અલગ ધર્મના બે પ્રેમી પંખીડાએ લગ્ન તો કર્યા પણ હવે યુવતીને લાગ્યું જીવનું જોખમ, પોલીસને લેખીત અરજી કરીને સુરક્ષા માંગી

અવારનવાર પ્રેમી પંખીડાઓ ભાગી જવાના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. તેમાં પણ જ્યારે યુવક યુવતી અલગ અલગ જાતિ કે ધર્મના હોય ત્યારે પરિવાર રાજી ન થતાં આ રીતે લગ્ન કરવા મજબૂર હોય છે. ઘણાં એવા કેસ પણ સામે આવે છે જ્યાં કોઈ અન્ય કોમના યુવકો દ્વારા હિંદુ યુવતીઓ સાથે પહેલા લગ્ન કરાવ્યાં હોય અને પછી ધર્મપરિવર્તન કરાવી નાખ્યું હોય. આ વચ્ચે રાજ્ય સરકાર દ્વારા બે દિવસ અગાઉ જ લવ-જેહાદનો કડક કાયદો અમલી બનાવવામાં આવ્યો હતો અને હવે તેના 2 દિવસમાં જ પ્રથમ કેસ વડોદરામાંથી સામે આવ્યો છે અને બીજી તરફ આણંદ જિલ્લાના ખંભાત ખાતે એનાથી વિરોધી એક કિસ્સો સામે આવ્યો છે.

image source

મળતી માહિતી મુજબ અહી હિંદુ યુવકે મુસ્લિમ યુવતી સાથે લગ્ન કર્યા છે. આ કિસ્સો ત્યારે બહાર પડયો જ્યારે તે યુવતીએ આણંદ જિલ્લા પોલીસ વડાને લેખિતમાં અરજી કરી. તેણે પોતાની મરજીથી હિંદુ યુવક સાથે લગ્ન કર્યા હતા પરંતુ પરિવારજનો આ લગ્નનાં વિરોધમાં હતા. સ્થિતિ એવી હતી કે જો આ લગ્ન વિશે પરિવારને જાણ થાય તો તે બંનેને જીવનું જોખમ હતું. આથી તે યુવતીએ પોતાના પતિ અને પોતાની સુરક્ષા માટે પોલીસ રક્ષણ મેળવવાની માગ કરી છે.

image source

આ અંગે વિગતે વાત કરીએ તો તે યુવતી આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના જૂની મંડાઈ સ્થિત સૈયદવાડા ખાતે રહેતી હતી. તેની ઉંમર 20 વર્ષ છે અને તેનું નામ ફરમીનબાનુ મો. ફારુકાન સૈયદે છે. તેણે પોલીસવડા તથા ખંભાત શહેર પોલીસ સ્ટેશને બન્નેને આ અંગે આપેલી લેખિત અરજી આપી હતી. આ અરજીમાં તેણે લખ્યું હતું કે તેણે ગત 19મી જૂનના રોજ ઉત્કર્ષ પ્રદીપકુમાર પુરાણી સાથે લગ્ન કર્યા હતા. આ પછી 17મી જૂનના રોજ તેણે તેના પિતાનું ઘર છોડી દીધું હતું. હાલમાં તેના પિતા અને અન્ય પરિવારજનોને લગ્ન મંજૂર ન હોવાના કારણે તેઓ તેમને છુટ્ટા પાડવા હિંસક પ્રયાસો કરી રહ્યા છે. તેને તેમજ તેના પતિ ઉત્કર્ષને મારી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવી છે. જો કે તેણે હિંદુ યુવક સાથે તેની મરજીથી લગ્ન કર્યા છે.

image source

હાલમાં દંપતી ભયભીત હોઈ ખંભાત છોડી સલામત સ્થળે આશરો લીધો હોવાનું પણ અરજીમાં ઉલ્લેખ છે. આ સાથે આ કપલનો એક વીડિયો પણ સામે આવ્યો છે. આ વીડિયો દ્વારા તે યુવતી ફરમીનબાનુ સૈયદે પોતે પોતાની મરજીથી યુવક ઉત્કર્ષ પુરાણી સાથે લગ્ન કર્યા છે અને તે હાલમાં ખુશ છે તેવું કહી રહી છે. આ વીડિયો 30 સેકન્ડનો છે જે હવે સોશિયલ મીડિયા પર પણ વાઇરલ થયો છે.

image source

યુવતીએ આપેલ અરજીમાં તેણે લેખિત રીતે કહ્યું છે કે તેના પિતા મો. ફુરકાન સૈયદથી તેને ભય છે. આ સિવાય અન્ય વ્યક્તિના નામ લેતા તે કહે છે કે આ ઉપરાંત તેના કૌટુંબિક મામા એઝાઝ સૈયદ (રહે. પાંચ હાટડી) તથા તાકીર સૈયદ (રહે. સૈયદવાડો) તથા માથાભારે શખસ ફિરોઝ પઠાણ ઉર્ફે (ફન્ટર), સોહિલ ઉર્ફે કાંટો, સદામ સૈયદ ઉર્ફે મારુફ ઉર્ફે ચપ્પલ, હમ્દાનઅલી સૈયદ ઉર્ફે દલાલ, તૌસીફ સૈયદ, જમશેદ જોરાવરખાન પઠાણથી પણ તે બંનેને ભય છે. તેનું કહેવું છે કે જો તેને કે તેના પતિને કાંઈ થશે તો તેની જવાબદારી આ બધા લોકોની જ રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!