માત્ર 7 જ દિવસમાં તમારા ગાલને આ હોમ મેડ ફેસપેકથી કરી દો ગુલાબી, લોકો જોતા રહી જશે તમારી સામે

મિત્રો, જરૂરી નથી કે ચહેરા પર લુક અને ગુલાબી રંગ લાવવા માટે તમારે મોંઘા ફેશિયલ અને બ્યુટી ક્લિનિકનો સહારો લેવો પડે. જો કે, અહીં સારવાર લીધા પછી પણ તમારે કાયમી નિખાર માટે સતત તમારી જાતનું ધ્યાન રાખવું પડે છે. જો કે, કેટલીક વખત આ પ્રકારની સારવાર તમને ત્વચા સાથે સંકળાયેલી વિવિધ સમસ્યાઓ પણ આપી શકે છે. પરંતુ, આજે અમે તમને અમુક એવા હર્બલ ઉપાયો વિશે જણાવીશું કે, જે તમને ગુલાબી ગાલ મેળવવામા સહાયરૂપ સાબિત થશે.

image source

સુંદર અને સ્વચ્છ ચહેરાની ત્વચા તેમજ ગાલ પર ગુલાબી ચમક દરેકને ગમે છે પરંતુ, મોટાભાગના લોકોને લાગે છે કે તેમણે આ ઇચ્છા પૂરી કરવા માટે મોંઘા કોસ્મેટિક્સનો ઉપયોગ કરવો પડશે, જ્યારે હકીકતમાં એવું બિલકુલ નથી. તમે ઘરમાં બેસીને કેટલીક ઘરેલુ અને અસરકારક રીતે ગુલાબી ગાલ મેળવવાની ઇચ્છા પણ પૂરી કરી શકો છો. આ માટે તમારે બીટરૂટથી બનેલા હર્બલ ફેસ માસ્કનો ઉપયોગ કરવો પડશે. તમે તમારા ઘરે આ ફેસ પેકને ખૂબ સરળતાથી તૈયાર કરી શકો છો.

image source

બીટરૂટ ફેસપેક તૈયાર કરવા માટે મધ્યમ કદના બીટરૂટને ધોઈ લો અને તેની બે સ્લાઇસ કાપી લો. હવે આ સ્લાઇસને છોલીને તેને ક્રશ કરો. ત્યારબાદ તેમા અડધી ચમચી ક્રીમ અને અડધી ચમચી ગુલાબવોટર મિક્સ કરો. હવે આ ત્રણ વસ્તુઓને બરાબર મિક્સ કરો અને પેકને ચહેરા અને ગરદન સુધી સારી રીતે લગાવો. ધ્યાન રાખો કે આ પેક લગાવતા પહેલા તમારે ફેસવોશથી ચહેરો સાફ કરવો પડશે. જેથી ચહેરા પર જમા થયેલી ધૂળ, ગંદકી અને તેલને સાફ કરી શકાય.

image source

આ માસ્કને ચહેરા પર ૨૦-૨૫ મિનિટ માટે લગાવી રાખો. ત્યારબાદ ચહેરાને તાજા પાણીથી ધોઈને સાફ કરો. હવે એક રૂ નું પૂમડું લો અને તેને ગુલબવોટરમાં પલાળીને આખા ચહેરા અને ગરદનને સાફ કરો. તે તમારી ત્વચાના ખુલ્લા છિદ્રોને બંધ કરવા માટે કામ કરશે કારણકે, ગુલાબવોટર એ એક કુદરતી ટોનર છે.

બીટરૂટ અને મધ અને ક્રીમનો ઉપયોગ કરીને બનાવવામા આવેલુ આ ફેસપેક તમારી ત્વચાને અંદરથી પોષણ આપવા માટે કામ કરશે. આ પેક લગાવ્યા બાદ તમારા ચહેરા પર ઠંડીને કારણે તમને રફનેસની સમસ્યા નહી થાય અને તમને ત્વચામા કુદરતી ભેજનો અનુભવ થશે.

image source

આ પેક તૈયાર કરવામાં જે વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે સંપૂર્ણપણે હર્બલ છે. તેથી, તમારા ચહેરાની ત્વચા પર કોઈપણ પ્રકારની આડઅસરો કે એલર્જી વગેરેની કોઈ શક્યતા નથી. જો તમારી ત્વચા ખૂબ જ સંવેદનશીલ હોય અને તમારે કોસ્મેટિક્સ, ફેસપેક વગેરેનો ઉપયોગ કરતા પહેલા હજાર વખત વિચારવું પડે તો તમે કોઈપણ જાતના ભય અને મૂંઝવણ વિના આ પેકનો ઉપયોગ કરી શકો છો.

image source

જો તમારી ત્વચા વધારે પડતી શુષ્ક હોય તો તમે આ પેક મારફતે પણ ત્વચાની રફનેસ દૂર કરી શકો છો અને તમારા ગાલને ગુલાબી બનાવી શકો છો. આ માટે તમારે આ બીટરૂટ ફેસ પેક બનાવતી વખતે અડધી ચમચી મધ મિક્સ કરવું જોઈએ. જો તમારી ત્વચા તૈલી હોય તો આ માસ્ક બનાવતી વખતે ક્રીમનો ઉપયોગ ન કરો. તેના બદલે તમારે એલોવેરા જેલનો ઉપયોગ કરવો જોઈએ. તેનાથી તમારી ત્વચાની ચમક પણ વધશે અને ઓઈલીનેસ પણ ઘટે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત