Site icon News Gujarat

આ ગુજ્જુ કપલે કાઠિયાવાડી સ્ટાઈલમાં કરાવ્યું પ્રિ- વેડિંગ ફોટોશૂટ, એક વાર જોશો આ તસવીરો તો વારંવાર થશે જોવાનું મન

પહેલાના જમાના કરતા અત્યારના જમાનાના લગ્ન અને લગ્નની તૈયારીઓમાં ઘણો ફરક જોવા મળે છે. પહેલાના જમાનામાં જ્યાં લગ્ન પહેલા વર વધુએ એકબીજાના ચહેરા પણ ન જોયા હોય ત્યારે આજકાલ યુવાનોમાં લગ્ન પહેલા યાદગાર એવું પ્રી-વેડિંગ ફોટોશૂટ કરાવવાનો ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે.

image source

લોકો હિલ સ્ટેશન, પહાડો, નદી-દરિયા કિનારે જઈને લાખો રૂપિયાનો ખર્ચો કરીને પ્રી-વેડિંગ ફોટોશૂટ કરાવતા હોય છે. એવામાં ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાના બાદલપરા ગામના એક કપલે અસલ કાઠિયાવાડી સ્ટાઈલમાં પોતાનું પ્રી-વેડિંગ ફોટોશૂટ કરાવ્યું હતું.

image source

તમને જણાવી દઈએ કે ગીર સોમનાથ જિલ્લાના બાદલપરા ગામનાના આહીર જ્ઞાતિના દેવ બારડ અને હેતલના લગ્ન વખતે આ પ્રી-વેડિંગ શૂટ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર પ્રી-વેડિંગ ફોટોશૂટ આહિર જ્ઞાતિના પારંપરિક અંદાજમાં કરવામાં આવ્યું હતું.

image source

તમને જણાવી દઈએ કે દેવ બારડ અને હેતલનું આ પ્રી-વેડિંગ ફોટોશૂટ તેઓના ચિત્રાવડમાં આવેલ ફાર્મ હાઉસમાં જ કરવામાં આવ્યું હતું. આ પ્રી-વેડિંગ ફોટોશૂટમાં આપણી સંસ્કૃતિ અને પરંપરાને રજૂ કરવાનો પ્રયાસ કરાવામાં આવ્યો છે.

ગીર સોમનાથ જિલ્લાના એક નાનકડા ગામમાં અનોખા અંદાજમાં પ્રી-વેડિંગ ફોટોશૂટ કરાવામાં આવ્યું હતું.

image source

તમને જણાવી દઈએ કે આ અનોખું પ્રિ વેડિંગ ફોટો શૂટ કરાવનાર યુવક દેવ બારડે કોમર્સનો અભ્યાસ કર્યો છે અને હાલ સિમેન્ટ પોલ મેન્યુફેક્ચરિંગનો પોતાનો ફેમિલી બિઝનેસ સાંભળી રહ્યો છે જ્યારે તેમની ભાવિ પત્ની હેતલ મૂળ આદ્રી ગામના છે અને તેઓ ડેન્ટિસ્ટ તરીકેની વેરાવળમાં પ્રેક્ટિસ કરી ચૂક્યા છે.અને તેમને GPSCની પરીક્ષામાં પણ આપી હતી.

image source

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળના બાદલપરા ગામ ગુજરાતનું એક મોડલ ગામ પણ છે અને આ ગામને ઘણા એવોર્ડ પણ મળી ચુક્યા છે. આ ગામના લોકો આજે પણ પોતાની પરંપરા અને સાંસ્કૃતિક વારસાને ભૂલ્યા નથી. આ ગામના લોકો કોઈ પણ સામાજિક પ્રસંગ હોય કે પછી કોઈ વાર તહેવાર હોય ત્યારે પોતાના પારંપારિક વસ્ત્રો પહેરીને જ અહીં ઉજવણી કરવામાં આવે છે.

image source

તમે જોઈ શકો છો કે દેવ બારડ અને હેતલના આ પ્રી-વેડિંગ ફોટોશૂટમાં ગ્રામ્ય જીવન ધબકતું જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત પ્રિ વેડિંગ શૂટમાં દેવ અને હેતલના પહેરવેશ પણ એકદમ પારંપરિક જ જોવા મળે છે.

દેવ બારડના જણાવ્યા મુજબ આ પ્રી-વેડિંગ ફોટોશૂટમાં મેં મારા દેશ અને મારા પરિવારની સંસ્કૃતિ અને પરંપરાને ટકાવી રાખવા નવતર પ્રયોગ કર્યો છે તમને જણાવી દઈએ કે દેવ બારડ અને હેતલના લગ્ન વર્ષ 2017માં ખૂબ ધામધૂમથી થયા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : NEWS 18 ગુજરાતી)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version