Site icon News Gujarat

લેડી ટીચરે પોતાના ક્લાસમાં ભણતાં 13 વર્ષના સ્ટુડન્ટ સાથે લગ્ન કર્યા ! જાણો ક્યાંની છે આ ઘટના

જાલંધરની એક સ્કુલની મહિલા શિક્ષિકાએ પોતાના ૧૩ વર્ષના વિદ્યાર્થીની સાથે લગ્ન જબરદસ્તી લગ્ન કરી લેવાનો વિચિત્ર કેસ સામે આવ્યો છે. જાલંધર શહેરના બાવા ખેલ વિસ્તારમાં થયેલ આ ઘટનાને લઈને જણાવવામાં આવી રહ્યું છે કે, સ્કુલના ટીચરના લગ્ન થવામાં વિલંબ થઈ રહ્યો હતો, એટલા માટે આ સ્કુલ ટીચરએ અંધવિશ્વાસના લીધે આ પગલું ભર્યું. ટીચરને લાગતું હતું કે,આમ કરવાથી તેમનો માંગલિક દોષ દુર થઈ જશે. નાબાલિગ વિદ્યાર્થીના પરિવારના સભ્યો તરફથી પોલીસમાં ટીચરની વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

image source

ફરિયાદ મુજબ, ટીચરએ વિદ્યાર્થીને ટ્યુશનની લાલચ આપીને ૬ દિવસ સુધી પોતાના ઘરે અટકાવી રાખ્યો અને લગ્ન કરી લીધા. જો કે, આ લગ્ન ફક્ત પ્રતીકાત્મક હતી. વિદ્યાર્થીના પરિવારની આર્થિક સ્થિતિ નબળી છે. ટીચરે વિદ્યાર્થીને ભણવામાં મહેનત કરવા માટે તેને કેટલાક દિવસ પોતાના ઘરે આવવા માટે કહ્યું. વિદ્યાર્થીના પરિવારના સભ્યો એના માટે તૈયાર થઈ ગયા.

image source

પોલીસમાં નોંધાવવામાં આવેલ ફરિયાદમાં એવું કહેવામાં આવ્યું છે કે, વિદ્યાર્થીને ૬ દિવસ સુધી જબરદસ્તી રોકી રાખીને લગ્નના તમામ રીત- રીવાજો પુરા કરવામાં આવ્યા. વિધિવત રીતે હલ્દી- મહેંદી મુકવામાં આવી અને સુહાગરાતનું નાટક પણ કરવામાં આવ્યું, ત્યાર બાદ પંડિતના કહેવા મુજબ બંગડીઓ તોડીને વિધવા બનવાનું નાટક પણ રચવામાં આવ્યું. એટલું જ નહી, ત્યાર બાદ વિધિવત એક શોક સભાનું પણ આયોજન કરવામાં આવ્યું.

image source

લગ્નના રીત- રીવાજો પુરા થઈ ગયા પછી વિદ્યાર્થીને તેના ઘરે મોકલી દેવામાં આવ્યો. વિદ્યાર્થીએ પરિવારના સભ્યોનો આરોપ છે કે, તેની પાસે ટીચર અને તેમના પરિવારના સભ્યોએ ઘરના કામ પણ કરાવ્યા. વિદ્યાર્થીના ઘરે પરત ફર્યા પછી પરિવારના સભ્યોને પોતાની આપવીતી સંભળાવી.

આ બધું જાણ્યા પછી પરિવારના સભ્યો ભડકી ગયા અને તેમણે બસ્તી બાવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી દીધી છે. જો કે, આરોપી ટીચર અને તેને સલાહ આપનાર પંડિત પોલીસ સ્ટેશન પહોચી ગયા અને કેસને દબાવવાનો પ્રયત્ન કર્યો. વિદ્યાર્થીના પરિવારના સભ્યોએ ફરિયાદ પાછી પણ લઈ લીધી. પરંતુ જયારે આ કેસની જાણકરી ઉચ્ચ પોલીસ ઓફિસર્સ સુધી પહોચી જાય છે તો તાત્કાલિક તપાસ કરવાના આદેશ આપી દેવામાં આવ્યા.

image source

જાલંધરના ડીએસપી ગુરમીત સિંહનું માનવું છે કે, આવી રીતે કરવામાં આવેલ લગ્ન હોય છે અને કેસ પોલીસ વિભાગના ધ્યાનમાં છે. તેમણે કહ્યું છે કે, તેઓ આ કેસની તપાસ કરાવી રહ્યા છે કેમ કે, પરિવારના સભ્યોની મંજુરી વગર બાળકને ખોટી રીતે ઘરમાં અટકાવી રાખવો ગુનો છે, લગ્ન ભલેને પ્રતીકાત્મક હોય પરંતુ નાબાલિગની સાથે લગ્ન કરવાએ ગેરકાનૂની છે.

image source

ત્યાં જ આરોપી ટીચર અને તેમના પરિવારના સભ્યોએ પોલીસ કર્મીઓને જણાવ્યું છે કે, ઘણા લાંબા સમયથી યુવતીના લગ્ન થઈ રહ્યા હતા નહી. જયારે આ બાબતે પંડિતજી સાથે વાત કરવામાં આવી તો તેમણે જણાવ્યું કે, માંગલિક દોષ છે જેના લીધે લગ્ન નથી થઈ રહ્યા.એટલા માટે એક પ્રતીકાત્મક લગ્ન કરીને દોષ દુર કરવાનો રહેશે. ટીચર અને તેમનો પરિવાર આ પંડિતની સલાહ માનીને મુસીબતમાં ફસાઈ ગયા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version