Site icon News Gujarat

ભાજપના કોર્પોરેટરે વિધવા મહિલાનું કામ કરવાં કરી આવી બિભસ્ત માંગ, જાણો કોણ છે એ નેતા

ભાજપના હોય કે કોંગ્રેસના નેતા આ પહેલાં પણ તેમની ઓડિયો ક્લિપ સામે આવી છે અને હરકતો સામે આવી છે. જો કે રાજનેતાઓ સુધરવાનું નામ નથી લેતા અને વધારે એક બનાવ સામે આવ્યો છે. આ વખતે પણ ખળભળાટ મચ્યો છએ અને આ પહેલાં પણ હોય તેવા અનેક કિસ્સાઓ ભૂતકાળમાં સામે આવી ચૂક્યા છે. ત્યારે હાલ સાવરકુંડલા પાલિકાના ભાજપ નેતાની ઓડિયો ક્લિપથી ખળભળાટ મચ્યો છે અને હાહાકાર મચી ગયો છે. જેના કારણે સાવરકુંડલા પાલિકાના સભ્યને ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. થોડા દિવસ પહેલા જ યોજાયેલી સાવરકુંડલા નગરપાલિકા ચૂંટણી પહેલા ડી.કે. પટેલ સામે તેના વિસ્તારમાં હિસ્ટ્રીશીટરના લાગેલા બેનર ચર્ચાનું કેંદ્ર બન્યા હતા ત્યારે હવે ફરીથી આ મુદ્દો ચર્ચામાં આવ્યો છે.

image source

જો આ વિશે વિગતે વાત કરીએ તો અમરેલી જિલ્લાના સાવરકુંડલા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને ભાજપ આગેવાન દુલભજી કલ્યાણભાઈ જીયાણી(ડી.કે.પટેલ) પટેલ સામે એક મહિલાએ છેડતી કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને ખળભળાટ મચી ગયો છે. ઘટના કંઈક એવી બની કે એક મહિલાના ઘરમાં ડી.કે.પટેલે ગેરકાયદે પ્રવેશ કરી મહિલા સાથે શારીરિક અડપલાં કર્યા હતા અને ફોન પર પણ બિભત્સ માગણી કરી હતી. મહિલા તરફથી પોલીસ ફરિયાદ નોંધાવાતા પોલીસે પણ ફરિયાદ નોંધી હતી અને ડી.કે.પટેલની શોધખોળ હાથ ધરી છે. સાવરકુંડલા નગરપાલિકાના ભાજપના સદસ્ય ડી.કે.પટેલ અને મહિલા વચ્ચે વાતચીતની એક કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે.

image source

વધારે વાત કરીએ તો આ વિશે મળતી માહિતી પ્રમાણે સાવરકુંડલા પોલીસ સ્ટેશનમાં વિધવા મહિલાએ છેડતીની ફરિયાદ નોંધાવી હતી. ડી.કે પટેલે મહિલા પાસે અશ્લિલ માંગણી કરતી કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઇ રહી છે. જેથી સાવરકુંડલાના નગરપાલિકાના ભાજપના કાઉન્સિલર ડી.કે.પટેલને સસ્પેન્ડ કરાયા હોવાની માહિતી મળી રહી છે. ડી.કે.પટેલ સામે સાવરકુંડલા પોલીસ મથકમાં છેડતીની ફરિયાદ થતા ભાજપ દ્વારા આ નિર્ણય લેવાયો છે. ડી.કે પટેલ અને એક મહિલાની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, જેના કારણે ડી.કે. પટેલે ભાજપ પક્ષની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડી છે, જેના કારણે જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરીયાએ ભાજપમાંથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે.

image source

તેમજ મહિલા પાસે બિભત્સ માગણી કરતી ઓડિયો ક્લિપને લઈ લોકોમાં નેતા સામે રોષની લાગણી ફેલાતી જોવા મળી હતી. જો ભૂતકાળની વાત કરીએ તો ડી.કે. પટેલ ભૂતકાળમાં એસીબીની ટ્રેપમાં પણ ફસાઈ ચૂક્યા છે. વર્ષ 2015માં જ્યારે તેઓ સાવરકુંડલા નગરપાલિકાના પ્રમુખ હતા ત્યારે તેમની સામે લાંચ માગવાની ફરિયાદ કરતા એસીબીએ ગુનો દાખલ કર્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version