Site icon News Gujarat

MP બસ દુર્ઘટનાની આ કરુણતા જાણીને તમે પણ રડી પડશો: કુલ 51નાં મોત, અમુક મૃતદેહ તો પાણીમાં વહી ગયા

મંગળવારે સવારે 7 30 વાગ્યે મધ્યપ્રદેશના સીધીમાં એક મોટી દુર્ઘટના ઘટી હતી. સીધીથી સતના જતી ડ્રાઈવર સહિત મુસાફરોથી ભરેલી બસ 22 ફૂટ ઊંડી બાણસાગર કેનાલમાં ખાબકી હતી. તમને જણાવી દઈએ કે અત્યાર સુધીમાં આ ઘટના સંબંધિત 51 મૃતદેહ મળ્યા છે. 7 લોકોનો બચાવ થયો હતો અને 4 લોકો હાલ પણ ગુમ છે.

image source

બસનો ડ્રાઈવર પોતે તરીને બહાર નીકળી ગયો હતો. પણ હાલ તેની ધરપકડ કરવામાં આવી છે. આ ગંભીર અકસ્માતમાં કેટલાક મૃતદેહો પાણીના વહેણમાં તણાઇ ગયા છે એવી પણ આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. 51 મૃતદેહોના પોસ્ટમાર્ટમ માટે ડોક્ટર્સ પણ ઓછા પડી ગયા છે.

image source

અમુક મૃતદેહ પાણીમાં વહી ગયા છે એવી અટકળો પણ ચાલી રહી છે. એક મહિલા, એક છોકરી અને તેના ભાઈએ રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચે એ પહેલાં જ સાત લોકોને બચાવી લીધા.

image source

આ સમગ્ર દુર્ઘટના રામપુર નૈકિન પાસે સરદા ગામમાં બની હતી, જે સીધીથી 80 કિમી અને સતનાથી લગભગ 100 કિમી દૂર છે. નહેરમાં પડેલી આ બસ સવારે 6 વાગ્યે સીધીથી ઉપડી હતી, આ બસની પેસેન્જર ક્ષમતા ફટ 32 લોકોની જ હોવા છતાં ડ્રાઇવરે 60થી વધુ લોકોને બસમાં ભર્યા હતા જેમાંથી મોટા ભાગના સીધી અને સિંગરૌલી જિલ્લાના રહેવાસી હતા.

બસમાં બેઠેલા પેસેન્જરમાંથી 12 છોકરા-છોકરીઓ રેલવે, NTPC અને નર્સિંગની પરીક્ષા આપવા માટે સતના અને ત્યાંથી રીવા જવા માટે પોતાનાં માતા-પિતા સાથે બસમાં બેઠા હતા.

image source

આ બસને પોતાના રોજિંદા રૂટ પ્રમાણે સીધીથી ચુરહટ, રામપુર નૈકિન, બધવાર અને ગોવિંદગઢ થઈને સતના પહોંચવાનું હતું. ચુરહટ સુધી બસ આવી પણ હતી પણ ત્યાર બાદ રામપુર નૈકિનથી વિદ્યાર્થીઓના કહેવાથી ડ્રાઈવરે રૂટ બદલી લીધો. આ વિદ્યાર્થીઓની પરીક્ષા હતી, એટલા માટે તેમણે સમયસર સતના પહોંચવાનું હતું. સીધીથી સતના જનારો નેશનલ હાઈવે-39 છુહિયા ઘાટીથી પસાર થાય છે. જ્યાં જગ્યાએ જગ્યાર રસ્તા ખરાબ અને અધૂરા હોવાથી ભારે ટ્રાફિક જામ રહે છે. એટલે અન્ય સાધનો પણ વૈકલ્પિક રસ્તાનો જ ઉપયોગ કરે છે. બસનો ડ્રાઈવર બસને લઈને સીધીથી ચુરહટ અને રામપુર નૈકિન સુધી લઈને આવ્યો. પછી તેણે બસને બગવાર ગામમાં વાળી દીધી. અહીંથી બસ સરદા ગામ પહોંચી. આ ગામથી જે રસ્તો સતના તરફ જાય છે એની સાથે સાથે નહેર પણ છે.

image source

ઘટનાસ્થળ પર હાજર લોકોએ જણાવ્યું હતું કે બસનું પાછલું ટાયર ઢાળ તરફ જતું હતું. એ દરમિયાન ડ્રાઇવરે બ્રેક લગાવવાનો પ્રયત્ન પણ કર્યો પણ બ્રેક ન વાગી અને બસ બેકાબુ થઈને નહેરમાં પડી ગઈ.જે નહેરમાં બસ પડી ગઈ હતી એમાં બાણસાગર જળાશયથી પાણી છોડવામાં આવે છે.

image source

તમને જણાવી દઈએ દુર્ઘટના વખતે નહેરમાં પાણીનું વહેણ તેજ હતું, આ જ કારણે યાત્રીઓને બચવાની તક ન મળી. . જ્યારે રેસ્ક્યૂ ટીમ ઘટનાસ્થળે પહોંચી તો આખી બસ પૂરી રીતે 22 ફૂટ ઊંડી નહેરમાં ખાબકી હતી.

વડાપ્રધાન આવાસ યોજના હેઠળ મધ્યપ્રદેશના 1.10 લાખ લોકોનો મંગળવારે જ ગૃહપ્રવેશ કાર્યક્રમ હતો, જેમાં ગૃહમંત્રી અમિત શાહે વીડિયો-કોન્ફરન્સ દ્વારા જોડાવાના હતા. પણ પછી આ કાર્યક્રમ આ બસ દુર્ઘટનાના કારણે બંધ રખાયો હતો.

ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન મોદી અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે આ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું.

દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને મધ્યપ્રદેશ સરકારે 5-5 લાખ રૂપિયા સહાય આપવાની જાહેરાત કરી છે, જેમાં 10-10 હજાર રૂપિયા તાત્કાલિક આપવામાં આવશે. તો મોદીએ વડાપ્રધાન રાહત કોષના પરિવારના લોકો માટે 2 લાખ અને ગંભીર રીતે ઘાયલો માટે 50 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી છે.

નહેરમાંથી જેટલા મૃતદેહ કાઢવામાં આવ્યા એમાંથી 45ની ઓળખ કરી લેવાઈ છે અને આ મૃતદેહમાં મોટાભાઈ યુવાનો જ છે જે પરીક્ષા આપવા માટે રિવા અને સતના જઈ રહ્યા હતા.

image source

મૃતદેહોની યાદી કઈક આ પ્રમાણે છે.

વિમલા દ્વિવેદી, 50 વર્ષ

સુમિત્રા કોલ, 35 વર્ષ

હીરાલાલ શર્મા, 60 વર્ષ

કલ્યાણ સિંહ યાદવ, 22 વર્ષ

કોમલ સિંહ, 25 વર્ષ

અર્ચના ગુપ્તા, 2 વર્ષ

પ્રદીપ કુમાર

સુરેખા કોલ

ત્રિમેશ તિવારી

image source

શિવભાન પાલ, 30 વર્ષ

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version