દાદરાનગર હવેલીના સાંસદ મોહન ડેલકર મુંબઈની હોટેલમાંથી મૃત હાલતમાં મળ્યા, ગુજરાતીમાં મળી સ્યૂસાઈડ નોટ, આપઘાતની આશંકા

દાદરાનગર હવેલીના સાંસદ મોહન ડેલકર મૃત અવસ્થામાં મુંબઈની મરિન ડ્રાઇવ હોટેલમાંથી મળી આવ્યા છે .સાથે સાથે હોટેલમાંથી એક સ્યુસાઇડ નોટ પણ મળી આવી છે જે ગુજરાતીમાં લખાયેલી છે. જેના કારણે મોહન ડેલકરે આપઘાત કર્યો હોવાની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ તેમના મૃત શરીરને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયો છે. અને તેમના મોત અંગેની વધુ તપાસ માટે પુરજોશમાં ચાલી રહી છે.

મોહન ડેલકરની ઉંમર 58 વર્ષની હતી અને તેઓદાદરા નગર હવેલીના અપક્ષ સાંસદ છે.

image source

તમને જણાવી દઈએ કે વર્ષ 1989માં મોહન ડેલકર પહેલીવાર સાંસદ બન્યા હતા. તેઓ 7 ટર્મથી ચૂંટાતા હતા. એટલું જ મહીં વર્ષ 1989થી વર્ષ 2004 સુધી મોહન ડેલકરે અપક્ષ, ભાજપ અને કોંગ્રેસમાંથી ઉમેદવારી કરી સતત 6 વખત વિજયી થયા હતા અને આમ એમને એક ઈતિહાસ સર્જી દીધો હતો.

image source

ગૃહ મંત્રાલયની પરામર્શ કન્સ્લ્ટેટિવ કમિટીમાં પણ મોહન ડેલકરને સ્થાન મળ્યું હતું. ભારતીય કેન્દ્ર શાસિત સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના સાંસદ મોહન ડેલકરને ગૃહ મંત્રાલયની પરામર્શ કન્સ્લ્ટેટિવ કમિટીમાં નિમણૂંક કરવામા આવી હતી.

image source

ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં બનાવવામાં આવેલી આ કમિટીમા લોકસભા અને રાજ્યસભા એમ કુલ મળીને 28 જેટલા સાંસદોને જગ્યા આપવામાં આવી હતી.

અને ગર્વની વાત એ હતી કે લોકસભાના 15 સિનિયર સાંસદોને જે જગ્યા આપવામાં આવી હતી એમાંથી મોહન ડેલકરને બીજા નંબરે સ્થાન આપવામા આવ્યું હતું.

image source

મોહન ડેલકરે પોતાના રાજકીય કરિયરની શરૂઆત સેલવાસમાં ટ્રેડ યુનિયનના નેતા તરીકે કરી હતી. મોહન ડેલકર જુદી જુદી ફેક્ટરીમાં કામ કરતા આદિવાસી લોકોના હક માટે લડતા હતા.

image source

એ પછી એમને વર્ષ 1995માં આદિવાસી વિકાસ સંગઠનની શરૂઆત કરી હતી અને વર્ષ 1989માં તેઓ દાદરાનગર હવેલી મત વિસ્તારમાંથી અપક્ષ ઉમેદવાર તરીકે નવમી લોકસભાની ચૂંટણી લડ્યા હતા અને તેઓ સાંસદ તરીકે ચૂંટાયા હતા. એ પછી વર્ષ 1991 અને વર્ષ 1996માં પણ તેઓ આ જ મત વિસ્તારમાંથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે લોકસભાની ચૂંટણી લડ્યા હતા અને જીત્યા પણ હતા. ત્યાર બાદ વર્ષ 1998માં તેઓ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે લોકસભાની ચૂંટણી લડ્યા અને જીત્યા.

image source

ભાજપમાંથી ચૂંટણી લડ્યા પછી વર્ષ 1999 અને વર્ષ 2004માં તેઓ અપક્ષ અને ભારતીય નવશક્તિ પાર્ટીના ઉમેદવાર તરીકે લોકસભાની ચૂંટણી લડ્યા અને જીત્યા હતા. ત્યારબાદ તેઓ 4 ફેબ્રુઆરી 2009ના રોજ ફરીથી કોંગ્રેસમાં જોડાયા હતા અને વર્ષ 2019માં તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું અને ફરી એકવાર તેઓ અપક્ષ લોકસભાની ચૂંટણી લડી અને સાંસદ બન્યા. ત્યાર બાદ ડેલકર JDUમાં જોડાયા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!