ઇ-કોમર્સ કંપની એમેઝોનની એક ભૂલ પડી ભારી, એક ભૂલ અને 1 લાખનું એસી વેચાયું 6000માં…

ઇ-કોમર્સ કંપની એમેઝોન એક એવી ભૂલ કરી બેઠું છે કે હવે તેની ચર્ચા જોરથી સોશિયલ મીડિયા પર થવા લાગી છે. અત્યાર સુધી એવી ઘટના બનતી કે ગ્રાહકોએ કોઈ અલગ વસ્તુઓ ઓડર કરી હોય અને તેના ઘરે અલગ જ વસ્તુ પહોંચે. પરંતુ આ વખતે ઓનલાઈન વસ્તુઓનું વેચાણ કરતી એમેઝોન કંપનીએ એવી ભયંકર ભૂલ કરી તેનો ફાયદો ગ્રાહકોએ ઉઠાવ્યો.

image source

એક ભૂલના કારણે એમેઝોન પર તોશિબા કંપનીનું એ.સી 94 ટકા ડિસ્કાઉન્ટ સાથે વેચવા માટે મુકાઇ ગયું. આ એસી ની કિંમત અંદાજે 1 લાખ રૂપિયા છે પરંતુ એમેઝોનની ભૂલના કારણે આ એ.સી. ઓનલાઇન 6 હજાર રૂપિયામાં વેચાયું. એમેઝોનની આ ભૂલનો ફાયદો ગ્રાહકોએ મન ભરીને ઉઠાવ્યો અને ધડાધડ 6000 રૂપિયા માં એસી ઓર્ડર પણ કરી દેવામાં આવ્યા.

image source

જોકે આ ભૂલ સામે આવ્યા બાદ એ સ્પષ્ટ થયું નથી કે ઓર્ડર કરનાર લોકોને 6 હજાર રૂપિયામાં જ 1 લાખનું એસી મળશે કે કેમ. પરંતુ એમેઝોને કરેલી ભૂલ ચર્ચામાં જરૂરથી આવી ગઈ.

image source

એમેઝોન પર સોમવારે જાપાની કંપની તોશિબા નુ 1.8 ટનનું 5 સ્ટાર એર કન્ડિશનર જેની ખરેખર કિંમત 96,700 રૂપિયા છે. તેને 94 ટકા ડિસ્કાઉન્ટ સાથે માત્ર 5900 રૂપિયામાં લિસ્ટ કરવામાં આવ્યું. એટલું જ નહીં વેબસાઇટ પર આ ઓફર પર 278 રૂપિયાના માસિક ની ઓફર પણ આપવામાં આવી. પછી શું જ્યારે ગ્રાહકોના ધ્યાનમાં આ વાત આવી અને ધડાધડ એસી ના ઓર્ડર થવા લાગ્યા. આ ભૂલ સુધારવા એમેઝોને હવે તે જ એસીને 59,490 રૂપિયામાં લિસ્ટ કર્યું છે.

image source

જોકે આ પહેલીવાર નથી કે એમેઝોને આવી ભયંકર ભૂલ કરી હોય આ પહેલા 2019 ની ઓનલાઈન શોપિંગના સેલ દરમ્યાન એમેઝોન સોની, ફૂજીફિલ્મ અને કેનન જેવા 9 લાખ રૂપિયા વાળા ડીએસેલાર કૅમેરા 6500 રૂપિયામાં લિસ્ટ કરી દીધા હતા. ત્યારબાદ એમેઝોન પર કેમેરા ખરીદનાર લોકોની પડાપડી થવા લાગી હતી.