એક સમયે 25 રૂપિયા મહિનાનાં પગારથી ઓલ ઇન્ડિયા રેડીયોમાં કામ કરતા હતા ઓમ પ્રકાશ, અનેક ફિલ્મોમાં કર્યો હતો દમદાર અભિનય

બોલીવુડમાં પોતાના અભિનય દ્વારા દર્શકોનું દિલ જીતવામાં સફળ રહેલા વીતેલા સમયના પ્રસિદ્ધ અભિનેતા ઓમ પ્રકાશનું અવસાન 21 ફેબ્રુઆરીએ થયું હતું. તેઓએ 21 ફેબ્રુઆરી 1998 માં 80 વર્ષની ઉંમરે આ દુનિયાને અલવિદા કહી હતી. તેના મૃત્યુનું કારણ હાર્ટ એટેક હતું. આમ તો ઓમ પ્રકાશ બોલીવુડના સેંકડો અભિનેતાની જેમ એક સામાન્ય અભિનેતા જ હતા પરંતુ તેઓએ પોતાના અભિનય દ્વારા દર્શકો પર એવી ભુરકી છાંટી હતી કે વીતેલા સમયની ફિલ્મો તેના વિના અધૂરી લાગતી.

image source

તેઓ એ સમયની સરેરાશ બીજી કે ત્રીજી ફિલ્મમાં પોતાના દમદાર અભિનય વડે દર્શકોને મનોરંજન પૂરું પાડતા. અભિનેતા ઓમ પ્રકાશનો જન્મ 19 ડિસેમ્બર 1919 માં તે સમયે ભારતના લાહોર (હવે પાકિસ્તાનમાં છે તે) માં થયો હતો. બહુ ઓછા લોકો જાણે છે કે ઓમ પ્રકાશનું આખું નામ ઓમ પ્રકાશ છીબ્બર હતું. એ સમયમાં ઓમ પ્રકાશના પિતાજી એક પૈસાદાર ખેડૂત હતા અને તેમની કેટલાય એકર જમીન પણ હતી.

image source

એટલું જ નહીં પણ લાહોર અને જમ્મુ જેવા વિસ્તારોમાં પણ તેમના મોટા મોટા બંગલાઓ આવેલા હતા. ઓમ પ્રકાશના જુવાનીના સમયની વાત કરીએ તો તે ફક્ત એક્ટિંગ કરવા માંગતા હતા અને આ માટે તેઓ તેના શરૂઆતના સમયમાં રામલીલામાં પણ અભિનય કરતા હતા. ઓમ પ્રકાશે સ્ટેજ પર સૌથી પહેલો અભિનય પણ રામલીલા દરમિયાન જ કર્યો હતો જેમાં તેઓએ ” સીતા ” ની ભૂમિકા ભજવી હતી.

image source

વર્ષ 1937 માં તેઓએ આરજે તરીકે ઓલ ઇન્ડિયા રેડિયો જોઈન કર્યો જ્યાં તેઓને મહિને 25 રૂપિયાનો પગાર આપવામાં આવતો હતો. અહીં એ પણ ઉલ્લેખનીય છે કે આરજે તરીકેના તેમના તે સમયના સમયગાળા દરમિયાન તેમના રેડિયો શો લાહોર અને પંજાબમાં ઘણો લોકપ્રિય પણ બન્યો હતો. આમ તો ઓમ પ્રકાશની ફિલ્મી કારકીર્દીની શરૂઆત વર્ષ 1942 માં થઈ હતી.

image source

તેઓએ સહાયક અભિનેતા તરીકે નોંધપાત્ર કામ કર્યું અને આ માટે તેમને અનેક એવોર્ડ્સ પણ મળ્યા હતા. તમને જાણીને નવાઈ લાગશે કે ઓમ પ્રકાશને તેની પહેલી ફિલ્મમાં અભિનય કરવા બદલ ફક્ત 80 રૂપિયા મળ્યા હતા. તેની આ પ્રથમ ફિલ્મ સાયલન્ટ એટલે કે મૂંગી હતી અને તેમાં એમનો રોલ પણ નાનકડો હતો.

એ સિવાય જુના જમાનાની ફિલ્મોના શોખીન લોકોને ખબર હશે કે ઓમ પ્રકાશે ” શરાબી ” ” જંજીર ” ” નમક હલાલ ” અલાપ ” પરવાના ” દો ઔર દો પાંચ ” ચુપકે ચુપકે ” ચમેલી કી શાદી ” સાધુ ઔર સંત ” તેરે ઘર કે સામને ” આંધી ” લોફર ” પડોસન ” હાવડા બ્રિજ ” ઘર ઘર કી કહાની ” સાસ ભી કભી બહુ થી ” મેરા નામ જોકર ” પુરબ ઔર પશ્ચિમ ” નૌકર બીવી કા ” જેવી ફિલ્મોમાં પોતાનો દમદાર અભિનય પાથર્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!