પ્રેમની આડમાં માસુમ બાળક હોમાય ગયું, બાળક સાથે આરોપી 100-200 રૂપિયાનો વહીવટ કરતો અને પછી એક દિવસ…..

હાલમાં જબલપુરના બેલખેડા વિસ્તારનાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહી જુગપુરા વિસ્તારમાંથી ગુમ થયેલ 10 વર્ષના છોકરાની લાશ નર્મદા નદી પરના મુરચ ઘાટ જે નરસિંહપુરમાં આવેલ છે ત્યાંથી પોલીસે શોધી હતી. પોલીસે બાળકની હત્યાના આરોપમાં 15 વર્ષીય સગીરને પકડી પાડ્યો છે. પ્રેમ પ્રકરણને છુપાવવા માટે આ હત્યાં થઈ હોય તેવું લાગી રહ્યું છે. મૃત્યું પામેલ આ બાળકનું નામ રાજા છે. આ હત્યા પાછળના કારણ અંગે જાણવા મળી રહ્યું છે કે આરોપી હત્યા થયેલા સગીર રાજાની બહેન સાથે પ્રેમ સબંધ હતો. જેના વિશે રાજાને ખબર પડી ગઈ હતી.

image source

આ સ્થિતિમાં રાજા આરોપીના પ્રેમ સંબંધની વાત તેના માતા-પિતાથી છુપાવવાના બદલામાં પૈસાની માંગ કરતો હતો. તેના પ્રેમ સંબંધ વિશે રાજા કોઈને કહી ન દે તે માટે આરોપી પણ તેને 100-200 રૂપિયા આપતો હતો. તેમજ આરોપીનો મોબાઈલ પણ રાજા વાપરતો હતો. આ રીતે વારંવાર પૈસા અને મોબાઈલની માંગથી કંટાળ્યા બાદ આરોપી રાજાની હત્યા કરી નાખી હતી. મળતી માહિતી મુજબ આરોપીએ વાંસથી રાજાના માથા પર હુમલો કર્યો અને રાજાની હત્યા કરી હતી. ત્યારબાદ નદીમાં તેના મૃતદેહને ફેંકી દીધો હતો. હવે પોલીસે આ મૃતદેહને શોધી કાઢ્યો છે અને આવતીકાલે મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરવામાં આવશે. ત્યારબાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે.

image source

જાણવા મળી રહ્યું છે કે મૃતક રાજા છેલ્લા 8 દિવસથી ગુમ હતો. પોલીસ તેને શોધવાનો પ્રયાસ કરી રહી હતી. પરિવારે જણાવ્યું હતું કે રાજા તેની માતાને બોલાવવા માટે તેના પાડોશી કાકાના ઘરે જવા નીકળ્યો હતો પણ પાછો ફર્યો નહીં. પરિવારજનોની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી બાળકની શોધખોળ શરૂ કરી હતી. ઘણી શોધખોળ કર્યા પછી પણ જ્યારે રાજા વિશે કઈ જાણકારી ન મળી શકી ત્યારે પોલીસને આ બાળકની હત્યાં કરવામાં આવી છે તેવી શંકા થઇ હતી. આ પછી પોલીસે નજીકની નદી-નાળાઓમાં પણ શોધખોળ ચાલુ કરી હતી.

image source

આ પછી પણ જ્યારે બાળક વિશે કઈ માહિતી ન મળી ત્યારે કોંગ્રેસના સ્થાનિક ધારાસભ્ય સંજય યાદવે પોલીસની કામગીરી પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા હતા. ધારાસભ્યએ એક વીડિયો અપલોડ કરતાં કહ્યું હતું કે વિસ્તારમાં ગેરકાયદેસર દારૂ, જુગાર અને શરત લગાવવાની પ્રવૃત્તિઓ સતત વધી રહી છે અને પોલીસ હજુ હાથ પર હાથ ધરીને બેઠી છે. વધતા જતા દબાણને જોઈને પોલીસ અધિક્ષક સિદ્ધાર્થ બહુગુણાએ બાળકના મોત વિશે માહિતી આપનાર વ્યક્તિને 5000 રૂપિયા ઇનામની પણ જાહેરાત કરી હતી. હવે જોવાનું રહ્યુ કે આવા ગંભીર કેસને ધ્યાનમાં લઈને પોલીસ શું પગલાં લે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!