OMG! બીજા લગ્ન કરવાની લાયમાં 60 વર્ષના વૃદ્ધ ચડી ગયા હાઇવોલ્ટેજ વીજળીનાં થાંભલા પર, અને પછી…બાપ રે બાપ તસવીરો તો જુઓ

રાજસ્થાન (Rajasthan) રાજ્યની એક ઘટના હાલમાં ખુબ જ વાયરલ થઈ રહી છે. રાજસ્થાન રાજ્યના ધોલપુર વિસ્તારમાં રહેતા ૬૦ વર્ષના વૃદ્ધ સોબરણ સિંહને તેમના સંતાનો દ્વારા બીજા લગ્ન કરવાની ના પાડવામાં આવતા હાઈ વોલ્ટેજ વીજળીના થાંભલા પર આત્મહત્યા (suicide) કરવા માટે ચડી ગયા હતા. વૃદ્ધ સોબરણ સિંહના આત્મહત્યાના પ્રયત્ન કર્યા બાદ તેમના સંતાનો પિતાના બીજા લગ્ન માટે માની જાય છે અને ત્યાર બાદ ૧૧ કેવી ઈલેક્ટ્રીક વીજળીના થાંભલા પરથી નીચે કુદી ગયા હતા. આ ઘટનાનો વિડીયો અને ફોટોસ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખુબ જ વાયરલ થઈ રહ્યા છે. વૃદ્ધ સોબરણ સિંહની પ્રથમ પત્નીનું મૃત્યુ ચાર વર્ષ પહેલા જ થઈ ગયું છે. જયારે સોબરણ સિંહને પાંચ સંતાનો છે અને તમામ સંતાનોના લગ્ન થઈ ગયા છે, એટલું જ નહી, તેમના ઘરે પણ સંતાનો છે.

image source

પોલીસના જણાવ્યા મુજબ આ ઘટના ધોલાપુર વિસ્તારથી ૨૫ કીલોમીટરના અંતરે આવેલ મધા ભાઉ ગામની નજીકના વિસ્તારમાં બની
હતી. મધા ભાઉ ગામની નજીક આ ઘટના ગયા રવિવારના રોજ બની હતી. ત્યાર બાદ મંગળવારના દિવસથી આ ઘટનાના ફોટોસ અને વિડીયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખુબ જ વાયરલ કરવામાં આવી રહ્યા છે.

image source

બીજી પત્ની લાવવાનો શોખ પૂરો કરવા માટે બધી જ સંતાનો અને પરિવારના સભ્યો ના પાડી રહ્યા હોવા છતાં પણ વૃદ્ધ સોબરણ સિંહને
બીજા લગ્ન કરવા હતા. બીજા લગ્ન કરવાની જીદના લીધે સોબરણ સિંહ ૧૧ કિલો વોલ્ટ વીજળી પસાર થતા વીજળીના થાંભલા પર ચડી
ગયા હતા.

image source

પણ સોબરણ સિંહના સારા કિસ્મત હતા કે, સોબરણ સિંહ જે વીજળીના થાંભલા પર ચડી ગયા હતા તે થાંભલાનો કરંટ બંધ હતો. જેના પરિણામે સોબરણ સિંહ દ્વારા વીજળી પસાર થતા દોરડાને સોબરણ સિંહ દ્વારા પકડવામાં આવતા સોબરણ સિંહને કઈ થયું હતું નહી.

image source

જેવી રીતે બ્લોકબસ્ટર ફિલ્મ ‘શોલે’માં વિરુનું પાત્ર નિભાવી રહેલ ધર્મેન્દ્ર બસંતી બનેલ હેમા માલિની સાથે લગ્ન કરવા માટે મૌસીને મનાવવા માટે પાણીની ટાંકી પર ચઢી જાય છે તે જ રીતે વૃદ્ધ સોબરણ સિંહ પણ પોતાના બીજા લગ્નની જીદ પૂરી કરવા સંતાનોને મનાવવા
માટે વીજળીના થાંભલા પર ચડી ગયા હતા અને પોતાની જીદ પૂરી કરાવી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!