Site icon News Gujarat

1998 પછી ફરી વાવાઝોડાએ અમદાવાદને હચમચાવી નાંખ્યું, જોઇ લો વિનાશના ભયંકર દ્રશ્યો

તાઉ તે વાવાઝોડાએ સૌરાષ્ટ્ર વિસ્તાર બાદ અમદાવાદ શહેરને સૌથી વધારે પ્રભાવિત અસર કરી હતી. વર્ષ ૧૯૯૮ પછી અમદાવાદ માંથી કોઈ વાવાઝોડું પસાર થયું છે. તાઉ તે વાવાઝોડાના લીધે અમદાવાદ શહેરમાં ૬ ઇંચ જેટલા વરસાદની સાથે સાથે ૬૦ થી ૮૦ કિમી પ્રતિકલાકણી ઝડપે પવન ફૂંકાઈ રહ્યા હતા. જેના પરિણામ સ્વરૂપે અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારોમાં હોર્ડિંગ્સ નીકળીને નીચે પડી ગયા એટલું જ નહી, ઘણા બધા વૃક્ષો પણ જમીનદોસ્ત થઈ ગયા છે. તાઉ તે વાવાઝોડાના લીધે અમદાવાદમાં જ ફક્ત ૧ હજાર જેટલા વૃક્ષો પડી ગયા છે અને ભારે વરસાદના પરિણામે અમદાવાદના 3 વિસ્તારોમાં રોડ બેસી ગયા છે. જયારે અમદાવાદના પાલડી વિસ્તારમાં એક મકાનની છત ધરાશાયી થવાથી એક વ્યક્તિનું મોત થઈ ગયું છે. અમદાવાદમાં વાવાઝોડાના લીધે વાસણા બેરેજના ૬ દ્વાજા ખોલી દેવામાં આવ્યા છે અને હવેના સમયમાં થતા નુકસાનને પહોચી વળવા માટે તંત્ર દ્વારા કામગીરી શરુ કરી દેવામાં આવી છે.

અમદાવાદ શહેરમાં તાઉ તે વાવાઝોડાનો તરખાટ.

image source

તાઉ તે વાવાઝોડુ સૌરાષ્ટ્ર વિસ્તાર બાદ અમદાવાદ શહેરમાં તેની સૌથી વધારે અસર જોવા મળી હતી. તાઉ તે વાવાઝોડુંએ સૌરાષ્ટ્ર વિસ્તારમાં વિનાશ વેર્યા બાદ હવે અમદાવાદ શહેરમાં આવી પહોચ્યું હતું. તેમ છતાં તાઉ તે’ વાવાઝોડાની ઝડપમાં ઘટાડો થઈ ગયો હતો, તેમછતાં અમદાવાદ શહેરમાં ઘણી બધી જગ્યાઓએ હોર્ડિંગ્સ હવામાં ઉડી ગયા હતા. કેટલાક વિસ્તારમાં તો ઘરના પતરા પણ કાગળની જેમ હવામાં ઉડી રહ્યા હતા. જયારે કેટલાક વિસ્તારોમાં વૃક્ષો પડી જવાના લીધે રસ્તાઓ બંધ થઈ ગયા હતા. અમદાવાદ શહેરમાં પરિમલ ગાર્ડન અને કાંકરિયા વિસ્તારમાં વધારે નુકસાન થયું છે.

વાવાઝોડાના કરને ગુજરાત રાજ્યમાં ૧૯ વ્યક્તિઓના મૃત્યુ થઈ ગયા.

image source

સતત બે દિવસ સુધી તાઉ તે વાવાઝોડાએ સમગ્ર ગુજરાત રાજ્યમાં વિનાશ વેર્યો હતો, આ વિસ્તારોમાં સૌરાષ્ટ્ર અને મધ્ય ગુરતના વિસ્તારોમાં ભારે તારાજી સર્જાઈ છે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં ખેતરમાં પાકને ખુબ જ નુકસાન થયું છે. ત્યાં જ અમદાવાદ સુધીના ગુજરાત રાજ્યના ઘણા જિલ્લાઓમાં માલ- મિલકતનું ઘણું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. ગુજરાત રાજ્યમાં તાઉ તે વાવાઝોડાના લીધે ૧૯ વ્યક્તિઓએ પોતાનું જીવન ગુમાવી દીધું છે, ત્યાં કેટલાક વ્યક્તિઓ ગુમ થઈ ગયા હોવાની પણ માહિતી મળી રહી છે.

ગુજરાત રાજ્યમાં તાઉ તે વાવાઝોડાએ વિનાશ વેર્યો.

image source

ગુજરાત રાજ્યમાં વાવાઝોડાના લીધે ઘણા બધા પશુઓ અને પક્ષીઓના મૃત્યુ થઈ ગયા હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ગુજરાતમાં ૬૦ હજાર કરતા વધારે વૃક્ષો જમીનદોસ્ત થઈ ગયા છે જયારે ૭૦ હજાર કરતા વધારે વીજળીના થાંભલા પણ પડી ગયા હતા.

જયારે ૧૬ હજાર કરતા વધારે કાચા અને પાકા મકાનો તૂટી ગયા છે અને ૨૦૦ કરતા વધારે રસ્તાઓને નુકસાન થયું છે. તેમજ ૨૦૦ કરતા વધારે ટ્રાન્સફોર્મર પણ બગડી ગયા હતા.

મહુવામાં જોવા મળ્યો મહાવિનાશ.

image source

તાઉ તે વાવાઝોડાએ ગુજરાત રાજ્યના જે જે સ્થાનોએ સૌથી વધારે સંકટ તોળાઈ રહ્યું હતું તેમાં ભાવનગર જીલ્લાનું મહુવા ગામ પણ સામેલ હતું. ભાવનગરમાં મહુવા શહેરની સાથે સાથે તેની આસપાસ આવેલ ગામડાઓમાં પણ મોટાપાયે વિનાશ થયો છે.

ભાવનગરમાં ભારે પવન ફુંકાવાની સાથે સતત વરસાદ અને ૧૨૦ કી મી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાઈ ર્હ્યોર્હ્યો હતો. આટલા ઝડપી પવનના લીધે ઘણા બધા હોર્ડિંગ્સ અને વ્રુક્ષો ધરાશાયી થઈ ગયા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version