“છોટી બહુ” એ તો બોલ્ડ થવામાં જરા પણ ના રાખ્યું બાખી, આ સુપર હોટ તસવીરો જોઇને તમારી આંખે આવી જશે અંધારા

બિગ બોસ 14ની કન્ટેસ્ટન્ટ રુબીના દિલેક હાલના દિવસોમાં ખૂબ જ ચર્ચામાં છે. બિગ બોસની આ સીઝનમાં રુબીના દિલેકનો દરેક અંદાજ લોકોના દિલને ધડકાવી રહ્યો છે. પછી એ એમની ફેશન સેન્સ હોય કે પછી એમનો બોલવાનો અંદાજો, બધું જ લોકોના દિલમાં વસી રહ્યું છે. રુબીના દિલેકનો આ શોની ટ્રોફીની સૌથી મજબૂત કન્ટેસ્ટન્ટ ગણવામાં આવે છે. આ સીઝનના દરેક ટ્રેનિંગ ચાર્ટમાં રુબીના દિલેક ટોપ પર રહે છે. નાના પડદા પર ટ્રેડિશનલ અવતારમાં દેખાતી આ છોટી બહુ દરેક વ્યક્તિનું દિલ જીતી રહી છે તો બીજી બાજુ બિગમાં સ્ટાઈલિશ અંદાજમાં દેખાતી રુબીનાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બોલ્ડ ફોટાથી ભરેલું છે. રુબીનાના ગ્લેમરસ ફોટા ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. જો કે આ ફોટા જુના છે પણ રુબીના બિગ બોસમાં હિટ થતા જ એમના ફોલોઅર્સ વધી ગયા છે તો બીજી બાજુ લોકો એમના ફોટાના પણ દીવાના થઈ જાય છે.

image source

રુબીના દિલેકની નાના પડદા પર જબરદસ્ત ફેન ફોલોઇંગ છે. રુબીના ખૂબ જ સુંદર છે. ટીવી એક્ટ્રેસ રુબીના દિલેક વર્ષ 2006માં મિસ સિમલા અને વર્ષ 2008માં મિસ નોર્થ ઇન્ડિયાનું બ્યુટી પ્રેઝન્ટ જીતી ચુકી છે. રુબીના દિલકએ અભિનવ સાથેના ફોટા પણ પોસ્ટ કર્યા છે. રુબીનાના અમુક ફોટા તો એમના પતિ અભિનવે જ ક્લિક કર્યા છે..

image source

રુબીના દિલેક વર્ષ 2016માં એશિયાની 50 સૌથી સેક્સી વુમનના લિસ્ટમાં સામેલ થઈ હતી. ઘણા ઓછા લોકોને ખબર છે કે રુબીના દિલેક એક ઇન્ટિરિયર ડિઝાઈનર પણ છે. રુબીના દિલેક એક આઇપીએસ ઓફિસર બનવા માંગતી હતી પણ ચંદીગઢમાં થયેલા ઓડિશનમાં એ સિલેક્ટ થઈ ગઈ અને એ પછી રુબીના ટીવીની દુનિયામાં પહોંચી ગઈ અને ઘણી સિરિયલ્સમાં કામ કરીને ટીવીની સૌથી ચર્ચિત એક્ટ્રેસમાં સામેલ થઈ ગઈ.

image source

બિગ બોસમાં રુબીના પતિ અભિનવ સાથે પહોંચી છે. બિગ બોસના શોમાં બંનેના ઘણા રંગ જોવા મળી રહ્યા છે. ક્યારેક બંને રોમેન્ટિક થતા દેખાય છે તો ક્યારેક એમની નોકજોક બિગ બોસના દર્શકો વચ્ચે ચર્ચાનો મુદ્દો બની જાય છે. રુબીના બિગ બોસ 14માં સતત નોમીનેટ થયા પછી પણ દર વખતે રુબીના પોતાની પોપ્યુલરિટીના કારણે બચી જાય છે. રુબીનાનો દરેક અંદાજ દર્શકોના દીલ પર છવાયેલો રહે છે .

image source

તમને જણાવી દઈએ કે રૂબીના દિલૈક છોટી વહુ, શક્તિ-અસ્તિત્વના અહેસાસ જેવી સીરિયલ્સમાં એક્ટિંગ કરી ચૂકી છે. બિગ બોસમાં પ્રવેશતા પહેલા તેનો તેના પતિ સાથે ઝઘડો થયો હતો. રુબીનાએ એમ પણ કહ્યું હતું કે, અમે છૂટાછેડા વિશે વિચારતા હતા. ટીવી અભિનેત્રીએ કહ્યું હતું કે ‘અમે નવેમ્બર સુધી એક બીજાને સમય આપ્યો હતો. અમે છૂટાછેડા લેવા જઇ રહ્યા હતા. જો અમે અહીં ન આવેત, તો પછી અમે સાથે રહેતા પણ ન હોત

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત