ઉત્તરાખંડ ગ્લેશિયરની તબાહીમાં મૃત્યુ પામેલ પતિનો મૃતદેહ મળ્યો, પત્નીએ દુલ્હનની જેમ સજીધજીને આપી અંતિમ વિદાય

ઉત્તરાખંડમાં ઘટેલી ગ્લેશિયર તૂટવાની હોનારત ક્યારેય ભૂલાય તેમ નથી. ઉત્તરાખંડના ચમોલીમાં ગ્લેશિયર તૂટવાથી આવેલી તબાહી બાદ હવે સમગ્ર ફોકસ રાહત-બચાવ કામગીરી પર છે. સૌથી મોટી મુશ્કેલી તપોવનની ટનલમાં આવી રહી છે. જ્યાં અંદાજે 35 લોકો ફસાયેલા હોવાની આશંકા છે. ટનલ કીચડથી ભરાઈ ગઈ છે. ત્યારે હવે આ જ અરસામાં આ ઘટના સાથે જોડાયેલી એક વાત બહાર આવી છે જે તમને રડાવી દેશે. આ તબાહીમાં હિમાચલના ગુમ થયેલા 10 યુવકો ગુમ થયા હતા જેમાંથી કાંગડા જિલ્લાના રાકેશ કપૂરનો મૃતદેહ રવિવારે મળી આવ્યો હતો. ત્યારબાદ સોમવારે સાંજે તેમના પાર્થિવ શરીરને ઉત્તરાખંડથી તેમના ગામમાં લાવવામાં આવ્યો.

image source

જો ત્યારથી પરિસ્થિતિના નજારા વિશે વાત કરીએ તો રાકેશનો મૃતદેહ ગામમાં પહોંચતા જ ચારેબાજુ કોહરામ મચી ગયો. રાકેશ વિશે મળતી માહિતી મુજબ વર્ષના રાકેશ રૂષિગંગા પ્રોજેક્ટના મેનેજર તરીકે કામ કરી રહ્યાં હતાં. ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં 7 ફેબ્રુઆરીએ થયેલા જળપ્રલયમાં પાવર પ્રોજેક્ટમાં કાર્ય કરતા સમયે રાકેશ કપૂર કાટમાળમાં ફસાઈ જવાની માહિતી મળી હતી અને ત્યારબાદ તેને શોધવાના પ્રયત્નો કર્યાં હતાં પણ વધારે કંઈ જાણકારી તે સમયે મળી શકી ન હતી.

કાંગડા જિલ્લાના ઉપમંડળ પાલમપુરની નચ્છીર પંચાયત નિવાસી પ્રોજેક્ટના મેનેજર રાકેશ કપૂરનો મૃતદેહ સોમવારે સાંજે ઘરે પહોંચ્યો હતો.

image source

જો રાકેશના પરિવાર વિશે વાત કરીએ તો આ સાથે જ આ કેસમાં દુખની વાત એ છે કે રાકેશના પિતાનું પણ નિધન થઈ ગયું છે. રાકેશને પાંચ ભાઈઓ છે. તેના પરિવારમાં પત્ની અને બે વર્ષનો બાળક છે. પરિવાર રાકેશની સુરક્ષાને લઈને ઘણો ચિંતિત હતો. બંદલા-નછીરમાં રહેતા તેમના સગા-સંબંધીઓએ તેઓ હેમખેમ રહે તે માટે પ્રાર્થના કરી રહ્યાં હતા. જો કે કુદરતે તેમની આ પ્રાર્થના સાંભળી નહીં અને અંતે રાકેશનો મૃતદેહ સામે આવતા શોકનું વાતાવરણ છવાઈ ગયું હતું. રાકેશની પત્નીનું નામ અનીતા હતું. તેના મૃતદેહને આ રીતે અચાનક જોઈને તેની પત્ની અનીતા તો ત્યાં જ બેભાન થઈ ગઈ.

image source

ત્યારબાદની વાત કરીએ તો રાકેશના નાના ભાઈ સંતોષ કપૂરે રાકેશને મુખાગ્નિ આપી, અંતિમ સંસ્કારની બધી વિધી પુરી કરવી. મળતી માહિતી મુજબ મૃતદેહ પરના આધાર કાર્ડથી રાકેશની ઓળખ થઈ હોવાની વાત સામે આવી છે. જળપ્રલય આવ્યું તે દિવસે રાકેશ વિશે પરિવારજનોએ જણાવતાં કહ્યું કે, તે 7 ફેબ્રુઆરીએ થયેલા જળપ્રલયમાં પાવર પ્રોજેક્ટમાં કાર્ય કરતા સમયે રાકેશ કપૂર કાટમાળમાં સમાઈ ગયા હતા. રાકેશની માતા મચલો દેવી અને પત્ની અનીતાની રડી રડીને ખરાબ હાલત થઈ ગઈ હતી.

કઈ પરિસ્થિતિમાં તેની ડેડબોડી મળી એ વિશે હાલમાં જાણવા મળી રહ્યુ છે કે રાકેશનો મૃતદેહ ક્ષતવિક્ષત થઈ ગયેલ હાલતમાં મળી આવ્યો હતો. હવે જ્યારે હકીકત સ્વીકારવી જ રહી ત્યારે રાકેશની પત્ની દુલ્હનની જેમ સજીધજીને પતિને છેલ્લી વિદાયી આપી હતી.

image source

આ અંતિમ યાત્રામાં પાલમુપરના ધારાસભ્ય આશીષ બુટેલ પણ હાજર રહ્યાં હતાં અને આ સિવાય વૂલ ફેડરેશનના ચેરમેન ત્રિલોક કપૂર, પ્રશાસન તરફથી મામલતદાર વેદ પ્રકાશ અગ્નિહોત્રી, પંચાયત પ્રધાન ઉમા દેવી સહિત અનેક લોકોએ શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા.

આ સિવાય મળેલી માહિતી અનુસાર ગ્લેશિયાર તૂટ્યા બાદ આવેલા ભયંકર પૂરને કારણે હિમાચલ પ્રદેશના હજુ 9 લોકો લાપતા છે. જેમાં શિમલા જિલ્લાના રામપુરના કિન્નુ પંચાયતના પાંચ, શિંગલાના બે અને એક શખ્સ સિરમૌર જિલ્લાના માજરાથી છે. તેઓ વિશે હજુ સુધી કોઈ પણ પ્રકારની જાણકારી મળી નથી. એમનાં મંડી જિલ્લાના બલ્હના એક શખ્સને સુરંગમાંથી જીવતા બહાર કાઢ્યાની વાત પણ સામે આવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!