આ બેંકની એક ભૂલના કારણે લાગી ગયો 3600 કરોડનો ચૂનો, કોર્ટના જજે પાછા આપવાની ચોખ્ખી ના પાડી દીધી

આજે એક એવી વાત કરવી છે કે જે સાંભળીને પહેલા તો તમારે કાનમાં આંગળી નાખીને મેલ કાઢવાનું થસે. કારણ કે એક એવી ઘટના છે જેને ‘બેંકિંગ ઇતિહાસની સૌથી મોટી ભૂલ’ કહેવામાં આવી રહી છે. આ ભૂલ અમેરિકાના સિટીબેંકમાં થઈ છે. સિટીબેંકે આકસ્મિક રીતે રૂ. 6553 કરોડ ટ્રાન્સફર કરી દીધા. પણ આ ઘટના કરતાં મોટી વાત એ છે કે આમાંથી હજુ સુધી 3600 કરોડ રૂપિયા પાછા મળ્યા નથી. સિટી બેંકે બેકિંગ ઈતિહાસમાં એક મોટી ભૂલ કરી હોવાના કારણે બેંકને જંગી નુકસાન ભોગવાનો વારો આવ્યો છે. સિટી બેંકની એક નાની ભૂલના કારણે તેને મોટો આર્થિક ફટકો પડવાનો કિસ્સો સામે આવતા હાહાકાર મચી ગયો છે.

image source

ઉલ્લેખનીય છે કે સિટી બેંકના એક અધિકારીએ ભૂલથી કૉસ્મેટિક કંપની રેવલૉનના ખાતામાં 6554 કરોડ રૂપિયાની મોટી રકમ ટ્રાન્સફર થઈ ગઈ. હવે આ કિસ્સામાં એક ન્યાયાધીશે ચુકાદો આપ્યો છે કે બેંક આ નાણાં પાછા નહીં ખેંચી શકે. સિટી બેન્કે કોસ્મેટિક્સ કંપની રેવલોન(Revlon)ના ધિરાણકર્તાને ભૂલથી આટલી મોટી રકમ મોકલી દીધી હતી. રિયલમાં એવું છે કે સિટીબેંક રેવલોન કંપનીના લોન એજન્ટ તરીકે કામ કરી રહી હતી. ભૂલ ત્યાં થઈ કે સિટી બેન્કને માત્ર 58 કરોડ રૂપિયા વ્યાજની ચૂકવણી રૂપે ધિરાણકર્તાએ ટ્રાન્સફર કરવાના હતા. પરંતુ બેંકે આ જ ટ્રાજેક્શન 100થી વધુ વખત ટ્રાન્સફર કર્યા.

image source

એક અહેવાલ મુજબ માહિતી મળી રહી છે કે યુ.એસ.ની ડિસ્ટ્રિક્ટ કોર્ટે ચુકાદો આપ્યો છે કે સિટીબેંક ભૂલથી મોકલેલા પૈસા રિકવર નહી કરી શકે. પહેલા તો સિટી બેન્કે ભૂલથી મોકલેલી રકમ પરત મેળવવા નોટિસ મોકલી હતી, પરંતુ ગયા વર્ષે ઓગસ્ટમાં 36૦૦ કરોડ રૂપિયા પાછા ન મળતાં કેસ કરી દીધો. પરંતુ ન્યાયાધીશે સિટી બેંક વિરુદ્ધ ચુકાદો આપ્યો અને બેન્ક નારાજ થઈ ગઈ હતી. જો કે મામલો કોઈ એક બે કરોડનો નથી. તેથી સિટી બેન્કે વાત કરી કે હવે તે જિલ્લા ન્યાયાધીશના નિર્ણય સામે અપીલ કરશે.

image source

તો બીજી તરફ જો વાત કરીએ તો બેંક વિરુદ્ધ નિર્ણય આવ્યોસ છે એ વાત સાચી પણ તેમ છતાં પૈસા મેળવનારી સંસ્થાઓ હજુ તે રૂપિયા ખર્ચ કરી શકશે નહીં. ટૂંકમા એ ક્યાંક વાપરી નહીં શકે, હાલમાં તો એ પૈસા એમના માટે એક કોરા કાગળ જેવા જ છે. કારણ કે કોર્ટનો બીજો નિર્ણય અમલમાં છે. અને આ બીજા નિર્ણયમાં પૈસા વાપરવાની ચોખ્ખી ના પાડી દીધી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!