અહીંના રસ્તાઓ પર વહે છે લોહી જેવું લાલ પાણી, રહસ્ય જાણીને તમારી પણ છૂટી જશે ધ્રુજારી

અનેક દેશમાં અનેક રહસ્યો રહેલા હોય છે તે વાત તો આપણે સૌ જાણીએ જ છીએ. ઈન્ડોનેશિયામાં પણ એક એવું ગામ છે જે દુનિયાભરમાં ચર્ચાનો વિષય બન્યું છે. અહીં સડક પર વહેતા લાલ પાણીને જોઈને લોકોના હોંશ ઉડી જાય છે. ફોટોમાં પળમાં સોશ્યલ મીડિયા પર આ ફોટો વાયરલ થયો છે. અહીં ગલીઓથી લોહી જેવું લાલ પાણી વહેતું જોઈ શકાય છે.

image source

જો કે અનેક પ્રકારની ચર્ચા અને અટકળો બાદ એ સ્પષ્ટ થઈ ગયું છે કે આ લાલ પાણી કોઈ રહસ્યમયી સંકેત લઈને આવ્યું નથી પરંતુ તે પૂરના પાણીમાં એક રંગકામ કારખાનાથી લાલ રંગ નીકળે છે. જ્યારે આ વાતની સ્પષ્ટતા થઈ ત્યારે જ અનેક અટકળોનો પણ અંત આવી ચૂક્યો હતો. સડક પર બદલાતા રહેતા પાણીનો રંગ કારખાનાના કામને કારણે છે એવું સામે આવતા જ અહીના નાગરિકોએ પણ આશ્ચર્ય અનુભવ્યું હતું.

image source

અધિકારીઓનું કહેવું છે કે વરસાદની સાથે સંયુક્ત થવાના કારણે તેનો રંગ ફીકો પડ્યો છે. મધ્ય જાવાના પેકલોંગાન શહેરના એક ગામના ફોટો અને વીડિયોને હજારો લોકોએ સોશ્યલ મીડિયા પર શેર કર્યા છે અને અનેકે તેને લોહી જેવું દેખાતું હોવાનું કહ્યું છે. અહીં તે શેર થવાનું કારણ એક કૂતુહલ ગણાવવામાં આવ્યું છે. સડક પર આવા પાણીને લઈને લોકોમાં ચર્ચા શરૂ થઈ છે અને સાથે જ તે વાયુવેગે પ્રસરી રહી છે.

image source

પેકલોગાન શહેરને પારંપરિક ઈન્ડોનેશિયાઈ રંગાઈની ટેકનિકમાં ઉપયોગમાં લેવાતા બેટિકના ઉત્પાદન માટે ઓળખવામાં આવે છે. અહીં કપડાની પેટર્ન બનાવવામાં આવે છે. કદાચ આ માટે જ અલગ અલગ રંગોમાં રંગાતી નદીની વાત લોકો માટે નવી નથી રહી. કહેવાય છે કે ઈન્ડોનેશિયામાં અનેક ગ્રેનાઇટ મિશ્રિત ખાણો આવેલી છે. સલ્ફરના કારણે, લોખંડ લાલ બની જાય છે તથા તે ઊંચા તાપમાન પર બરડ બની જાય છે. આ કારણે અહીં સડક પર વિવિદ રંગના પાણી પણ જોવા મળે છે જે કુતૂહલનો વિષય બને છે.

image source

ઉલ્લેખનીય છે કે ગયા મહિને પણ પૂરના કારણે ઉત્તરી ગામનું પાણી લીલું થઈ ગયું હતું. એક ટ્વિટર ઉપયોગકર્તાએ કહ્યું કે અનેક વાર સડકો પર જાબુંડી રંગના ખાડા પણ અહીં જોવા મળે છે. પેકલોગાનના ઈમરજન્સી રાહત અધિકારીએ સ્પષ્ટતા કરી છે કે આ ફોટો સાચા છે. પરંતુ તેને લઈને કૂતુહલથી વધારે કંઈ નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!