ભારે કરી, થાઈલેન્ડના એક શોપિંગ મોલમાં ઘુસી ગઈ 9 ફુટ લાંબી ગરોળી, લોકોના જીવ થઇ ગયા અધ્ધર, જોઇ લો વિડીયો

માની લો કે તમે કોઈ મોલમાં ચીજવસ્તુ ખરીદવા માટે ગયા છો અને અચાનક જ તમારી સામે ડાયનાસોર જેવી દેખાતી મોટી ગરોળી આવી જાય તો ? આવી સ્થિતિમાં તમે શું કરો ? સ્પષ્ટ છે કે અમુક લોકોને તો ભીંતમાં ચોંટેલી જોવા મળતી નાની ગરોળીથી પણ ડર લાગવા લાગે છે ત્યારે ઉપર જણાવી તેવા આકારની ગરોળી જોવા મળે તો તો સૌથી પહેલા મોં માંથી ભયંકર ચીસ નીકળી જાય અને ત્યારબાદ જમણો પગ ક્યારે ઉપડ્યો અને ડાબો પગ ક્યારે ઉપડ્યો એ પણ ખબર ન રહે એટલે કે આપણું મગજ કહે તે પહેલાં જ દોડવા લાગીએ.

image source

આ વાતતો થઈ એક કલ્પનાની પરંતુ આ કલ્પના પણ એક હકીકતના આધારે કલ્પવામાં આવી છે. થાઈલેન્ડ દેશમાં તાજેતરમાં જ ઉપર જણાવ્યું તેવો બનાવ વાસ્તવિક્તામાં બનવા પામ્યો હતો. અને આ ઘટના જ્યારે ઘટી ત્યારનો એક વિડીયો પણ હાલ સોશ્યલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

image source

જ્યારથી ખાસ કરીને મોટા શહેરોમાં શોપિંગ મોલ કલ્ચર શરૂ થયું છે ત્યારથી લોકોની સુવિધામાં વધારો થયો છે. લોકો હવે એર કન્ડિશનરથી ઠંડા શોપિંગ મોલમાં ફરતા ફરતા માલસામાનની ખરીદી કરે છે. અને વળી, શોપિંગ મોલમાં તેને કોઈ નિશ્ચિત વિષયનો જ નહીં પરંતુ મોટાભાગનો ઘર વપરાશનો માલસામાન મળી રહે છે. શોપિંગ મોલમાં સામાન્ય રીતે માણસો જ શોપિંગ કરવા જાય છે પરંતુ થાઈલેન્ડના એક મોલમાં મોટી ગરોળી પણ શોપિંગ કરવા પહોંચી ગઈ. જો કે એ ખરેખર ખરીદી કરવા માટે નહોતી ગઈ પણ અકસ્માતે મોલમાં પહોંચી ગઈ હશે. આ બનાવનો એક વિડીયો પણ સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયોને ટોરબેન કૈસેર નામક એક ટ્વીટર યુઝરે પોતાના અકાઉન્ટ પર શેયર કર્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે શોપિંગ મોલમાં માલસામાન રાખવાના એક સ્ટેન્ડ પર વિશાળકાય ગરોળી ચઢી રહી છે અને તે ઉપર ચઢવાની લ્હાયમાં સ્ટેન્ડમાં રહેલ માલસામાન પણ નીચે પછાડી રહી છે.

image source

આ બનાવ થાઈલેન્ડના નેખોન પેથોમ વિસ્તારનો હોવાનું કહેવાય છે. અહીંના 7 ઇલેવન શોપિંગ મોલમાં એ સમયે સનસનાટી મચી જવા પામી હતી જ્યારે એક વિશાળકાય ગરોળી જેને વૈજ્ઞાનિક ભાષામાં મોનીટર લિઝોર્ડ કહેવામાં આવે છે તે મોલમાં ઘુસી ગઈ. ત્યાં રહેલા લોકો આ મોનીટર લિઝોર્ડ એટલે કે મોટી ગરોળીને જોઈ ભયભીત બની ગયા હતા અને ચીસો પાડવા લાગ્યા હતા. એટલું જ નહીં લોકો આ ગરોળીથી ડરીને છુપાઈ જવાની જગ્યા શોધવા લાગ્યા હતા.

જો કે સામે પક્ષે લોકોનો આવો પ્રતિભાવ જોઈને મોનીટર લિઝોર્ડ પણ ભયભીત થઈ હતી અને તે મોલમાં માલસામાન રાખવાના એક સ્ટેન્ડ પર માલસામાન ઢોળીને ઉપરની બાજુએ ચઢવાનો પ્રયાસ કરવા લાગી હતી.

શોપિંગ મોલના સ્ટાફના કહેવા મુજબ આ મોનીટર લિઝોર્ડ અંદાજે અડધા કલાક સુધી મોલના સ્ટોર રૂમમાં સંતાઈને પડી રહી અને ત્યારબાદ પોલીસ સાથે આવેલા જાનવર પકડવાના નિષ્ણાંત લોકો તેને લઈ ગયા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!