June મહિનામાં આ તારીખે યોજાશે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ, આ રાશિના લોકો પર થશે ખરાબ અસર, ક્યાંક તમારી રાશિ તો નથી ને?

જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્યગ્રહણને એક પ્રભાવશાળી ખગોળીય ઘટના થતી હોવાનું માનવામાં આવે છે. તેમજ એવું માનવામાં આવે છે કે, આંશિક સૂર્યગ્રહણ કે પછી આંશિક ચંદ્રગ્રહણ રાશિઓના જાતકો પર પ્રભાવિત અસર કરે છે. તા. ૧૦ જુન, ૨૦૨૧ ગુરુવારના રોજ જે સૂર્યગ્રહણ જોવા મળવાનું છે તે દિવસે શનિ જયંતિ પણ આવી રહી છે.

જાણીશું સૂર્યગ્રહણનો સમય અને સુતક કાળ.

image source

તા. ૧૦ જુન, ૨૦૨૧ ગુરુવારના રોજ જોવા મળનાર સૂર્યગ્રહણને ભારત દેશમાં આંશિક રીતે જોવા મળી શકે છે. વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ ભારત દેશ સિવાય કેનેડા, રશિયા, ગ્રીનલેન્ડ, યુરોપ, એશિયા અને ઉત્તર અમેરિકામાં પણ સૂર્યગ્રહણ જોવા મળી શકે છે.

image source

ભારત દેશમાં તા. ૧૦ જુન, ૨૦૨૧ ગુરુવારના રોજ જોવા મળનાર સૂર્યગ્રહણનો સમય બપોરના 1:૪૨ વાગ્યાથી લઈને
સાંજના સમયે ૬:૪૧ વાગ્યા સુધી જોવા મળી શકે છે. ભારત દેશમાં વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ આંશિક ગ્રહણ જોવા મળી શકે છે. આ આંશિક સૂર્યગ્રહણના કારણે જ્યોતિષ શાસ્ત્ર મુજબ સુતક કાળ માન્ય રાખવામાં આવશે નહી.

કઈ રાશિ ધરાવતા જાતકોને કરશે સૌથી વધારે પ્રભાવિત?

image source

જ્યોતિષ શાસ્ત્રના આધારે એવું માનવામાં આવી રહ્યું છે કે, તા. ૧૦ જુન, ૨૦૨૧ ગુરુવારના રોજ જોવા મળનાર સૂર્યગ્રહણ સૌથી વધારે વૃષભ રાશિના જાતકોને પ્રભાવિત કરી શકે છે. વૃષભ રાશિ ધરાવતા જાતકોએ પોતાના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું પડશે. તેમજ વૃષભ રાશિ ધરાવતા જાતકોએ નાણાકીય સંબંધિત બાબતોમાં સાવચેત રહેવાની જરૂરિયાત રહેશે. તેમજ સ્વચ્છતાની બાબતમાં આપની નાનકડી બેદરકારી પણ આપના માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.

વર્ષ ૨૦૨૧માં કુલ બે સૂર્યગ્રહણ જોવા મળી શકે છે.

-વર્ષ ૨૦૨૧માં જોવા મળનાર પ્રથમ સૂર્યગ્રહણ તા. ૧૦ જુન, ૨૦૨૧ ગુરુવારના રોજ ભારત દેશમાં આંશિક રીતે જોવા
મળવાનું છે. પ્રથમ સૂર્યગ્રહણ આંશિક રીતે જોવા મળવાનું હોવાથી સુતક કાળ માન્ય રહેશે નહી.

image source

-જયારે વર્ષ ૨૦૨૧નું બીજું સૂર્યગ્રહણ તા. ૪ ડીસેમ્બર, ૨૦૨૧ના રોજ જોવા મળી શકે છે.