લોકો ટપોટપ મરી રહ્યા છે અને હોસ્પિટલની નર્સે આદર્યું આવું કામ, BFએ પણ માનવતા નેવે મૂકીને આપ્યો સાથ સહકાર

કોરોનાનાં આ બીજા સ્ટ્રેનમાં વાયરસનાં લક્ષણો બદલાયેલા જોવા મળ્યાં છે. નવા નોંધાતાં મોટા ભાગનાં કેસોમાં દર્દીઓને શ્વાસની તકલીફ જોવા મળી રહી છે. આ જ કારણે આખા દેશમાં ઓક્સિજન અને રેમડેસિવિર ઈન્જેક્શનની માંગ વધી છે. સંક્રમણનાં આ કાળ વચ્ચે મધ્યપ્રદેશમાં રેમડેસિવિર ઈન્જેક્શનને લઈને પ્રેમી-પ્રેમિકાની વિચિત્ર કહાની સામે આવી છે. મળતી માહિતી મુજબ ભોપાલની જેકે હોસ્પિટલની નર્સ કોરોના દર્દીઓને નોર્મલ ઈન્જેક્શન લગાવીને રેમડેસિવિર ચોરી લેતી હતી અને પોતાના પ્રેમી દ્વારા એને બ્લેકમાં વેચતી હતી.

image source

આ વાત બહાર આવતાં વાયુ વેગે ફેલાઈ ગઈ હતી. ઇન્જેક્શન માટે લોકો એક તરફ લાઈનો લગાવી રહ્યાં છો તો બીજી તરફ કાળાં બજારને લઈને જ્યારે કોલાર પોલીસે એક યુવકને ઝડપી લીધો ત્યારે આ અજીબ પ્રેમની કહાનીનું સત્ય બહાર આવ્યું. પોલીસે કહ્યું હતું કે ગિરધર કોમ્પ્લેક્સ, દાનિશકુંજના રહેવાસી ઝલકન સિંહની પ્રેમિકા શાલિની જેકે હોસ્પિટલની નર્સિંગ કર્મચારી છે. જાણવા મળ્યું છે કે હવે આ આરોપી નર્સ અત્યારે ફરાર થઈ ગયાં છે. પરંતુ પોલીસ તે અંગે હવે તપાસ હાથ ધરી છે.

image source

આ પછી જ્યારે આરોપીને આ અંગે પૂછપરછ કરવામાં આવી ત્યારે આરોપીએ જણાવ્યું હતું કે તેની પ્રેમિકા ઈન્જેક્શન બદલીને તેને આપતી હતી. તેણે કહ્યું કે ફે રેમડેસિવિરને બદલે બીજું નોર્મલ ઈન્જેક્શન દર્દીને લગાવી દેતી હતી અને પછી અસલી ઈન્જેક્શન છુપાવીને તેને આપી દેતી હતી. આગળ વાત કરતાં તેણે કહ્યું કે આ ઈન્જેક્શન તે 20થી 30 હજારમાં વેચતો હતો. આરોપીએ વધુમાં કહ્યું હતું કે તેણે જેકે હોસ્પિટલના ડોક્ટર શુભમ પટેરિયાને પણ 13 હજાર રૂપિયામાં ઈન્જેક્શન વેચ્યું છે અને જેનું પેમેન્ટ પણ તેને લઈ લીધું છે. તેણે ઓનલાઈન જ પેમેન્ટ લઈ લીધું હતું.

image source

આ પછી એ વાત પણ સામે આવી હતી કે પરિવારજનોએ અધિકારીઓને આની જાણ કરી હતી અને જેકે હોસ્પિટલમાં એડમિટ એક દર્દીના પરિવારજન સાથે ઝલકને ઈન્જેક્શનનો સોદો કર્યો હતો. આ સાથે જાણવા મળ્યું હતું કે જ્યારે તે આ રીતે બ્લેકમાં ઇન્જેક્શન વેચી રહ્યો હતો ત્યારે કિંમત અંગે ખેંચતાણ થતી રહી અને આ દરમિયાન દર્દીનું મોત થઈ ગયું હતું. આ બાદ તેના આવા કામથી દર્દીનાં પરિવાર જનો ખુબ નારાજ થયાં હતાં. પરિવારજને રેમડેસિવિરનાં કાળાં બજારનાં તેનાં તમામ કામ વિશેની જાણ ગુપ્ત રીતે પોલીસ અધિકારીઓને કરી.

image source

આ પછી ઝલક પર સતત નજર રાખવામાં આવતી હતી અને એક દિવસ તેને પકડી લેવામાં આવ્યો હતો. તેને જે સમયે પકડ્યો ત્યારે તેના ખિસ્સામાં ઈન્જેક્શન હોવાનો નક્કર પુરાવો મળ્યો હતો જેથી પોલીસ દ્વારા તત્કાળ તેને ઘેરી લઈને તેની ધરપકડ કરી લીધી હતી. મળતી માહિતી મુજબ હવે પોલીસે નિયમો મુજબ આરોપી વિરુદ્ધ આઈપીસીની કલમ 389, 269, 270 સહિત અન્ય કલમોમાં કેસ નોંધીને ધરપકડ કરી છે. આ મામલે અન્ય આરોપી શાલિની વર્માની શોધખોળ ચાલુ છે.

image source

આ કેસ અંગે ડીઆઈજી ઈરશાદ વલીએ કહ્યું કે જીવનરક્ષક ઈન્જેક્શનનાં કાળાં બજાર રોકવા માટે આકરાં પગલાં ઉઠાવાઈ રહ્યાં છે. શહેરમાં આવા કિસ્સામાં ધરપકડ કરવામાં આવે છે અને આવા તમામ આરોપીઓ સામે કાનૂની પગલાં લેવામાં આવશે. આ સાથે તેની પ્રેમિકા જે ફરાર છે તેની પણ શોધ ચાલી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *