Site icon News Gujarat

‘પતિ હોય તો આવો’પત્ની સાથે જુગાડ કરીને પતિએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, વીડિયોમાં જુઓ એવું તો શું કર્યું

જુગાડ કરવામાં લોકો ક્યારેય પાછા નથી પડતાં, એમાં પણ અમુક જુગાડુ તો એવા હોય કે તેનું મગજ કંઈક અલગ લેવલ પર જ હોય છે. ત્યારે હાલમાં એક એવી જ વાત કરવી છે કે જેનો જુગાડ તો વિશ્વ લેવલે પણ છવાઈ ગયો. જો કે આમ પણ એવી ઘટના સામે આવતી રહે છે કે વર્લ્ડ રેકોર્ડ બનાવવા માટે લોકો કંઈપણ કરતા હોય છે. કેટલાય લોકોને એવો શોખ અને એવી ઈચ્છા હોય છે કે તેમનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધવામાં આવે. તેના માટે લોકો જુગાડ કરતા હોય છે,

image source

જો કે એક વાત એ પણ છે કે અમુક લોકો તો એવું કામ કરતા હોય છે કે જેને ચોક્કસ મૂર્ખતા જ કહી શકાય. આમ તો વિશ્વમાં કેટલાય પ્રકારના વર્લ્ડ રેકોર્ડ દિવસભર બની જતા હોય છે પરંતુ શું તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે, કોઈ વ્યક્તિએ પોતાની પત્નીને પ્લાસ્ટિકમાં લપેટીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હોય. ભલે નવાઈ લાગે પણ આવા પતિ પત્ની પણ છે અને જેનો રેકોર્ડ નોંધવામાં આવ્યો છે. કદાચ સાંભળીને તમને આશ્ચર્ય થશે પણ આવું થયું છે. અમેરિકાના ઈડાહોમાં રહેતા વ્યક્તિએ પોતાની પત્નીને પ્લાસ્ટિકમાં લપેટીને ગિનિસ બુકમાં પોતાનું નામ નોંધાવ્યું હોવાની ઘટના સામે આવી છે. જો કે લોકો વીડિયો શેર કરી રહ્યાં છે અને કહી રહ્યાં છે કે પતિ હોય તો આવો, ભગવાન બધાને આવો જ પતિ આપે.

image source

મળતી માહિતી અને એક રિપોર્ટ પ્રમાણે વાત કરીએ તો ઈડાહોના એક વ્યક્તિએ માત્ર 1 મિનિટ 2.44 સેકન્ડમાં પોતાની પત્નીના શરીરને પ્લાસ્ટિકની ચાદરથી ઢાંકીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવી નાખ્યો. કારણ સામે આવ્યું છે કે ડેવિશ રશે STEM શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે 150થી વધુ ગિનિસ રેકોર્ડ તોડ્યા છે. ડેવિડે 2019માં રેકોર્ડ બનાવ્યો હતો, ત્યારે તેને પોતાની પત્ની જેનિફરને 1 મિનિટ 57 સેકન્ડમાં પ્લાસ્ટિ રેપમાં કવર કરી હતી.

image source

ત્યારે આ વખતે તેણે એક સ્ટેપમાં વધારો કર્યો અને નવો રેકોર્ડ બનાવ્યો છે. આ સાથે જ આ કપલે એક બીજો રેકોર્ડ પોતાના નામે કર્યો છે, જેને 1 મિનિટ 2.44 સેકન્ડમાં આ ઉપલબ્ધિ પ્રાપ્ત કરી લીધી.

જો આ વખતની વાત કરીએ તો ખાસ હતી. ખાસ એટલા માટે કે કપલે ટેક્નિકનો ઉપયોગ કરીને ટાઈમ ઓછો કરવામાં સફળ રહ્યું. રશે આ વિશે વાત કરતાં જણાવ્યું કે, પત્નીની સાથે પ્લાસ્ટિક રેપની પ્રેક્ટિસ કરવા માટે લગભગ 9 રોલ્સની જરૂર પડી હતી. રેકોર્ડ માટે રેપિંગ જોબમાં નિપુણતાની જરૂર હતી અને એ સુનિશ્ચિત કરવાનું કે હાથ અને પગ સંપૂર્ણપણે કવર થઈ ગયા છે કે નહીં

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version