Site icon News Gujarat

અમિતાભ બચ્ચનને આ ખાસ વ્યક્તિએ પેરિસમાં આપ્યો આલીશાન બંગલો ગિફ્ટમાં, અભિનેત્રીનું સપનું પણ થયું પુરૂ

બચ્ચન પરિવાર છેલ્લા 5 દાયકાથી ઇન્ડસ્ટ્રીમાં અભિનયના શ્રેષ્ઠ પ્રદર્શન દ્વારા દરેકનું મનોરંજન કરે છે. આ સાથે બચ્ચન પરિવાર હંમેશા તેની દમદાર લાઇફ સ્ટાઇલથી માટે પણ પ્રખ્યાત રહ્યો છે. અમિતાભ બચ્ચન, અમિતાભ બચ્ચનની પત્ની જયા બચ્ચને પણ અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. આ પછી તેની આગળની પેઢી પણ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલ જોવા મળી હતી જ્યાં અભિષેક બચ્ચન અને એશ્વર્યા રાય બચ્ચન અનેક હિટ ફિલ્મો આપી છે. પરંતુ આજે અહીં વાત થઈ રહી છે બચ્ચન પરિવારની સંપત્તિ વિશે.

image source

મળતી માહિતી મુજબ બચ્ચન પરિવારની સંપત્તિ મુંબઈથી પેરિસ સુધી છે. આ સાથે અભિષેક અને એશ્વર્યાની પણ દુબઇમાં સંપત્તિ છે. જો કે અમિતાભ બચ્ચન શરૂઆતથી શાનદાર ઘર રાખવાનાં શોખીન જોવા મળ્યાં છે. તેમની પાસે મુંબઈમાં જ પોતાનાં 3 મોટા બંગલા છે. આ સિવાય પેરિસમાં પણ તેમની પ્રોપર્ટી છે જે અંગે જાણવા મળ્યું છે કે તે પ્રોપર્ટી તેને તેની પત્ની જયા બચ્ચને ગિફ્ટમાં આપી છે.

image source

વાત કરીએ આ બંનેનાં જીવન અંગે તો અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનનાં લગ્ન 3 જૂન 1973માં થયાં હતાં અને ત્યારથી જ આ દંપત્તિ મુંબઈમાં રહે છે. પરંતુ જયા બચ્ચન પેરિસ સિટીને ખૂબ પસંદ કરે છે. શરૂઆતથી જ તેનું પેરિસમાં પણ ઘર હોવાનું સ્વપ્ન હતું. આના કારણે જ જયા બચ્ચને પેરિસમાં અમિતાભ બચ્ચનને ઘર ખરીદી આપ્યું છે. જે ખૂબ જ સુંદર છે.

image source

વાત કરીએ પેરિસના આ ઘર વિશે તો એવું કહેવામાં આવે છે કે અમિતાભ બચ્ચન પાસે આ બંગલામાં 4 બેડરૂમ છે અને આ બંગલો શહેરની મધ્યમાં આવેલો છે. જેના કારણે તેની કિંમત ખૂબ વધારે છે. આ સિવાય તાજેતરમાં જ અમિતાભ બચ્ચને 3 નવા બંગલા ખરીદ્યા હતા. આ વિશે જાણકારી મળી છે કે એક બંગલો તેણે મુંબઈમાં લીધો હતો, બીજો દુબઇમાં લીધો હતો અને એક તેને પેરિસમાં જયા બચ્ચને આપ્યો હતો. જો કે અમિતાભ બચ્ચન શરૂઆતથી જ પ્રોપર્ટીની ખરીદારી અંગે ચર્ચામાં રહ્યા છે.

image source

મુંબઇમાં પણ તેના ઘણા ફ્લેટ છે. એક રિપોર્ટમાં એવું પણ જાણવા મળ્યું છે કે આ અભિનેતાએ કોઈને ભેટ આપવા માટે આ બંગલો ખરીદ્યો હતો પરંતુ તેણે હજી સુધી આ બંગલો કોઈને આપ્યો નથી. અમિતાભ બચ્ચન છેલ્લા 50 વર્ષથી બોલિવૂડમાં કામ કરી રહ્યા છે અને આજે પણ તેમની 5થી વધુ ફિલ્મ્સ રિલીઝ થવાની બાકી છે. આ સાથે આ અભિનેતાએ ભારતની સાથે સાથે દેશ-વિદેશમાં પણ ખૂબ નામ બનાવ્યું છે જેના કારણે તેને આજે ભારતનું ગૌરવ માનવામાં આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version