સરકારી નોકરી છોડી આ રાજકોટિયને શરૂ કર્યું અમેરિકન મકાઈ વેચવાનું, આજે 10 લાખ રૂપિયાની કરે છે રોકડી, વાંચો સંધર્ષની કહાની

સામાન્ય રીતે એવું હોય કે લોકો સરકારી નોકરી કરવાની ઈચ્છા ધરાવતા હોય. અમુકને તો એવી ઈચ્છા હોય કે સરાકારી નોકરી પાછળ 40 40 વર્ષો કાઢી નાખે, પણ આજે જેની વાત કરવી છે એ શખ્સે સરકારી નોકરીને લત મારીને મકાઈ વેચવાનું શરૂ કર્યું હતું અને આજે વર્ષે 10 લાખની કમાણી કરી રહ્યો છે. આ વાત છે મૂળ કાલાવડ તાલુકાના જુવાનપર ગામના વતની અને રાજકોટમાં રહેતા લવજીભાઇની કે જે હાલમાં લોકોના આદર્શ બનીને ઉભરી આવ્યા છે અને કઈ રીતે બિઝનેસ કરવો એ શીખી રહ્યા છે. તેઓ અમેરિકન મકાઇનું વાવેતર કરીને છેલ્લાં 26 વર્ષથી ઉત્તરોત્તર પ્રગતિના પંથે છે અને તેના વિકાસની ગાડીના પૈંડા હજુ પણ ઉભા રહ્યા નથી.

image source

પણ આ બધાની વચ્ચે મકાઇના ઉત્પાદને તેમને આર્થિક ક્ષેત્રે પણ અનેક લાભ આપ્યા છે. લવજીભાઇને 26 વર્ષ પહેલાં એસટી વિભાગમાં કન્ડક્ટરની સરકારી નોકરી મળી હતી, પરંતુ કન્ડક્ટરની નોકરી છોડી તેમણે પોતાની 10 વીઘા જમીનમાં અમેરિકન મકાઇ વાવી અને રાજકોટમાં એક દુકાન રાખીને વેચવાનુ શરૂ કર્યું હતું. પરિસ્થિતિ જુઓ કે આજે લવજીભાઇ વર્ષે 10 લાખની કમાણી કરી રહ્યા છે અને સુખેથી જીવન પસાર કરી રહ્યા છે. માત્ર મકાઈની જ આ વાત નથી તેઓ આ ઉપરાંત કોરોના પર એક્સિર એવાં આંબળા અને દાડમનો જ્યૂસ પણ વેચી રહ્યા છે જેની પણ આવક સારી છે. હવે તો રાજકોટમાં અમેરિકન મકાઇ માટે રિદ્ધિસિદ્ધિ એક ખાલી લારી નહીં પણ બ્રાન્ડ બની ગઇ છે.

image source

પણ સામાન્ય લારીથી બ્રાન્ડ બનવા માટે એમ દાયકા લાગ્યા છે અને તેની પાછળ એક ખેડૂતની સંઘર્ષની કહાની છુપાયેલી છે. તો આવો વિગતે વાત કરીએ આ ખેડૂતની. લવજીભાઇ વેરાયા(પ્રજાપતિ)એ પોતાની કારર્કિદીની શરૂઆત એસ.ટી. કંડક્ટર તરીકે ફરજ બજાવી શરૂ કરી હતી. જો કે તેમના માથે માતા-પિતા અને તેના બે ભાઇઓનાં ભરણ-પોષણની જવાબદારી હતી. એટલું જ નહીં, પરંપરાગત ખેતીમાં પણ જોઇએ તેટલી ઊપજ મળતી ન હતી અને એટલા માટે જ લવજીભાઇએ કંડક્ટરની નોકરી છોડીને ટેક્સટાઇલ ઉદ્યોગમાં ઝંપલાવ્યું હતું. કે જો કંઈક બે દોકડાની આવક વધે તો સારુ. અને આખરે વધી પણ ખરી. આ જર્ની વિશે વાત કરતાં લવજીભાઇએ જણાવ્યું હતું કે ટેક્સટાઇલના ઉદ્યોગમાં પણ જોઇએ એટલી સફળતા મળી નહીં અને સુરતમાં આવેલા પૂરમાં કારખાનું અને તેમાં રહેલો સામાન ડૂબી ગયો હતો, આથી પાયમાલ થઇ ગયા હતા.

સંઘર્ષના દિવસોની નવાત કરતાં તેઓ આગળ જણાવે છે કે ઉદ્યોગની શોધમાં સુરત ફરતો હતો અને રસ્તા પર મળતી અમેરિકન મકાઇ ખાઇને ગુજરાન ચલાવતો હતો. જો કે એ દરમિયાન મને વિચાર આવ્યો અમેરિકન મકાઇ વાવીને વેચું તો કેવું રહે અને આવક વિશે પણ અવનવા વિચાર આવવા લાગ્યા. મકાઇનો સાથ મળ્યો અને આજે હું સફળતાની સીડીઓ સર કરી રહ્યો છું. એ સમયે સુરતમાં વેચાતી અમેરિકન મકાઇનું સૌરાષ્ટ્રમાં જરાય ચલણ ન હતું એટલે એ પણ એક સારો ફાયદો થવાનો હતો અને જેનાકારણે અમેરિકન મકાઇ રાજકોટમાં વેચવાનું શરૂ કર્યું.

image source

પહેલાના રિસરપોન્સ અને આવત વિશે વાત કરી કે શરૂઆતમાં સુરતથી અમેરિકન મકાઇ મગાવવાની શરૂઆત કરી અને અહીં વેચવા લાગ્યો અને લોકોનો સારો પ્રતિસાદ મળવા લાગ્યો, જેથી બાપદાદાની પરંપરાગત ખેતી હોવાને કારણે જ મારા ખેતરમાં અમેરિકન મકાઇનું વાવેતર શરૂ કરવાનું વિચાર્યું અને વર્ષ 2000માં કાલાવડના જુવાનપર ગામ ખાતે આવેલી 10 વીઘા જમીનમાં મકાઇનું વાવેતર કરવાની નક્કી કરી શરૂઆત કરી દીધી. મકાઈ વેચનાર લવજીભાઇએ વધુમાં જણાવ્યું હતું કે શરૂઆતનાં ત્રણ વર્ષ સુધી મને સફળતા મળી ન હતી અને પાક નિષ્ફળ ગયો.

સતત 3 વર્ષ સુધી કંઈ જ ન મળ્યું તેમ છતાં હિંમત ન હારીને ક્રમશઃ વાવેતર ચાલુ રાખ્યું હતું અને જે મકાઇનું ઉત્પાદન થાય એને મારી જ દુકાનમાં અલગ-અલગ ફ્લેવર સાથે વેચવા લાગ્યો. રાજકોટના કિશાનપરા અને કાલાવડ રોડ પર એમ બે પ્રાઇમ લોકેશન પર હાલમાં જ મકાઇ વેચવાનો વ્યવસાય કરી રહ્યો છું, જેમાં હવે તો અમેરિકન મકાઇના પિત્ઝા અને સેન્ડવિચ સહિત 10થી વધુ વરાઇટીનું વેચાણ કરું છું. મારું માત્ર એક જ સૂત્ર છે ‘અમારું ઉત્પાદન અને અમારું વેચાણ.’ હવે તો આ સુત્ર લોકોના ગળે ઉતરી ગયું છે અને બધાને આ મકાઈ દાઢે વળગી ગઈ છે.

image source

આ સાથે જ જો વાત કરવામાં આવે તો મોસંબી, સંતરા, દામના જ્યૂસ કાઢતાં મશીનો લવજીભાઈએ પોતાની જાતે બનાવ્યાં છે. સવારે જોગિંગમાં નીકળતા લોકો લવજીભાઇની દુકાને અવશ્ય ઊભા રહે અને જ્યૂસનો સ્વાદ માણીને જ ઘરે પરત ફરે છે. આટલું જ નહીં સાંજ પડે એટલે મકાઇ ખાવા લોકોની પડાપડી થાય છે. લવજીભાઇએ 10 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે. લવજીભાઇ હાલ સ્વીટકોર્ન નેચરલ સૂપ કે જેમાં ગરમા-ગરમ આદુ, હળદર અને મરી મસાલાનો સમાવેશ થાય છે એનું પણ વેચાણ કરે છે. આગળ વાત કરતાં લવજીભાઇએ જણાવ્યું હતું કે કપાસ અને મગફળીની સરખામણીએ અમેરિકન મકાઇનું વાવેતર એ મૂલ્યવર્ધિત વાવેતર છે. ટૂંકા સમયમાં આ વાવેતરને કારણે ખેડૂતોને આર્થિક લાભ મળે છે. એટલું જ નહીં, મકાઇની ઊપજ મેળવ્યા બાદ બાકીનો જે ભાગ હોય છે એ પશુઓના ચારા માટે શ્રેષ્ઠ ગણાય છે. ત્યારે હવે અન્ય ખેડૂતો પણ આ લાભ લે એવી લવજીભાઈની અંદરથી ઈચ્છા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!