યા વગર પોલ પર ચઢ્યો હતો, જેથી આ બનાવ બન્યો.-રાજીવ વીરાણા, એઈએન.માલાખેડા

image source

અમારી તો 24 કલાક ડ્યૂટી રહે છે. જ્યારે પણ હું લાઈમેન હરિરામને ફોન કરતો ત્યારે તે તેની પત્ની અથવા બાળકોને ફોન સોંપી દેતો. તે કામમાં બેદરકારી રાખતો હતો. તેનું કામ અન્ય લોકો પાસે કરાવવું પડેશે. તે લાઈટ બંધ કર્યા વગર પોલ પર ચઢી ગયો હતો, તેથી આ ઘટના બની. તે જ ગામના એક કર્મચારીએ તેને લાઈટ બંધ કરવાનું કહ્યું હતું, પરંતુ હરિરામે તેની વાત સાંભળી નહીં. રાત્રે વીજળીની ખામીની સુચના આપવામાં આવી હતી, પરંતુ તેણે આવવાની ના પાડી. મેં કોઈ કાવતરું રચ્યું નથી. -અતુલ ગૌર, જેઈએન

ઘટના બાદ હું ઘટના સ્થળે ગયો હતો. ઈજાગ્રસ્ત લાઇનમેન હરિરામને જયપુર રિફર કરાયો છે. સાથે જેઈએન જયપુર રવાના થયા છે. જ્યાં સુધી જેઈએન અતુલ ગૌડ પર લાઇનમેન હરિરામને હેરાન કરવાનો આરોપ છે તે મામલે તેમણે મને ફરિયાદ કરવી જોઇતી હતી. શટડાઉન લેવામાં આવ્યું હતું કે નહીં તે તપાસનો વિષય છે. – સતિષકુમાર શર્મા, એક્સઈએન રૂરલ

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!