Site icon News Gujarat

મહંતનો આપત્તિજનક વીડિયો આવ્યો સામે, આરોપીએ યુવતી સાથે બાપુનો વીડિયો ઉતારી કહ્યું હતું કે..’ચાલો વીડિયો ઊતરી ગયો, હવે બહાર નીકળો’

રાજકોટના કાગદડી ગામના પાટિયા પાસે ખોડિયારધામ આશ્રમના મહંત જયરામદાસ બાપુના આપઘાતકેસ પરથી પોલીસે આખરે પડદો ઊંચકી લીધો છે. આ કેસમાં જયરામદાસ બાપુના ભત્રીજા અલ્પેશ સોલંકીએ જ હનીટ્રેપમાં ફસાવવા માટે યુવતીનો ઉપયોગ કર્યો હતો.

image source

તમને જણાવી દઈએ કે મહંતનો યુવતી સાથેનો એક આપત્તિજનક વીડિયો સામે આવ્યો છે. આ આપત્તિજનક વીડિયોમાં મહંતના ભત્રીજાનો જ હાથ હોવાની શંકા દેખાઈ રહી છે. ભત્રીજાએ જ યુવતી પાસે વીડિયો બનાવી બાપુને હનીટ્રેપમાં ફસાવ્યા હતા. વીડિયો બન્યા બાદ આરોપીએ કહ્યું હતું કે, ચાલો વીડિયો ઊતરી ગયો છે, હવે નીકળો.

image source

આ આપત્તિજનક વીડિયોમાં બાપુ સાથે જે યુવતી છે એને પોલીસને નિવેદન આપ્યું છે કે મહંત એને રાત્રે આશ્રમમાં રોકાય જવાનું  કહેતા રહેતા હતા. પણ હજી સુધી એ સ્પષ્ટ નથી થઈ શક્યું કે મહંત ક્યાં કારણોથી યુવતીને આશ્રમમાં રોકાવાનું કહેતા હતા. મહિલાએ આ અંગે મહંતના ભત્રીજા અલ્પેશને વાત કરતાં તેણે જ મહંત સાથે યુવતીનો વીડિયો ઉતાર્યો હતો. આરોપી વિક્રમ સોહલાએ મહંતને લાકડી દેખાડી તેના પુરાવા પણ મળ્યા છે.

આ ઉપરાંત મહંતનો આપઘાત છુપાવવા ટ્રસ્ટના અમુક હોદ્દેદારોનો પણ હાથ છે એવી લાગી રહ્યું છે. દેવ હોસ્પિટલે આપઘાતને બદલે હાર્ટ-અટેકથી મોત થયાનું સર્ટિફિકેટ આપતાં પોલીસ ડો.નિમાવતની પણ પૂછપરછ કરશે. હાલ પોલીસની ચાર ટીમ આ કેસમાં કામે લાગી છે. પોલીસે ખોડિયાર આશ્રમના 6 ટ્રસ્ટી સહિત 1 ડઝન લોકોની પૂછપરછ કરી છે તેમજ મહંતના અસ્થિ અને કપડાં સહિતની ચીજવસ્તુઓ જપ્ત કરી FSL દ્વારા ભેદ ઉકેલવા મથામણ કરી રહી છે.

image source

આપત્તીજનક વીડિયોમાં રહેલી મહિલાએ નિવેદન આપતાં જણાવ્યું હતું કે આરોપી અલ્પેશની મદદથી મહંત સાથે તેના રૂમમાં જતા  વીડિયો ઉતાર્યો હતો. વીડિયોની છેલ્લી 30 સેકેન્ડમાં ચાલો વીડિયો ઊતરી ગયો છે, હવે નીકળો એવું પણ કોઈ બોલતું હોય એવું સંભળાય છે. મહંતના મહિલા સાથેના આવા એક નહિ પણ 6 આપત્તિજનક વીડિયો છે.

મહંતને આત્મહત્યા માટે મજબૂર કરવાના ગુનામાં નાસી છૂટેલા આરોપીઓ અલ્પેશ, હિતેશ અને વિક્રમને પકડવા માટે પોલીસે તેમના ઘરે, વાડી, ફાર્મહાઉસ સહિતનાં સ્થળોએ દરોડા પાડ્યા છે તેમજ પરિવારજનોને બોલાવી તેમનું લોકેશન મેળવવા પૂછપરછ પણ હાથ ધરી છે. સમગ્ર બનાવની જાણ મોડે મોડે થઈ હોવાથી આરોપીઓ ગુજરાત બહાર ભાગી ગયા હોય એવી પણ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

image source

1 જૂનના રોજ રાજકોટના કાગદડી ગામના ખોડિયાર આશ્રમના મહંતનું મૃત્યુ થયું હતું પણ એ કુદરતી નહોતું. મહંતે તેના ભત્રીજા અને જમાઇ સહિત ત્રણ વ્યક્તિના ત્રાસથી કંટાળી આત્મહત્યા કરવાની વાત પોલીસ તપાસમાં સામે આવી હતી. મહંતના ભત્રીજા અને જમાઇએ બે વર્ષ પહેલાં મહંત પાસે બે યુવતીને છ વખત મોકલી તેનું વીડિયો શૂટિંગ કરી લીધું હતું અને તેના આધારે મહંતને બ્લેકમેઇલ કરી અત્યાર સુધીમાં રૂ.20 લાખ રૂપિયા પડાવ્યા હતા અને આશ્રમ પચાવી પાડવા માટે રાજકોટના એક વ્યક્તિની સાથે મળી દબાણ કરતા હતા જેના પરિણામે આખરે કંટાળીને મહંતે આપઘાત કર્યો હતો.

મહંતનું મૃત્યુ હાર્ટ-અટેકથી થયાનું જાહેર કરી હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર તેમની અંતિમવિધિ પણ કરી નાખવામાં આવી હતી. જો કે ઘટનાના બે દિવસ બાદ આશ્રમના ઉપરના રૂમમાંથી મહંત જયરામદાસે લખેલી 20 પાનાંની સુસાઇડ નોટ મળી આવી હતી. એ સુસાઇડ નોટ પોલીસને મળતાં કુવાડવાના પીઆઇ એન.એન.ચૂડાસમા સહિતના સ્ટાફે તપાસ કરતાં જયરામદાસનું મૃત્યુ કુદરતી રીતે નહીં, પરંતુ તેમણે આપઘાત કર્યાનું સામે આવ્યું હતું.

image source

મહંતના રૂમમથી મળેલી સુસાઇડ નોટના આધારે આશ્રમના ટ્રસ્ટી રામજીભાઈ જેશાભાઇ લીંબાસિયાએ કુવાડવા પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી, જેમાં આરોપી તરીકે અલ્પેશ સોલંકી, હિતેષ જાદવ અને રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા વિક્રમ દેવજી સોહલાનાં નામ આપ્યાં હતાં. તેમને ફરિયાદમાં જણાવ્યું હતું કે જયરામદાસ 17 વર્ષથી ઉપરોક્ત આશ્રમમાં રહેતા હતા અને આશ્રમના ટ્રસ્ટમાં તેના કૌટુંબિક ભત્રીજા અલ્પેશ અને તેના બનેવી હિતેષને ટ્રસ્ટી બનાવ્યા હતા. બે વર્ષ પહેલાં આ સાળા અને બનેવીએ મહંત પાસે છ વખત બે યુવતીને મોકલી હતી અને જયરામદાસ તથા યુવતીઓનો છ વખત વીડિયો ઉતારી લીધો હતો વીડિયો ઉતાર્યા પછી અલ્પેશ, હિતેશ અને તેનો મિત્ર વિક્રમ સોહલા જયરામદાસને વીડિયો જાહેર કરી બદનામ કરવાની ધમકી આપી એમની પાસેથી પૈસા પડાવતા હતા. બે વર્ષમાં આરોપીઓએ મહંત પાસેથી 20 લાખ જેવી રકમ પડાવી લીધી હતી અને હવે આશ્રમ પર કબજો જમાવવા મહંત પર દબાણ કરતા હતા, જેના કારણે તેમના ત્રાસથી કંટાળી મહંતે આપઘાત કરી લીધો હતો. પોલીસે ગુનો નોંધી ત્રણેયની શોધખોળ શરૂ કરી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : દિવ્યભાસ્કર )

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version