Site icon News Gujarat

VIDEO: દિવાલો વચ્ચેથી આવી રહ્યો હતો રડવાનો અજીબ અવાજ, પોલીસે ઓપરેશન કર્યું તો મળી આવી નગ્ન મહિલા

અમેરિકાના કેલિફોર્નિયામાં બચાવ કાર્યકરોએ બિલ્ડિંગમાં ફસાયેલી મહિલાને બચાવવા માટે બે કલાકથી વધુ સમય સુધી ઓપરેશન રેસ્ક્યૂ કર્યું અને અંતે મહિલાએ તેમાંથી બચાવી લીધી. સૌથી આશ્ચર્યજનક વાત એ હતી કે મહિલા બચાવ દરમિયાન નગ્ન મળી આવી હતી. આ ઘટના અમેરિકાના કેલિફોર્નિયામાં ત્યારે સામે આવી જ્યારે એક મહિલા બે બિલ્ડિંગની વચ્ચે ફસાઈ ગઈ. મહિલાને બચાવનારાઓએ બચાવી લીધી હતી. જો કે ત્યારે તે નગ્ન હાલતમાં મળી આવી હતી.

image source

અધિકારીઓ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર મંગળવારે, કેલિફોર્નિયાની એક મહિલા બે બિલ્ડિંગની દિવાલો વચ્ચે ફસાયેલી મળી આવી હતી. બચાવ ટીમે તેને બચાવવા કલાકો સુધી કામ કર્યું. જો કે, તેને સલામત રીતે બચાવી લેવામાં આવી હતી અને તેને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવી હતી.

image source

ફોક્સ ન્યૂઝ ડોટ કોમ પર પ્રકાશિત થયેલા સમાચાર મુજબ સેન્ટા આનામાં ઓરેંજ કાઉન્ટી ફાયર ઓથોરિટી (ઓસીએફએ) એ જણાવ્યું કે મહિલા બપોરે લગભગ 2 વાગ્યે મળી આવી હતી. ઘટનાસ્થળની નજીક એસ એન્ડ સી ઓટો બોડી શોપના કર્મચારીઓએ જણાવ્યું હતું કે તેઓએ મહિલાને મદદ માટે ચીસો પાડતા સાંભળી હતી, પરંતુ તેઓ તેને શોધી શક્યા ન હતા અને ત્યારબાદ મદદ માટે પોલીસને બોલાવી હતી.

image source

કર્મચારીઓએ કહ્યું કે જ્યારે અમે પોલીસને ફોન કર્યો ત્યારે અવાજ સાંભળીને તેઓ છત પર ચઢી ગયા. તેણે બે દિવાલો વચ્ચે જોયું કે ત્યાં એક નગ્ન સ્ત્રી હાજર છે. તેણી પીડામાં હતી અને રડતી હતી. એવું લાગી રહ્યું હતું કે તે ઉલ્ટી ફસાઇ ગઈ છે. ફાયર અધિકારીઓના જણાવ્યા મુજબ મહિલા એક ફૂટ પહોળાઈથી પણ ઓછી જગ્યામાં ફસાઈ ગઈ હતી.

મહિલાને બહાર કાઢ્યા બાદ તેને હોસ્પિટલમાં મોકલવામાં આવી હતી. જો કે, ફાયર અધિકારીઓએ મહિલા કેવી રીતે ફસાઈ અને કેમ તે નગ્ન હતી એના વિશે કોઈ માહિતી આપી નથી. ઓસીએફએ કેપ્ટન થેન ન્યુગ્યુએન કહે છે કે હમણાં તે આપણા બધા માટે એક રહસ્ય છે. જો કે સુરતમાં પણ આ પહેલા આવી એક ઘટના સામે આવી હતી. જો એના વિશે વાત કરીએ તો સુરતના શહેરના અમરોલી વિતરમાં રહેતી એક પરિણીતા અચાનક ગુમ થઈ ગઇ હતી. જો કે, આ મહિલાના ગુમ થયાનાં ચાર દિવસ બાદ આ મહિલા તેના ઘર નજીક ઝાડીમાંથી અર્ધ નગ્ન હાલતમાં મળી આવી હતી. પોલીસે આ મહિલા સાથે કોઈ અનિચ્છનીય ઘટના બાદ તેની હત્યા કરવામાં આવી હોય તેવી આશંકા સાથે હત્યાનો ગુનો નોંધ્યો હતો.

Exit mobile version