તારક મહેતા…માં જેઠાલાલ પર બબીતા થઇ જોરદાર ગુસ્સે, અને જેઠાલાલે આપેલી આ વસ્તુઓ ફેંકી પણ દીધી

તારક મહેતા કા ઉલટા ચશ્માંમાં જેઠાલાલ અને બબીતાની વાર્તા એક જોરદાર પાર્ટ છે અને સીરિયલમાં હંમેશા જીવ રેડે છે. અને હોય પણ કેમ નહિ આખરે બબીતાજીમાં જેઠાલાલનો જીવ પણ તો વસે છે. પણ વેલેન્ટાઈન અને ઇશ્કના આ મોસમમાં જેઠાલાલ સાથે ફરી એકવાર કઈક એવું થવા જઈ રહ્યું છે જેનાથી એમની જિંદગી અને ગોકુલધામ સોસાયટી બંને જગ્યાએ જોરદાર તોફાન આવવાનું છે.

image source

તારક મહેતા કા ઉલટા ચશ્માંના હવે પછીના એપિસોડમાં દર્શકોને જોવા મળશે કે જેઠાલાલ અને બબીતા વચ્ચે એક જોરદાર ઝગડો થાય છે. બબીતા અને અય્યર1નળ ઇમરજન્સીમાં થોડા ટેબ્લેટ્સ જોઈતા હતા. જેઠાલાલ ચોક્કસ એમની મદદ કરશે એ વિચારીને જ બબીતાજી જેઠાલાલને થોડા ટેબ્લેટ્સ લાવવાની વિનંતી કરે છે પણ જેઠાલાલ અમુક કારણોસર એ ટેબ્લેટ્સ સમયસર બબીતા અને અય્યર સુધી પહોંચી ન શક્યા.

image source

તારક મહેતા કા ઉલટા ચશ્માંમાં દેખાશે કે બબીતાજીની જ્યારે આ વાતની જાણ થાય છે ત્યારે બબીતાજીની જેઠાલાલ પર ગુસ્સો આવ્યો અને ગુસ્સામાં લાલ બબીતાજીએ જેઠાલાલને ઘરમાંથી કાઢી મુક્યા. બબીતાજી માટે આ ટેબ્લેટ્સ સમય પર મળવા ખૂબ જ જરુરી હતા. બબીતા અને અય્યરે જેઠાલાલને ગુસ્સામાં ગમે તેમ પણ કહી દીધું. એટલું જ નહીં જેઠાલાલે સોરી કહેવા માટે જે ફુલોનો બુકે બબીતાજીની આપ્યો હતો એ ફુલોનો બુકે પણ બબીતાજીએ પોતાના ઘરની બહાર ફેંકી દીધો. શુ જેઠાલાલ અને બબીતાજી વચ્ચેનો આ ગુસ્સો ઠંડો થશે? શુ બબીતા અને અય્યર જેઠાલાલને ક્યારેય માફ કરો શકશે? શુ જેઠાલાલ ટેબ્લેટ્સ લાવી શકશે? તો આ બધા જ સવાલોના મજેદાર જવાબ તમને હવે પછીના દિવસોમાં’ જ મળશે.

image source

છેલ્લા 12 વર્ષથી આ શો દર્શકોના દિલો પર રાજ કરે છે. શોના દરેક પાત્રને દર્શકોનો ખૂબ જ પ્રેમ મળ્યો છે. એમાંય જેઠાલાલ અને દયાભાભીની તો વાત જ શુ કરવી પણ તમને જણાવી દઈએ કે દયાબેન ઉર્ફે દિશા વકાણી હાલ આ સિરિયલથી દૂર છે. દયાબેન ઉર્ફે દિશા વકાણી પોતાની પ્રેગ્નનસીના કારણે શોથી દુર થઇ હતી પણ એ પછી એ આ શોમાં પરત ફરી જ નહીં. પણ હવે એવું જાણવા મળી રહ્યું છે કે દયા બેન ટૂંક સમયમાં જ ફરી તારક મહેતા કા ઉલટા ચશ્માંમાં દેખાઈ શકે છે.

આ ઉપરાંત તારક મહેતા કા ઉલટા ચશ્માં સીરિયલમાં રોશન સિંહ શોઢી, અંજલી ભાભી, ટપ્પુ અને ડોકટર હાથીના પાત્ર ભજવતા કલાકારો પણ બદલાઈ ચુક્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!