નીતા અંબાણીને જન્મદિવસે આ ખાસ વ્યક્તિએ વિમાન ગિફ્ટ કર્યું, સુવિધાઓ જોઈને 7 સ્ટાર હોટલ પણ ટૂંકી પડે

મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી તેની આલીશાન લાઈફ સ્ટાઈલને લઈને ઘણી વખત ચર્ચામાં આવતી હોય છે. તાજેતરમાં તેણે એક મુલાકાતમાં તેને દિવસની શરૂઆત કઈ રીતે કરે છે તેના વિશે જણાવ્યું હતું. તેમના દિવસની શરૂઆત જ જાપાનની સૌથી જૂની ક્રોકરી બ્રાન્ડ ‘નોરીટેક’ના કપમાં ચા પીને કરે છે. નીતા અંબાણીના બેગ પણ હીરાથી સજાવેલા જોવા મળતા હોય છે. નીતા અંબાણી જેટલી બિઝનેસની દુનિયામાં પ્રખ્યાત છે તેટલી જ તેના ગ્લેમર સ્ટાઈલ માટે પણ જાણીતી છે. તેમના પતિ મુકેશ પણ આ લક્ઝરી લાઈફ સ્ટાઈલમાં જોવા મળતા હોય છે.

image source

નીતા અંબાણી તેની લક્ઝરી જીવનશૈલીની સાથે કિંમતી ચીજોની પણ શોખીન છે. શ્રીમતી અંબાણી અવારનવાર તેના મોંઘા વાહનોમાં ફરતી જોવા મળે છે અને માત્ર એટલુ જ નહીં પરંતુ તેની પાસે પોતાનું એક ખાનગી જેટ પણ છે જેમાં તે મુસાફરી કરવાનું પસંદ કરે છે. મુકેશ અંબાણીએ તેમની પત્નીના 44મા જન્મદિવસ પ્રસંગે તેમને એક ખાનગી જેટની ગિફ્ટ આપી હતી. જેના ફોટો પણ વાયરલ થયા હતા.

image source

મળતી માહિતી મુજબ આ ખાનગી જેટની કિંમત આશરે 230 કરોડ છે. મુકેશ અંબાણીએ નીતા અંબાણીને તેના 44મા જન્મદિવસ પર કસ્ટમ ફીટ થયેલ એરબસ -3683 લક્ઝરી પ્રાઈવેટ જેટ ગિફ્ટ કરી. આ જેટ વિશે વિગતે વાત કરીએ તો આ જેટમાં 10-12 લોકો એકસાથે મુસાફરી કરી શકે છે. મુકેશ અંબાણી તેના બોઇંગ બિઝનેસ જેટનો ઉપયોગ કરતા જોવા મળતા હોય છે. ત્યારે બીજી તરફ નીતા અંબાણીને તેના ખાનગી જેટમાં મુસાફરી કરવાનું પસંદ છે.

image source

જાણવા મળી રહ્યુ છે કે મુકેશ અંબાણીએ નીતા અંબાણીની પસંદગી અને જરૂરિયાત મુજબ જેટને કસ્ટમાઇઝ કર્યું હતું. આ વિમાનની અંદર તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. વિમાનની અંદર એક ડાઇનિંગ હોલ છે જે એક મોટી હોટેલ જેવો લૂક આપે છે તો બીજી તફર તેમનો મૂડ હળવા કરવા માટે તેમાં એક સ્કાય બાર પણ હાજર છે. નીતા અંબાણીને ઘણી વાર તેમા મુસાફરી કરતા જોવામા આવ્યા છે. આ સાથે જાણવા મળી રહ્યુ છે કે આ ખાનગી જેટમાં મનોરંજન અને ગેમિંગની પણ સુવિધા આપવામાં આવી છે. તેમાં મ્યુઝિક સિસ્ટમ, સેટેલાઇટ ટેલિવિઝન અને વાયરલેસ કમ્યુનિકેશનની તમામ સુવિધાઓ પણ છે.

image source

આ સાથે જાણવા મળી રહ્યુ છે કે વિમાનમા એક મોટો બેડરૂમ પણ છે. આ સાથે જોવામા આવતુ હોય છે કે નીતા અંબાણીની સાડી, હેંન્ડબેગ, ઘડિયાળથી લઈને ફૂટવેર સુધીની બધી જ વસ્તુઓ બ્રાંન્ડેડ અને મોંઘી હોય છે. આ અગાઉ પણ નીતા અંબાણી તેના ફોનના લીધે ચર્ચામા આવ્યા હતા. આ બધી સુવિધાઓ તેની સુંદરતામા વધારો કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *