ધૈર્યરાજના માતા-પિતા થઈ ગયા એકદમ ગળગળા, એમને કહેલા આ શબ્દો સાંભળીને તમે પણ નહિં રોકી શકો તમારા આસુંને…

છેલ્લા કેટલાક દિવસથી સોશિયલ મીડિયા પર નાનકડા ધૈર્યરાજ સિંહનું નામ ખૂબ જ ચર્ચામાં છે. ધૈર્યરાજની મેડિકલ કન્ડિશનને સુધારવા માટે 16 કરોડ રૂપિયાની જરૂર છે અને એની મદદ માટે ઘણા લોકો સામે આવ્યા છે. એવામાં ધૈર્યરાજના માતા પિતા પણ ભાવુક થઈ ગયા છે એમને કહ્યું હતું કે “મારુ નામ રાજદીપસિંહ સુરેન્દ્રસિંહ રાઠોડ ગામ કાનેસર જિલ્લો મહીસાગર અને મારા બાળકનું નામ ધૈર્યરાજ સિંહ રાઠોડ ચર અને તેની ઉંમર ૩ મહિના છે અને એને એસએમએ વન નામની બીમારીથી પીડાઈ રહ્યો છે. તેમને આગળ જણાવ્યું હતું કે ” ધૈર્યરાજની આ બીમારીની ભારતમાં કોઈ જ દવા નથી, મેં મારા બાળકના રિપોર્ટ અમદાવાદ ખાતે કઢાવ્યા હતા તો ડોકટર નીતીશ વોરા સાહેબે રિપોર્ટ જોયા પછી એવું કહ્યું કે ધૈર્યરાજ સિંહ જેવા બાળકને જિન થેરાપીની જરૂર હોય છે

image source

ડૉક્ટરે આગળ ધૈર્યરાજની બીમારી વિશે કહ્યું હતું કે “આવા બીમારિગ્રસ્ત વ્યક્તિઓ એક વર્ષ સુધી સહન કરી શકતા હોય છે પછી તેમને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગે છે અને એટલા માટે તેને જિન થેરાપી નું ઇન્જેક્શન ની જરૂર છે અને આત ઇન્જેક્શનની કિંમત ૨૨ કરોડ રૂપિયા છે અને એ માટે ધૈર્યરાજની મદદ કરવા માટે એક કેમ્પઈન ચાલુ કરવામાં આવ્યું છે.

તમને જણાવી દઈએ કે આ અગાઉ મુંબઈમાં તેરાકમાત નામની છોકરીને પણ આવું થયું હતું.

image source

ધૈર્યરાજના પિતાએ આ અંગે કહ્યું હતું કે “મેં તે છોકરીના પિતા સાથે વાત કરી અને એમને મને કહ્યું કે તમે પણ ડોનેશન ચાલુ કરો.

તમારે પણ વ્યવસ્થા થઈ છે. અત્યારે બાળકની ઉંમર નાની છે તો વાંધો નહિ આવે.

image source

ધૈર્યરાજ પાસે ૩ મહિનાથી લઈને ૧ વર્ષ સુધીનો જ સમય છે અને તેને ઇન્જેક્શન આપવું જરૂરી છે એટલા માટે અમે ડોનેશન ચાલુ કર્યું છે. ઈન્પેક્ટ ગુરુ નામનો ઇન્જીઓ છે એમાં અમે ખાતું ખોલાવ્યું છે તેમાં ધૈર્યરાજના મદદ માટે આવતી બધી રકમ જમા થાય છે તેમને છેલ્લે જણાવ્યું કે અમને સરકાર, મીડિયા તેમજ બધા જ લોકોની મદદની જરૂર છે તો બધા ભાઈ વડીલો અને માતાઓને નમ્ર અપીલ કરું છું કે અમને મદદ કરે જેથી મારો બાળક બચી શકે અને આ પોસ્ટને વધુમાં વધુ સેર કરો જેથી આ પોસ્ટને વધુ લોકો જોઈ શકે અને અમને મદદ મરી શકે મદદ કરવા મરી નમ્ર અપીલ છે

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!