જળબંબાકાર પૂરમાં પણ આ વ્યક્તિએ કરી હિરોપંતી, પછી એવું ભોગવવાનું આવ્યું કે વાત દેશના PM સુધી પહોંચી

ઓસ્ટ્રેલિયાના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતી સર્જાઈ હતી. આ પૂરના કારણે ત્યાંની નદીઓના જળસ્તરમાં વધારા નોંધાયો હતો. આ સાથે જોવા મળ્યું હતું કે ચારે તરફ પાણી ફરી વળ્યુ છે. દેશના પૂર્વ કાંઠે સ્થિત ન્યુ સાઉથ વેલ્સની સ્થિતી તો નિયંત્રણની બહાર હોય તેવી બની ગઈ હતી. લોકોને પોતાનાં ઘર છોડીને સલામત સ્થળે સ્થળાંતર કરવા મજબૂર બનવું પડ્યું હતું. તે દરમિયાન પૂરને કારણે સર્જાયેલ વિનાશનો એક હૃદયસ્પર્શી વીડિયો હાલમાં સામે આવ્યો છે. જેમાં પાણીના જોરદાર પ્રવાહમાં અટકેલી કારને રમકડાની જેમ વહેતી જોઇ શકાય છે.

image source

ઓસ્ટ્રેલિયાની સરકાર આ દિવસોમાં અનેક પડકારોનો સામનો કરી રહી છે. ગયા સોમવારે જ ઓસ્ટ્રેલિયાની સંસદમાંથી બહાર આવેલા વીડિયોની આજે બધે ચર્ચાઓ થઈ રહી છે. આ વીડિયો વાયરલ થયાની સાથે જ સરકારની મુશ્કેલીમાં પણ વધારો થયો છે. સતત વરસાદને કારણે હજારો લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. આ સિવાય તેમની મદદ માટે રાહત કેમ્પો બનાવાયા છે. લોકો આ કેમ્પનો હાલમાં આશરો લેવા મજબૂર બન્યાં છે. આ સમયે જેમને તેમના વાહનો સાથે પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે તેઓને પણ ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.

image source

હાલમાં જ ઓસ્ટ્રેલિયાના પૂરગ્રસ્ત વિસ્તારમાંથી એક વીડિયો સામે આવ્યો છે જેનાથી લોકો ગુસ્સે થયા છે. વાયરલ થયેલા આ વીડિયો વિશે વધારે વાત કરીએ તો વીડિયોમાં જોઇ શકાય છે કે વરસાદની વચ્ચે પૂરનું પાણી રસ્તા પર આવી ગયું છે. પાણીનો પ્રવાહ એટલો ઝડપી છે કે તેને પાર કરવાની ભૂલ મૃત્યુ સમાન સાબિત થઈ શકે છે. પરંતુ આ તમામ બાબતોથી અજાણ હોય તેમ આ વ્યક્તિ પોતાની કાર સાથે રસ્તો ક્રોસ કરવાનો પ્રયાસ કરે છે જેના પછી તે મોટી મુશ્કેલીમાં ફસાઈ જાય છે તેવું વીડિયોમાં દેખાઇ રહ્યું છે.

image source

મળતી માહિતી મુજબ ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાને વીડિયો શેર કર્યો છે. આ ચિંતાજનક વીડિયોને તેમનાં ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર ચેતવણીના ભાગરૂપે લોકોને શેર કર્યો છે. વડાપ્રધાન સ્કોટ મોરીસન દ્વારા શેર કરવામાં આવેલ આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક કાર પૂરના પાણીની વચ્ચે અટવાઇ ગઈ છે. આ સમય દરમિયાન રસ્તા પરના અન્ય વાહનો પણ થોડાં થોડાં અંતરે ઉભા હોય તેવું દેખાઈ રહ્યું છે. કારને પાણીમાં અટવાયેલી જોઈ શકાય છે. એવું લાગે છે કે જાણે તે મજબૂત મોજાવાળા વહેણની સાથે રમકડાની જેમ વહી રહી છે.

image source

આ ઘટના ક્વીન્સલેન્ડની હોવાનું જાણવા મળે છે. પીએમ સ્કોટ મોરિસન લોકોને ચેતવણી આપી રહ્યા છે કે આવું જોખમ કોઈ પણ વ્યક્તિએ લેવું નહીં. પીએમ સ્કોટ મોરિસને કેપ્શનમાં લખ્યું છે કે તમારે ક્યારેય પૂરનાં પાણીમાં ન જવું જોઈએ. જો તમે જ્યાં છો ત્યાં પૂર આવે છે તો ત્યાંથી આગળ વધવાની તમે ભૂલ ન કરો. ત્યાં રોકાવું જ તમારાં માટે ફાયદાકારક રહેશે. આ ઘટનામાં સારી વાત એ છે કે કાર પૂરના પાણીમાં વહીને જતી રહે તે પહેલાં જ સલામત રીતે બહાર કાઢવામાં આવી હતી.

ઓસ્ટ્રેલિયાના ટ્રાન્સપોર્ટ ઓથોરિટીએ પણ આ જ વીડિયો શેર કર્યો છે અને કેપ્શનમાં લખ્યું છે કે ‘તમારે આ વીડિયો જોવો જોઈએ અને પરિસ્થિતિની ગંભીરતા પર ધ્યાન આપવું જોઈએ.’ આ વીડિયોને અત્યાર સુધીમાં 69 હજારથી વધુ વપરાશકર્તાઓ દ્વારા જોવામાં આવ્યો છે. ઘણા લોકોએ તેમની આ બાબતે પ્રતિક્રિયા પણ આપી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!