રાજકોટમાં 300 કિલો વજન ધરાવતી મહિલાનું શરીર સડી ગયું, અને જલ્પાબેન મદદે આવતા જ…

રાજકોટ શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા સરલાબેનનું વજન ૩૦૦ કિલોની આસપાસ હોવાના લીધે તેઓ હરીફરી શકતા હતા નહી.
સરલાબેન છેલ્લા ૧૫ થી ૨૦ દિવસથી એક જ રૂમમાં રહેતા હતા. સરલાબેનનું શરીર સડી જવાના લીધે તેઓ અસહ્ય પીડાને શન કરી રહ્યા
હતા. તેવા સમયે સરલાબેનની મદદ કરવા માટે રાજકોટ શહેરનું સાથી સેવા ગ્રુપ આવી પહોચ્યું હતું. સાથી સેવા ગ્રુપના જલ્પાબેન પટેલ
અને જલ્પાબેનની ટીમ સરલાબેનના ઘરે પહોચ્યા હતા. ત્યાર બાદ સરલાબેનને ફાયરબ્રિગેડની મદદથી ગાડીમાં હોસ્પિટલમાં સારવાર માટે
રાજકોટની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. સરલાબેનના પતિ દુબઈમાં રહીને મજુરી કામ કરી રહ્યા છે.

ત્રણ એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી.

image source

જલ્પાબેન પટેલએ સરલાબેનને હોસ્પિટલમાં સારવાર લેવા માટે સૌથી પહેલા ત્રણ એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી પણ સરલાબેનનું
વજન વધારે હોવાથી અને તેમના શરીરની દયનીય સ્થિતિને જોતા સરલાબેનને એમ્બ્યુલન્સમાં લઈ જવામાં મુશ્કેલી ઉભી થઈ હતી. ત્યાર
બાદ જલ્પાબેન પટેલએ રાજકોટ શહેરના ફાયરબ્રિગેડની મદદ લઈને ફાયરબ્રિગેડની ગાડીમાં સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.
સિવિલ હોસ્પિટલમાં પણ સરલાબેનને બેડ પર સુવ્દાવવાની જગ્યાએ નીચે સુવડાવવાનો આગ્રહ કરવામાં આવતા સાથી સેવા ગ્રુપના સભ્યો પોતાના ગુસ્સાને વ્યક્ત કરતા સરલાબેનને બેડ પર સુવડાવવામાં આવ્યા હતા.

૧૫ થી ૨૦ દિવસ પહેલા સરલાબેન ચાલી શકતા હતા: જલ્પાબેન પટેલ.

સરલાબેનના પતિ દુબઇમાં મજૂરીકામ કરે છે.
image source

જલ્પાબેન પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ત્રણ એમ્બ્યુલન્સ બોલાવવા છતાં પણ સરલાબેનનું વજન વધારે હોવાના લીધે
એમ્બ્યુલન્સમાં લઈ જવા શક્ય હતા નહી. અંતે રાજકોટ ફાયરબ્રિગેડની ટીમની મદદ લઈને સરલાબેનને ફાયરબ્રિગેડની ગાડીમાં હોસ્પિટલ
લઈ જવામાં આવ્યા હતા. જલ્પાબેન પટેલ દ્વારા વધુ જણાવવામાં આવ્યું છે કે, અમે વધુમાં વધુ એવું ઈચ્છીશું કે, સરલાબેનનું સ્વાસ્થ્ય
જલ્દીથી જલ્દી સ્વસ્થ થઈ જાય. જો કે, સરલાબેનનું શરીર સડી ગયું હોવાના લીધે ઘણા ઓછા ચાંસ છે. ૧૫ થી ૨૦ દિવસ પહેલા
સરલાબેન ચાલી શકતા હતા. પણ આજ રોજ સરલાબેનનું પેટ ફાટી ગયું અને પગ સુધીનું શરીર સડી ગયું છે.

૧૩ વર્ષનો દીકરો પોતાની માતાની સેવા કરી રહ્યો હતો.

image source

જલ્પાબેન આગળ જણાવતા કહ્યું હતું કે, સરલાબેનનો હાથનો ભાગ પણ સડી ગયો છે. તેમ છતાં સરલાબેનની હિંમતને બિરદાવતા કહે છે
કે, સરલાબેનનું આટલું બધું વજન અને આટલી બધી પીડા થતી હોવા છતાં પણ સરલાબેન દુઃખી છે નહી. આવી સ્થિતિમાં પણ કોઈ વ્યક્તિ કેવી રીતે હસતા મુખે જીવન જીવી શકે છે તે અમે પહેલીવાર જોયું. સરલાબેનના પતિ દુબઈમાં છેલ્લા વર્ષથી મજુરી કામ કરી રહ્યા છે અને અહિયાં સરલાબેન અને તેમનો ૧૩ વર્ષનો દીકરો સાથે રહી રહ્યા છે. ૧૩ વર્ષની રમવાની ઉમરમાં તેમનો દીકરો માતાની સેવા કરતા જોઈને અમે પણ નવાઈ પામ્યા હતા. અત્યારે સરલાબેનને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. તેમજ સરલાબેનને વધારે સારવાર માટે અમદાવાદ લઈ જવા પડશે તો લઈ જવામાં આવશે.

ફાયરબ્રિગેડની ગાડીમાં લઇ જવાયા હતા.
image source

અઘોરી જેવું જીવન જીવી રહેલ ૩ ભાઈ- બહેનને બે મહિના પહેલા બહાર કાઢવામાં આવ્યા હતા. રાજકોટ શહેરના કિસાનપરા ચોકમાં શેરી ન.૮માં સાથી સેવા ગ્રુપના સભ્યો દ્વારા અંદાજીત છેલ્લા ૧૦ વર્ષથી એક રૂમમાં છુપાઈને જીવી રહેલ બે ભાઈ અને એક બહેનને બહાર
કાઢવામાં આવ્યા હતા. LLB બી.કોમ અને સાયકોલોજીનો અભ્યાસ કરી લીધેલ બે ભાઈ અને એક બહેન માનસિક રીતે અસ્વસ્થ થઈ ગયા
હતા. આથી તેમણે પોતાની જાતને અંદાજીત છેલ્લા ૧૦ વર્ષથી એક રૂમમાં જ પૂરી રાખ્યા હતા. માનસિક હાલત સારી નહી હોવાના લીધે
ત્રણેય ભાઈ- બહેન દ્વારા આ કામ કરવામાં આવ્યું હતું. સાથી સેવા ગ્રુપના સભ્યો દ્વારા રૂમનો દરવાજો તોડી નાખીને ત્રણેય ભાઈ-બહેનને
બહાર કાઢવામાં આવ્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ :દિવ્યભાસ્કર)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!