Site icon News Gujarat

હે ઇશ્વર! 6 વર્ષની માસુમ 45 ડિગ્રી તાપમાનમાં 25 KM ચાલી, અને અંતે પીવાનું પાણી ના મળતા થયુ મોત

સૌથી મોટા લોકતંત્ર ભારત દુનિયાના આધુનિક દેશો સાથે વિકાસની દોડ લગાવી રહ્યું છે. આધુનિકતાના બધા જ દાવાની વચ્ચે હજી પણ અમુક એવી ઘટનાઓ સામે આવે છે, જે શરમથી માથું નમાવી દે છે. રાજસ્થાનના જાલોર જિલ્લામાં પણ આવી જ એક ઘટના બની છે. જ્યાં ધોમ તડકામાં સફર કરી રહેલી એક 6 વર્ષની બાળકી પાણી ન મળવાના કારણે મૃત્યુ પામી, બાળકી પોતાના નાની સાથે હતી, એ પણ બેહોશ થઈ ગઈ હતી.

image source

આ મામલો રાજસ્થાનના જાલોર જિલ્લાના રાણીવાડા વિસ્તારનો છે. જ્યાં રવિવારે રેતાળ ઢગલામાં એક બાળકીનું મોત થઈ ગયું. બાળકી પોતાની નાની સાથે હતી, અહીંયા 45 ડિગ્રીનું તાપમાન હતું અને ગરમ ઢગલામાં સફર થઈ રહ્યો હતો. જ્યારે ગામવાસીઓને આ વિશે ખબર પડી તો એમને આ વિશે પોલીસને સૂચિત કર્યું.

image source

પોલીસ સૂચના મળતા જ ઘટનાસ્થળે પહોંચી, વૃદ્ધાને પાણી પીવડાવ્યું અને હોસ્પિટલમાં એડમિટ કરી તો માસૂમ બાળકીના શબને પણ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. ત્યાં એનું પોસ્ટમોર્ટમ થયું અને મોતનું કારણ પાણી ન મળવું નીકળ્યું.

image source

જણાવવામાં આવી રહ્યું છે કે 6પ વર્ષની સુખી દેવી પોતાની નાતીન અંજલી સાથે સિરોહી પાસેના રાયપુરથી બપોરે રાનીવાડા વિસ્તારમાં આવેલા ડુંગરીમાં પોતાના ઘરે આવી રહ્યા હતા. કોરોના કાળના કારણે વાહનોની અવર જવર બંધ હોવાને કારણે એમને કોઈ સાધન ન મળ્યું. એ કારણે એ પોતાની નાતીન સાથે પગપાળા જ પોતાના ગામ જવા નીકળી. લગભગ 20થી 25 કિલોમીટરનો સફર નક્કી કરવાથી બન્ને ખૂબ જ થાકી ગયા હતા.

એ દરમિયાન રેતાળ ઢગલામાં બંને તરસથી બેહાલ થઈ ગયા. પાણી ન મળવાના કારણે રોડા ગામ પાસે જ્યાં માસૂમ અંજલીનું મૃત્યુ થઈ ગયું તો સુખી દેવી બેહોશ થઈને પડી ગઈ. કોરોના કાળ અને ગરમીની ઋતુ હોવાના કારણે ઘણીવાર સુધી ત્યાંથી કોઈ પસાર પણ ન થયું એટલે લોકોને આ ઘટના વિશે જાણકારી પણ ન મળી. પોસ્ટમોર્ટમ પછી બાળકીના શબને દફનાવી દેવામાં આવ્યું છે.

image source

પીવાનું પાણી ન મળવાના કારણે એક બાળકીનું મૃત્યુ થઈ ગયું, હવે આ બાબતર રાજનૈતિક ટિપ્પણીઓ પણ થઈ રહી છે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે ટ્વીટ કરીને કોંગ્રેસ સરકારે પે સવાલ ઉભા કર્યા છે. પ્રકાશ જાવડેકરે લખ્યું કે 9 કલાક સુધી પીવાનું પાણી ન મળવાના કારણે એક બાળકીનું મૃત્યુ, ખૂબ જ શરમજનક ઘટના છે. એ માટે રાજસ્થાન સરકાર જવાબદાર છે. સોનિયા, રાહુલ, પ્રિયંકા હવે ચૂપ કેમ છે?

image source

તો જાલોર જિલ્લામાં પહોંચેલા રાજ્ય સરકારના પ્રતિનિધિ સતત આ ઘટના સાથે જોડાયેલા સવાલોથી બચતા દેખાઈ રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version