ગુજરાતમાં કોઇ જગ્યાએ વીજળીના કડાકા થયા, તો કોઇ જગ્યાએ વાદળછાયું વાતાવરણ, જાણો વધુમાં

ગુજરાત રાજ્યમાં ચારે તરફ કોરોના વાયરસ સંક્રમણની મહામારી દરમિયાન ભરઉનાળાની ઋતુમાં આજ રોજ અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. મંગળવારના રોજ મધ્ય રાતથી જ ગુજરાત રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સુસવાટાની સાથે વરસાદ પડ્યો હતો. ત્યાં જ ઘણા વિસ્તારોમાં વાદળ છવાયેલા રહ્યા છે. આમ વાતાવરણમાં અચાનક પલટો આવી જતા ગુજરાત રાજ્યના ખેડૂતો મુશ્કેલીમાં આવી ગયા છે. એવું જાણવા મળી રહ્યું છે કે, અમરેલી, પંચમહાલ, અરવલ્લી, પાટણ, સાબરકાંઠા જિલ્લાઓમાં અચાનક વાદળ છવાયેલ વાતાવરણ જોવા મળ્યું છે. અમરેલીના રાજુલા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં અચાનક વાતાવરણ બદલાઈ ગયું છે. હીંડોરણા, છતડીયાની સાથે જ તેની આસપાસ આવેલ ગામમાં પણ વરસાદના છાંટા પડ્યા હતા.

image source

ગઈકાલ મધ્ય રાતના સમયથી જ ગુજરાત રાજ્યના કેટલાક વિસ્તારોમાં અચાનક કાળા ડીમાંગ વાદળો જોવા મળ્યા હતા જેને જોઈને ખેડૂતોના જીવ ઊંચા થઈ ગયા છે. આજ રોજ અમદાવાદ સહિત ગુજરાત રાજ્યના કેટલાક વિસ્તારોમાં સવારના સમયથી જ વાદળ છવાયેલ વાતાવરણ જોવા મળ્યું છે. આકાશમાં છુટા છવાયા વાદળોની સાથે જ સવારના સમયથી જ ધીર્રે ધીરે ઠંડો પવન પ્રસરી રહ્યો છે.

image source

આજ રોજ ભાવનગરના મહુવા તળાજા હાઈ વે પર આવેલ લોંગડી ગામમાં વિચિત્ર ઘટના બની છે. આ ઘટનામાં આકાશ માંથી માછલીઓનો વરસાદ થયો હતો. આ મૃત માછલીઓને જોવા માટે ગામના લોકો ભેગા થઈ ગયા હતા. ગામના લોકો દ્વારા મૃત માછલીઓને જોઈને ગામના સરપંચ અને તલાટી એવા પ્રકાશભાઈ ચૌહાણ ને આ વાતની જાણ કરવામાં હતી. આ વાતની જાણ થતા જ સરપંચ પણ ઘટનાસ્થળે પહોચી ગયા હતા. અહિયાં શાળાની નજીકમાં આવેલ બે માળના સ્લેબ સહિત અન્ય જગ્યાઓએ પણ આકાશ માંથી નાની મોટી મૃત માછલીઓ આકાશ માંથી નીચે પડતા જોવા મળી હતી.

image source

ગામના સરપંચ ગૌ રક્ષક દિલીપભાઈ સહિત અન્ય આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આવા બળબળતા ઉનાળામાં આવી રીતે માછલીઓ નીચે પડવાની ઘટના આશ્ચર્યમાં મૂકી દે તેવી છે. હાલમાં આ ઘટના ચર્ચાનો વિષય બની ગયો છે, આકાશમાં વાદળો છવાઈ રહ્યા હતા અને ત્યાં જ અચાનક આકાશ માંથી માછલીઓ નીચે પડવા લાગે છે જેને જોઈને લોકોની ભીડ ઉમટી આવી હતી. વધારે તપાસ કરવામાં આવતા એવું જાણવા મળ્યું હતું કે, આ તમામ માછલીઓ મૃત અવસ્થામાં આકાશ માંથી નીચે કરાની જેમ પડી હતી.

image source

આ ઘટનાની જાણ તંત્ર અને પોલીસ મથકને પણ જણાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું, ભાવનગર જીલ્લાના જેસર પંથકમાં કમોસમી વરસાદ જોવા મળ્યો છે. વહેલી સવારના સમયે જ જેસર પંથકમાં કમોસમી વરસાદ આવ્યો છે. અચાનક જ જેસર પંથકમાં વીજળીના કડાકાની સાથે વરસાદ આવ્યો છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થઈ ગયો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!