Site icon News Gujarat

વિરમગામમાં ખરેખર જબરા ખેલ થઈ ગયા, ફૂલેકામાં આખું ગામ નાચ્યું અને ગુનો માત્ર ઘોડાના માલિક સામે જ નોંધાયો

લગ્નમાં વરઘોડો કાઢવો એ એક સમયે પ્રથા હતી જ્યારે હવે ફેશન બની ગઈ છે. ત્યારે હાલમાં કોઈ વરઘોડો કાઢે કો કોઈ ન કાઢે એ પ્રકારે સિસ્ટમ ચાલી રહી છે. ત્યારે હાલમાં વિરમગામામાં એક અનોખી જ માહિતી સામે આવી રહી છે અને લોકો વચ્ચે ચર્ચાઈ રહી છે. વિરમગામ તાલુકાના નળ કાંઠા વિસ્તારના નભોઈ ગામે આરોપી ઘોડા માલિક રેવાભાઇ કાળાભાઈ કુમારખાણીયાએ હાલમાં કોરોના વાઇરસના ઝડપી સંક્રમણને કારણે સરકાર દ્રારા નોવેલ કોરોના વાયરસ નીમિતે ચેપ લાગતો અટકાવવા માટે એક જાહેરનામું બહાર પાડ્યું હતું. આ બાબતે જિલ્લા મેજીસ્ટ્રેટે જાહેરનામુ જાહેર કર્યું હોવા છતાં નભોઇ ગામના પાંચાભાઇ છનાભાઇ જમોડની દિકરી ભારતીબેનના લગ્ન પ્રસંગમાં ઘોડા ઉપર વરઘોડો કાઢવામાં આવ્યો હતો.

image source

આ સમગ્ર બાબતમાં ડખો એ થઈ ગયો કે વરઘોડો કાઢી લીધા બાદ યોગ્ય સેનેટાઈઝરની વ્યવસ્થા ન કરી તેમજ સોશિયલ ડિસ્ટન્સ પણ જાળવવામાં ન આવ્યો અને જાહેરનામાનો ભંગ થયો. જેના કારણે ગુનો કર્યા બાબતની ફરિયાદ વિરમગામ રૂરલ પોલીસ દ્વારા દાખલ કરવામાં આવી છે. જો કે પછી જે થયું એ ખરેખર અજૂગતું કહી શકાય. કારણ કે ફરિયાદ દાખલ થયા બાદ ત્યારે રાજકીય દબાણને લઈને નભોઈ ગામે કોરોના મહામારી અંગેના જાહેરનામા વિરુદ્ધ મજાહેરમાં ભીડ એકઠી કરી કન્યાનું ઘોડા ઉપર ફુલેકુ ફેરવવાનું મામલો દબાવી દેવામાં આવ્યો. લગ્ન પ્રસંગ યોજનારા વિરુદ્ધ ગુનો નોંધવાના બદલે પોલીસે માત્ર ઘોડાના માલિક વિરુદ્ધ ગુનો નોંધી સંતોષ માની લેતા હવે આ વાત ચારેકોર ફેલાઈ ગઈ છે અને પોલીસની કામગીરી પર પણ સવાલ ઉઠાવવામાં આવી રહ્યાં છે.

image source

આ માત્ર કોઈ સુત્રો દ્વારા મળેલી વાત નથી. વિરમગામ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ વોટસ એપના માધ્યમથી નભોઇ ગામનો લગ્ન પ્રસંગનો વીડિયો પણ વાયરલ થયો છે અને જેના કારણે જ સમગ્ર હકીકત બહાર આવી હતી અને ભાંડો ફૂટ્યો હતો. જેના કારણે નભોઇ ગામે જઈ ખરાઇ કરતા આ વાયરલ વીડિયો પાંચાભાઇ છનાભાઇ જમોડની દિકરી ભારતીબેનના તા.20 મેના રોજ લગ્નનો હોવાનું જાણવા મળ્યું હતું. મળતી માહિતી પ્રમાણે નભોઇ ગામના પાંચાભાઇ છનાભાઇ જમોડની દિકરી ભારતીબેનના લગ્ન પ્રસંગમાં પોતાના ઘોડા ઉપર વરઘોડો કાઢી સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરાવવાની જવાબદારી રેવાભાઇ કાળાભાઇ કુમરખાણીયાની હોવા છતાં તેનો ભંગ કર્યો હતો.

image source

ઉલ્લેખનીય છે કે હાલમાં કોરોનાના ઘણા કેસો નોંધાયા છે તેમજ હાલમા ગુજરાત રાજ્ય તેમજ અમદાવાદ શહેરમાં પણ આ નોવેલ કોરોના વાયરસના ઘણાબધા કેસો નોંધાયેલ હોઇ અને સરકાર તરફથી આ વાઇરસને ફેલાતો અટકાવવા સારૂ તા.18/5/2021ના રાત્રીથી તા.28/5/2021 સુધી સવારે 6 વાગ્યા સુધીના કરફ્યુંનું જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. જો કે તેમ છતાં આવા સીન જોવા મળ્યા હતા. ગુજરાતમાં શનિવારે 3,844 લોકો કોરોના પોઝિટિવ જોવા મળ્યા. 9,327 લોકો સ્વસ્થ થયા અને 89 લોકો મૃત્યુ પામ્યા. અત્યાર સુધીમાં 7.60 લાખ લોકો મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાંથી 6.91 લાખ સાજા થયા છે, જ્યારે 7,483 લોકો મૃત્યુ પામ્યા છે. અહીં 62,053 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version