Site icon News Gujarat

વિરાટથી પણ આલીશાન અને મોંઘું ઘર છે યુવરાજ સિંહનું, અંદરનો નજારો જોઇને તમે બોલી ઉઠશો WOW!

મિત્રો, ભારતીય ક્રિકેટ ટીમનો ભૂતપૂર્વ ખેલાડી અને આક્રમક બેટસમેન યુવરાજસિંહ હાલ એક “જાતિવાદી” શબ્દનો ઉપયોગ કરીને થોડો વાદ-વિવાદ અને મુસીબતમા આવી ગયો છે. ત્યારે સોશિયલ મીડિયા પર અને ખાસ તો ટ્વિટર પર તેણે આ માટે માફી માંગવી જોઈએ તેવી માંગણી સાથેનુ હેશટેગ ખુબ જ ટ્રેન્ડિંગ કરી રહ્યુ છે. પ્રવર્તમાન સમય સુધીમાં તેના પર ૩૦ હજાર થી પણ વધારે ટ્વિટ થઈ ચુક્યા છે. યુઝર્સ આ બાબતે જાત-જાતની કોમેન્ટ કરી રહ્યા છે.

image source

સમગ્ર ઘટના કઈક એવી છે કે, લોકડાઉનના સમયકાળ દરમિયાન ઈન્સ્ટાગ્રામ પર યુવરાજસિંહ આપણી ભારતીય ક્રિકેટ ટીમના ઓપનર રોહિત શર્મા સાથે વાત કરી રહ્યો હતો. આ વાતચીત દરમિયાન કુલદીપ યાદવ અને ચહલ અંગે બંને વચ્ચેની વાત થઈ ત્યારે તેમણે એક જાતિ સૂચક શબ્દ વાપર્યો હતો, જેના કારણે અત્યારે સોશિયલ મીડિયા પર તેમના નામનો હાહાકાર મચી ચુક્યો છે.

image source

આ ઉપરાંત યુવરાજ આજકાલ લાઇમલાઇટમા એ કારણોસર પણ છે કે, આપણા દેશને બે વર્લ્ડ કપ જીતવામા મદદ કરનાર આ ઓલરાઉન્ડર ખિલાડી ટૂંક સમયમા ભારતીય ક્રિકેટ કેપ્ટન વિરાટ કોહલીનો પાડોશી બનવાની તૈયારીમા છે. તેણે વિરાટના બિલ્ડિંગમા જ એક ઘર ખરીદ્યું છે. તેણે મુંબઇના વરલીમાં ઓમકાર ૧૯૭૩ ટાવર્સ પર એક ઘર ખરદ્યું છે.

image source

તમને ખ્યાલ ના હોય તો જણાવી દઈએ કે, વિરાટ કોહલી વર્ષ ૨૦૧૬મા ઓમકાર ટાવર્સમા શિફ્ટ થયો હતો. તેનુ ઘર ૩૫ મા માળે છે. જ્યારે યુવરાજે ૨૯ મા માળે ઘર ખરીદ્યું છે. એક અહેવાલ મુજબ તેનુ ઘર ૧૬ હજાર ચોરસ ફૂટમાં બનાવવામાં આવ્યું છે. આ સિવાય એવા અમુક એહવાલ મળી રહ્યા છે કે, યુવરાજના ઘરની કીમત વિરાટના ઘર કરતા લગભગ બે ગણી છે.

image source

એક અહેવાલ મુજબ યુવીએ આ મકાન ૬૪ કરોડ રૂપિયામાં ખરીદ્યું છે એટલે કે આ અપાર્ટમેન્ટના પ્રતિ ચોરસ તેણે ૪૦ હજાર રુપિયા આપ્યા છે. ત્યારે કોહલીએ ૩૪ કરોડ રૂપિયામા ઘર ખરીદ્યું હતુ. હાલ, એવા ન્યુઝ સાંભળવા મળી રહ્યા છે કે, યુવરાજ સિંહ એ આગામી વર્ષ સુધીમા પોતાની પત્ની હેઝલ કીચ સાથે વરલી સ્થિત તેના આ લક્ઝુરિયસ એપાર્ટમેન્ટમાં શિફ્ટ થઈ જશે.

આ ઉપરાંત રસપ્રદ વાત એ પણ છે કે, ભારતીય ટીમના વાઈસ કેપ્ટન રોહિત શર્મા પણ અહી જ રહે છે. તેમણે ૨૦૧૭મા અહી ઘર લીધુ હતુ. ત્યારે હાલ યુવરાજ પણ અહી શિફ્ટ થઇ રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version