કમાલની ઓફર, અહીં 55 લાખના મકાન ખરીદવાની સાથે મળશે પત્ની ફ્રીમાં

દેશમાં અનેક ઘટનાઓ એવી બને છે જેમાં તમે ઉફ કે ના હોય, કે પછી હેં ખરેખર જેવા ઉદ્ગાર કરી બેસો. આજે અમે આપને એક એવો કિસ્સો જણાવીશું જેમાં તમે મકાન ખરીદવાની સાથે જ તમે પત્ની પણ ફ્રીમાં મેળવી શકશો.

image source

ઈન્ટરનેટ પર અનેક જાહેરાતો જોવા મળતી હોય છે. આ સાથે 2 બેડરૂમ, 2 બાથરૂમ, એક પાર્કિંગની સ્પેસ, એક રસોડું, એક હોલ વગેરે જગ્યાઓ પણ મેળવી શકો છો. એક ઘર જેને વેચવાનું છે. પરંતુ સાથે મળી રહેલી ઓફર પણ તમારા માટે કમાલની બની શકે છે. અહીં જે વ્યક્તિની વાત થઈ રહી છે તેનું નામ છે વિના લિયા. તેની ઉંમર 40 વર્ષની જણાવવામાં આવી રહી છે. આ મહિલા પોતાનું સલૂન પણ ચલાવે છે.

image source

અનેક ઓફરની વાત કરીએ તો હાલમાં ઈન્ડોનેશિયામાં ઘર વેચવાની એક ઓફર વાયરલ થઈ રહી છે. એક મહિલાએ પોતાના ઘરને વેચવાની ઓફર આપી છે જે વાયરલ થઈ રહી છે. ઓફરમાં મકાનની કિંમત 55 લાખની રાખવામાં આવી છે અને સાથે મહિલાને પણ પત્નીના રૂપમાં સ્વીકારવાની રહેશે. આ ઓફર વાયરલ થઈ રહી છે. જે ઓફર મળી રહી છે તેનાથી લાગી રહ્યું છે કે આ મહિલાનું મકાન જલ્દી જ વેચાઈ જશે.

ઘર માટેની ઓફરમાં કહેવાઈ છે ખાસ વાત

image source

ઘર વેચનારે જાહેર ખબરમાં કહ્યું છે કે તમે ઘર ખરીદો છો તો તમે ઘરની માલિકને લગ્ન માટે પ્રસ્તાવ આપી શકો છો. ઘરની જાહેરખબર સાથે તેની માલિક વિના લિયાનો ફોટો પણ શેર કરવામાં આવી રહ્યો છે. તેમાં ઉલ્લેખ પણ છે કે આ મહિલાનો પતિ મૃત્યુ પામ્યો છે. ઘર માટે જે ઓફર આપવામાં આવી રહી છે તેમાં કેટલીક શરતો પણ રાખવામાં આવી છે. ઓફરમાં કહેવાયું છે કે જે લોકો ખરેખર આ ઘર ખરીદવા ઈચ્છે છે અને સાથે વિના લિયા સાથે લગ્નના પ્રસ્તાવમાં રસ ધરાવે છે તેઓએ જ સંપર્ક કરવો. ઘરને વેચવાની ઓફરમાં ઘરની કિંમત 55 લાખ એટલે કે 75000 ડોલર નક્કી કરાઈ છે. તેને વેચવા માટે રાખવામાં આવ્યું છે.

image source

ઈન્ડોનેશિયાના આ ઘરના વેચાણની ઓફરને આખા દેશમાં ફેલાવવામાં જરાય સમય લાગી રહ્યો નથી. સામાન્ય માણસની સાથે પોલીસ પણ આ જાહેરખબરનની ઓફર વાંચીને આશ્ચર્ય અનુભવી રહી છે. પોલીસે પહેલા તો આ વિચિત્ર ઓફરની ખરાઈ કરવાનું પણ વિચાર્યું અને ત્યારે એક વાત એ પણ સામે આવી કે આ જાહેર ખબરનો વિચાર તેનો પોતાનો ન હતો. તેણે મકાન વેચવા માટે એક મિત્ર જે પ્રોપર્ટી એજન્ટનું કામ કરે છે તેની મદદ લીધી હતી. મકાનના ખરીદદાર શોધવામાં અને પતિને પણ શોધવામાં તેણે મદદ કરી. પરંતુ મકાનના ઓનર શોધવા અને એક સારા પતિ શોધવામાં ફરક હોય છે. આ બંને ઓફરને એક સાથે રાખવામાં આવી છે તે જરા મુશ્કેલ લાગી રહ્યું છે. તેની આ ઓફરને લોકો સુધી પહોંચાડવામાં તેના મિત્રોએ તેની મદદ કરી અને હાલમાં આ ઓફર આગની જેમ ફેલાઈ રહી છે.

image source

મકાન માલકિન વિના લિયાનું કહેવું છે કે મેં મારા પ્રોપર્ટી એજન્ટનું કામ કરનારા મિત્રને કહ્યું કે મારે મારા ઘર માટે કોઈ ખરીદનાર ઘરાક જોઈએ છે અને તે વિધુર હોય તે પણ જરૂરી છે. જે ઘર ખરીદવા ઇચ્છુક હોય તે જ લોકો મારો સંપર્ક કરે. હું પણ પતિની શોધમાં છું અને વિધવા છું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *