Site icon News Gujarat

નિષ્ફળતા પચાવીને બિહારની ટૂટૂ આજે 14 લાખના પેકેજ પર કરે છે નોકરી, જાણો છાતી ચીરી નાખે એવી સંઘર્ષ ગાથા

જીવનમાં સફળતા અને નિષ્ફળતા આવતી રહે છે પરંતુ જે લોકો હિંમત હારતાં નથી અને ધીરજ રાખી આગળ વધતાં રહે છે તે જરૂર લક્ષ્ય સુધી પહોંચી શકે છે. આ જ વાત પર રીતે બિહારની એક યુવતી સતત આગળ વધતી રહી અને પછી તેને જે સફળતા મળી છે તેના આજે સૌ કોઈ વખાણ કરી રહ્યાં છે. વાત કરીએ આ યુવતી વિશે તો આ યુવતી મૂળ બિહારની છે અને તેનું નામ ટૂટૂ છે. તે જાન્યુઆરી 2020માં એરફોર્સમા પસંદગી પામી હતી. આ પછી તેની ટ્રેનિંગ હૈદરાબાદની એરફોર્સ એકેડમીમાં થઇ રહી હતી.

image source

આ સાથે વાત કરવામા આવે તેના પરિવાર વિશે તો પપ્પા આર્મીમાં હતાં. તે સમયે પરિવારની આર્થિક સ્થિતિ પણ વધારે સારી હતી નહીં અને બીજી તરફ ભાઈ-બહેન બહાર રહીને અભ્યાસ કરતા હતા. જેમ જેમ બધાનુ ભણવાનું આગળ વધતું રહ્યું તેમ તેમ આર્થિક સંકડામણ વધતી ગઈ. આ સમયે તેના પિતાએ બાળકોને ભણાવવા માટે પોતાની જમીનો પણ વેચી દીધી હતી. જ્યારે બાળકોને ભણાવવા મટે જમીન વેચી નાખી છે એ વાત ગામના લોકોને ખબર પડી તો બધા તેમની મજાક ઉડાવતા હતા.

તે સમયે ઘણાં તો એવું પણ કહી રહ્યાં હતાં કે દીકરીને બહાર ભણાવી રહ્યા છે અને તેના માટે ખેતર વેચી રહ્યા છે આવું તો કંઈ કરાતું હશે…આ વિશે ટૂટૂ કહે છે કે જ્યારે આ વાતો હું સંભળાતી ત્યારે મને પણ તકલીફ થઈ અને મેં નક્કી કરી લીધું કે પપ્પાએ જે પણ કર્યું છે જેને વ્યર્થ નહી જવા દવ. આ પછી મે દરેક ક્લાસમાં સારા માર્કસ સાથે હંમેશા ટોપ કર્યુ. આગળ એન્જિનિયરિંગ ફિલ્ડ સિલેક્ટ કરી અભ્યાસ કર્યો. ત્યારબાદ ઈન્ડિયન એરફોર્સમાં સિલેક્શન પણ થઈ ગયું અને ત્યારે એવું લાગ્યું કે જોયેલ સપનું અને કરેલ મહેનત આજ રંગ લાવી છે.

આ નોકરી મળ્યાં બાદ હવે પપ્પાની પરી આસમાનમાં ઉડાન ભરવા માટે તૈયાર હતી. આ નોકરીથી પરિવારમાં ઘણો આનંદ હતી પરંતુ કિસ્મતને કદાચ મારા હિસ્સાની ખુશીઓ મંજૂર નહોતી. મળતી માહિતી મુજબ જ્યારે તેની ટ્રેનીંગ ચાલી રહી હતી તે દરમિયાન તેને ઇજા થઈ હતી અને એક નાનકડી ઘટના એ તેનાં જીવનનાં રંગો વિખેરી નાખ્યાં હતા. જ્યારે આ અંગે ટૂટૂ સાથે વાત કરવામાં આવી રહી હતી ત્યારે તેના અવાજ પરથી સમજી શકાય છે કે તેને ત્યારે કેટલું દુઃખ થયું હશે.

image source

તેનાં પપ્પા વિશે તેણે વાત કરતા કહ્યું હતું કે પપ્પા આર્મીમાં હવાલદાર હતા અને તેમની આ નોકરીને કારણે તેમનું પોસ્ટિંગ થતું રહેતું હતું જેના કારણે મારો અભ્યાસ અલગ અલગ શહેરોમાં થયો છે. ટૂટૂ વિશે મળતી માહિતી મુજબ 2014માં બરેલીથી તેણે ધો. 12નો અભ્યાસ પૂરો કર્યો અને તે હંમેશા પોતાની સ્કૂલમાં ટોપ પર રહી હતી. આ પછી તેણે આઈઆઈટી મેઈન્સ પરીક્ષામાં પણ સફળતા મેળવી અને આર્મી ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી (AIT)માં પ્રવેશ મેળવ્યો.

આ અભ્યાસમાં પણ તેણે ટોપ કર્યુ અને વર્ષ 2017ના અંતમાં કેમ્પસ પ્લેસમેન્ટનું આયોજન થયું જ્યાં તે સિલેક્ટ થઈ ગઈ હતી. તે પછીના વર્ષે તેણે નોકરી પણ જોઈન કરી લીધી. જાણવા મળ્યું છે કે તેનો ટારગેટ ફોજમાં ઓફિસર બનવાનો હતો. આથી જ્યારે તેની આ નોકરી ચાલુ હતી ત્યારે તે નોકરીની સાથે એસએસબીની તૈયારી પણ કરી રહી હતી. તેણે આ માટે વારંવાર આ પરીક્ષાઓ પણ આપી પરંતુ શરૂઆતમાં સફળતા ન મળી. આ પછી નોકરીની સાથે સાથે કોચિંગ ક્લાસ પણ જવાનું શરૂ કર્યું.

આખરે 2019માં ટૂટૂએ સફળતા મેળવી. ઈન્ડિયન નેવીની એક્ઝામ હવે તેણે ક્લિયર કરી લીધી હતી. પરંતુ આ પછી પણ તે લક્ષ્ય સુધી ન પોહચી શકી કારણ કે જે ફાઈનલ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું તેમાં તેનું નામ ન હતું. કેમ કે તેઓ ફ્લાઈંગ બ્રાન્ચ માટે રિકમન્ડ થયા હતા. તેથી તેમનું નામ ઈન્ડિયન એરફોર્સને મોકલવામાં આવ્યું. આ પછી જ્યારે ટ્રેનિંગ ચાલી રહી હતી ત્યારે બે મહિના બાદ ટૂટૂના પગમાં ઈજા થઈ હતી. આ અંગે 25 વર્ષની ટૂટૂ કહે છે કે એરફોર્સમાં એરોનોટિકલ એન્જિનિયરની પોસ્ટ હતી.

image source

આગળ વાત કરતાં તેણે કહ્યું હતું કે મેં કમ્પ્યુટર સાયન્સથી બીટેક કર્યુ હતું. આથી મને કહેવામાં આવ્યું કે પ્રથમ તમારે એક ટેસ્ટ ક્લિયર કરવી પડશે તેના પછી જ જોઈનિંગ મળશે. આ પછી મે નક્કી કર્યુ કે આ મોકો જવા નથી દેવો અને હું બે દિવસ સૂતી નહીં અને તૈયારી કરતી રહી. આ પછી ટેસ્ટ આપી અને તેમાં હું પાસ પણ થઈ ગઈ. આ બાદ મને અંડર ટ્રેનિંગ ફ્લાઈંગ ઓફિસર તરીકે એરફોર્સ માટે સિલેક્ટ કરવામાં આવી.

આ માટે જાન્યુઆરી 2020માં એરફોર્સ એકેડેમી હૈદરાબાદમાં ટ્રેનીંગ આપવામાં આવી. તે ટ્રેનીંગ સમય વિશે વાત કરતા કહે છે મને લાગ્યું ઈજામાંથી સારૂં થઈ જશે પરંતુ મને અનફિટ ડિક્લેર કરી દેવાઈ હતી. તે સમયે ટ્રેનિંગ દરમિયાન શરૂઆતના બે મહિના તો બધુ નોર્મલ જ રહ્યું હતું પણ તે પછી મને પગમાં ઈજા થઈ. ધીરે ધીરે આ ઈજા વધતી ગઈ. થોડા દિવસ પછી લમ્બસ પણ તૂટી ગઈ. તેના પછી સ્થિતિ એવી બની હતી કે હોસ્પિટલાઈઝ્ડ થવું પડ્યું.

આ પછી લગભગ 4 મહિના તે હોસ્પિટલમાં જ રહી. આ દરમિયાન ટૂટૂ માનસિક રીતે પરેશાન થઈ ગઈ હતી કારણ કે તેની રિકવરી થઈ રહી ન હતી. આ પછી જુલાઈ 2020માં ટૂટૂને 50% ડિસએબિલિટીની સાથે એરફોર્સ માટે અનફિટ ડિક્લેર કરી દેવાઈ હતી. ટૂટૂ માટે આ સૌથી મોટો સેટબેક હતો. મંજિલની નજીક પહોંચીને તેઓ સેનામાં ઓફિસર બનવાનું સપનું હવે છૂટી રહ્યું હોય તેમ લાગી રહ્યું હતું અને આ સમય માત્ર તેના માટે જ નહી પણ પરિવાર માટે પણ આ મુશ્કેલ પળ હતી.

image source

થોડા દિવસ ટૂટૂ અપસેટ રહી પણ પછી તેણે હાર ન માની અને આગળ વધવા વિચાર્યુ. તે સમયે પરિવારની આર્થિક સ્થિતિ ખૂબ સારી નહોતી. પરિવારનો ખર્ચ અને નાના ભાઈની ફી પણ ભરવાની હતી. આથી ટૂટૂએ નક્કી કર્યુ કે સેનામાં નહીં તો કઈક અલગ પણ હવે તે આગળ વધશે. ટૂટૂ આ વિશે કહે છે કે બોર્ડ આઉટ થયા પછી પણ મને તાત્કાલિક રિલિવ કરાઈ નહોતી. હું અધિકારીઓને સતત વિનંતી કરતી કે મને ઘરે મોકલી દેવામાં આવે કે મને ભણવાની વ્યવસ્થા કરી દેવામાં આવે. તેના પછી નિશ્ચિત સમય માટે કમ્પ્યુટરથી ભણવાની પરવાનગી પણ તેને આપવામાં આવી હતી.

તે કહે છે કે પગમાં દુઃખાવો હોવા છતાં હું અભ્યાસ કરતી રહી. આ સાથે સાથે નવી જોબની શોધ કરતી હતી. જાણવા મળ્યું છે જે ટૂટૂ ફેશન શોમાં પણ ભાગ લેતી હતી અને તેણે આ ક્ષેત્રે અનેક ખિતાબ પણ મેળવ્યા છે. આ સિવાય તે સિંગીગ પણ ખૂબ સારું કરતી હતી. તે કહે છે કે એક પછી એક મેં 20 મોટી કંપનીઓ માટે અપ્લાઈ કર્યુ. સારી વાત એ હતી કે તમામમાં સિલેક્શન પણ થયું અને ઓફર લેટર પણ મળ્યા પરંતુ આ પછી પણ મુશ્કેલી સાથ છોડી રહી ન હતી.

image source

નોકરી મળ્યાં બાદ પ્રોબ્લેમ એ હતો કે આર્મી માંથી રિલીવ ન થવાના કારણે તે નોકરીઓ જોઈન ન કરી શકાય. તે કહે છે કે તેના માટે મેં કમાન્ડન્ટને લેટર લખ્યો કે મને જલદી રિલીવ કરવામાં આવે કે જેથી હું જોબ કરી શકું. આ પછી ફેબ્રુઆરી 2021માં ટૂટૂને રિલીવ કરી દેવામાં આવી. તેના પછી તેને એક મલ્ટીનેશનલ કંપનીમાં જોબ ચાલુ કરી દીધી. મળતી માહિતી મુજબ આજે તેનું વાર્ષિક પેકેજ 14 લાખ રૂપિયા છે અને દિલ્હીમાં રહીને જોબ કરી રહી છે.

આ સાથે જાણવા મળ્યું છે કે ટ્રેનીંગ સમયે થયેલ ઇજાના કારણે આજે પણ તેને પગમાં દુઃખાવો થાય છે અને તે બરાબર ચાલી પણ શકતી નથી. ટૂટૂ આજે પણ સંપૂર્ણ સ્વસ્થ નથી. તેને ચાલવામાં પણ મુશ્કેલી થાય છે. જો કે તેની આ સમસ્યાને કારણે કંપની તરફથી તેમને વર્ક ફ્રોમ હોમની સુવિધા આપી છે. તે કહે છે મને મારા ઈલાજમાં ખૂબ પૈસા ખર્ચ કરવા પડે છે. સેના તરફથી મને કંઈ મળ્યું નથી. મેં અનેક લેટર અધિકારીઓને લખ્યા પણ તેમના તરફથી કોઈ જવાબ ન આવ્યો.

image source

તેનું કહેવું છે કે જો નિયમ પ્રમાણે વાત કરવામાં આવે તો મને ડિસએબિલિટી પેન્શન મળવું પણ મને કઈ મદદ પણ મળી રહી નથી. આ સિવાય તેઓએ મને સર્વિસ લેટર પણ આપ્યો નથી. ટ્રેનિંગ દરમિયાન જે ફંડ કપાયા એ પણ મને મળ્યા નથી. જાણવા મળ્યું છે કે જ્યારે ટ્રેનિંગ દરમિયાન અલગ-અલગ મુદ્દાઓ પર ડિબેટ યોજાતી હતી ત્યારે પણ ટૂટૂ તેમાં ભાગ લેતી હતી. આ સમયે તે સોશિયલ મીડિયા દ્વારા નવા બાળકોને ગાઈડ કરવાનું કામ કરી રહી છે.

આ અંગે ટૂટૂ કહે છે કે દેશમાં અનેક એવા સ્ટુડન્ટ્સ છે જેઓ સેનામાં અધિકારી બનવા માગે છે. તેઓમાં ઝનૂન પણ છે પણ યોગ્ય કોચિંગના માર્ગદર્શનના ન મળવાના કારણે તેઓ આગળ વધી શકતાં નથી. જે પણ આવા બાળકો છે તેને હું સોશિયલ મીડિયાથી ગાઈડ કરૂં છું. આ સાથે તેમના માટે રેગ્યુલર લર્નિંગ વીડિયો પણ પોસ્ટ કરૂં છું અને અનેક બાળકોને ફોન પર પણ ટિપ્સ આપું છું જેથી તેઓ તેમની મંજિલ સુધી પહોંચી શકે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : દિવ્યભાસ્કર )

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version