બાપ રે! આ શાળામાં સ્કર્ટ પહેરીને અભ્યાસ કરાવી રહ્યા છે પુરૂષ શિક્ષકો

દુનિયામાં એકથી એક ચઢીયાતા પરાક્રમ કરનારા લોકો છે. તમે સ્કોટલેન્ડના બેગપાઇપર્સ વિશે સાંભળ્યું જ હશે. અહીં પુરુષો સ્કર્ટ જેવા પોશાક પણ પહેરે છે, પરંતુ આ દિવસોમાં સ્પેનની એક શાળામાં આવો જ નજારો જોવા મળી રહ્યો છે, જ્યાં શાળાના બે શિક્ષકો બાળકોને ભણાવવા સ્કર્ટ પહેરીને આવે છે.

image source

ખરેખર આ કોઈ ફેશન નથી, ન તો સ્કર્ટ અહીંનો પરંપરાગત ડ્રેસ છે, પરંતુ તે એક આંદોલન છે, જે જાતિ સમાનતા ચળવળ (Gender Equality Movement) ને લઇને કરવામાં આવ્યું છે. આ આંદોલનને દેશભરમાં સમર્થન મળી રહ્યું છે અને સ્પેનની ઘણી શાળાઓમાં સ્કર્ટ પહેરેલા શિક્ષકો વર્ગમાં પહોંચી રહ્યા છે. આંદોલનનું નામ છે – Clothes Have No Gender.

ઘટના શું છે?

image source

એવું થયું કે સ્પેનમાં એક વિદ્યાર્થીને સ્કર્ટ પહેર્યા બાદ સ્કૂલમાંથી હાંકી કાઢીવામાં આવ્યો હતો. આ મામલો 27 ઓક્ટોબર 2020 નો છે. બાસ્ક કાઉન્ટીની એક શાળામાં, વિદ્યાર્થીને સ્કર્ટ પહેરવા બદલ સ્કૂલમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો અને મનોચિકિત્સકને બતાવવાનું કહેવામાં આવ્યું હતું. વિદ્યાર્થીએ તેની કહાની ટિકટોક પર એક વાયરલ વીડિયો દ્વારા શેર કરી અને કહ્યું કે તે ફક્ત આ રીતે નારીવાદ અને વિવિધતાને ટેકો આપવા માંગે છે. આ ઘટના બાદ 4 નવેમ્બર 2020 ના રોજ સ્પેનની તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓ અને બાળકો સ્કર્ટ પહેરીને વિરોધ કરવા પહોંચ્યા. ત્યારથી સ્પેનમાં આ આંદોલન ચાલી રહ્યું છે.

આ શિક્ષકોએ સ્કર્ટ પહેર્યું

image source

તાજેતરમાં 37 વર્ષીય શિક્ષક મેન્યુઅલ ઓર્ટેગા અને 36 વર્ષીય શિક્ષક બોર્જા વેલાઝક્વેઝની સ્કર્ટ પહેરેલી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તે કહે છે કે જ્યાં તે ભણાવે છે, ત્યાં વિદ્યાર્થીના ટી-શર્ટને લઈને પજવણી કરવામાં આવી હતી. આ ઘટના પછી તે સ્કર્ટ પહેરીને સ્કૂલમાં આવવા લાગ્યા. તેઓ એક મહિનાથી સ્કર્ટ પહેરીને અહીં આવી રહ્યા છે.

image source

બીજો એક શિક્ષક જોસ પિનાસ પણ ગયા વર્ષથી સ્કર્ટ પહેરીને સ્કૂલમાં આવી રહ્યો છે અને તેણે તેનો ફોટો ટ્વિટર પર પણ શેર કર્યો છે. આ શિક્ષકોને તેમની પોસ્ટ્સ માટે કેટલીક સારી અને કેટલીક ખરાબ કોમેન્ટો મળી રહી છે. આના જવાબમાં, તેઓ કહી રહ્યા છે કે તેમનો ઉદ્દેશ સસ્તી લોકપ્રિયતા મેળવવાનો નથી પરંતુ તેઓ આ રીતે લિંગ સમાનતા માટે ગંભીર પ્રયત્નો કરી રહ્યા છે. નોંધનિય છે કે વર્ષોથી સ્ત્રી સમાનતાને લઈને સવાલો કરવામાં આવી રહ્યા છે. પરંતુ હજુ પણ મોડર્ન સમાજમાં એવી ઘટનાઓ સામે આવે છે જેનાથી આપણુ માથુ શરમથી ઝુકી જાય છે. ઘણા વિસ્તારોમાં આવી ઘટનાઓ સમયે સમયે સામે આવતી રહે છે.