પતિ Sorry ના બોલ્યો તો 101 કિલો વજનની પત્ની બેસી ગઇ ઉપર, અને પછી થયુ કંઇક એવું કે…

પતિ-પત્ની વચ્ચે લડાઈ- ઝઘડા સામાન્ય વાત છે. પતિ પત્ની વચ્ચે નાની નાની વાતોમાં ઝઘડા થતા રહે છે. જો કે ઘણી વખત આ ઝઘડો એટલો મોટો થઈ જાય છે કે પરિસ્થિતિ છૂટાછેડા સુધી પહોંચી જાય છે. જ્યારે બન્ને પાત્ર સામે સામે વાતને ઈગો પર લઈલે છે ત્યારે પરિણામ ઘણ ખરાબ આવે છે. પરંતુ આજે અમે તમને જે બાબત જણાવીશું તે વિશે સાંભળીને તમે ચોંકી જશો. આ ઘટનામાં પત્ની ગુસ્સામાં પતિ પર બેસી ગઈ, જેના કારણે પતિનો જીવ ચાલ્યો ગયો.

પતિ-પત્ની બંને એક સાથે દારૂ પી રહ્યા હતા

image source

આ ઘટના રશિયામાં બની હતી. અહીં 101 કિલો વજનની પત્નીએ તેના પતિ સાથે ઝઘડો કર્યો હતો. લડાઈ દરમિયાન પત્ની દારૂના નશામાં હતી. લડાઈ એટલી વધી ગઈ કે મહિલાએ ગુસ્સે થઈને તેના પતિ ઉપર બેસી ગઈ અને તેને મારી નાખ્યો. ન્યુ યોર્ક પોસ્ટના રિપોર્ટ અનુસાર પતિ-પત્ની બંને એક સાથે દારૂ પી રહ્યા હતા.

પતિએ Sorry બોલવાનો ઇનકાર કરી દીધો

image source

દારૂ પીતા સમયે બંને પતિ-પત્ની વચ્ચે કંઇક બાબતે ઝઘડો થયો હતો. આ પછી, નશામાં રહેલી પત્નીએ પતિને માફી માંગવાનું કહ્યું. જોકે પતિએ Sorry બોલવાનો ઇનકાર કરી દીધો. આ પછી, પત્ની વધુ ગુસ્સે થઈ ગઈ. પત્ની એટલી ગુસ્સે થઈ કે તે તેના પતિના મોં પર બેસી ગઈ.

યુવકનો જીવ જતો રહ્યો

image source

આને કારણે પતિ શ્વાસ ન લઈ શક્યો અને ગૂંગળામણથી તેનું મોત નીપજ્યું. થોડા સમય પછી, જ્યારે પતિએ પ્રતિક્રિયા આપવાનું બંધ કર્યું, ત્યારે તે મહિલા તેના મો પરથી ઉભી થઈ ગઈ. જોકે ત્યાં સુધીમાં તેણે પોતાનો જીવ ગુમાવી દીધો હતો. રશિયાની રહેવાસી Tatyana O પર પતિની હત્યા કરવાનો આરોપ લાગ્યો. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેનો પતિ Aidar તેની જાન માટે ભીખ માંગતો રહ્યો, પરંતુ તે એટલી ગુસ્સામાં હતી કે તે તેની ઉપરથી ઉભી જ ન થઈ અને યુવકનો જીવ જતો રહ્યો.

આ બંનેની પુત્રી આ બધું જોઈ રહી હતી

image source

આ બંનેની એક પુત્રી આ બધું જોઈ રહી હતી. પિતાની ગૂંગળામણ જોઇને પુત્રી દોડીને પડોશીઓને બોલાવી લાવી. તે સમય સુધીમાં તે ખૂબ મોડું થઈ ગયું હતું. ઘટના બાદ ભારે ભીડ એકઠી થઈ હતી. આ પછી પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે આવીને આરોપી મહિલાને કસ્ટડીમાં લીધી હતી. જો કે મહિલાએ પોલીસને જણાવ્યું હતું કે તેનો પતિની હત્યા કરવાનો કોઈ ઇરાદો નહોતો.