બાળકોને માતાનું દૂધ પીવડાવી ન શકનારા માતા-પિતા માટે સારા સમાચાર, લેબમાં તૈયાર થયું માતાનું દૂધ

આપણે બધા જાણીએ છીએ કે માતાનું દૂધ બાળકો માટે અમૃત કરતા ઓછું નથી. તે બાળકને પોષણ આપે છે અને તેમના સર્વાંગી વિકાસમાં મદદ કરે છે. માતાના દૂધમાં ઘણા પ્રકારના પોષક તત્વો જોવા મળે છે, જે નવજાતને ઘણા ગંભીર રોગોથી બચાવે છે. ત્યારે હવે પોતાના બાળકોને માતાનું દૂધ પીવડાવી ન શકનારા માતા-પિતા માટે સારા સમાચાર આવી ગયા છે.

image source

જો વિગતે વાત કરીએ તો અમેરિકાની મહિલા વૈજ્ઞાનિકોની જોડીએ વિશ્વમાં પહેલીવાર પ્રયોગશાળાની અંદર માતાનું દૂધ તૈયાર કરવામાં સફળતા હાંસલ કરી છે. આ દૂધને બાયોમિલ્ક નામ આપવામાં આવ્યું છે. તેને બનાવનારી વૈજ્ઞાનિકોએ કહ્યું કે તેમણએ બાયોમિલ્કની પોષકતાની તપાસ કરી છે. સાથે જ તે માતાના દૂધની જેમ પ્રોટીન, ફેટી એસિડ અને અન્ય તત્વો પૂરતાં પ્રમાણમાં મળી રહે તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે. બાયોમિલ્કને બનાવનારી કંપનીનું કહેવું છે કે તે માતાના દૂધના તત્વોથી વધારે છે.

image source

આ સાથે જ માહિતી મળી રહી છે કે આ કંપનીની સહ સંસ્થાપક અને મુખ્ય વિજ્ઞાન અધિકારી લૈલા સ્ટ્રિકલેન્ડે કહ્યું કે અમારા નવા કામે આ બતાવી દીધું છે કે તેને બનાવનારી કોશિકાઓની વચ્ચે મજબૂત સંબંધોનું પુનરાવર્તન અને દૂધ પીવડાવવા દરમિયાન શરીરમાં થનારા અનુભવોને મળીને દૂધની વધારે પડતી જટિલતાને હાંસલ કરી શકાય છે.

image source

માતાનું દૂધ બનાવવાનો આઈડિયા પણ એક સરસ પ્રસંગથી આવ્યો. એ સમયની જો વાત કરવામાં આવે તો જ્યારે લૈલા સ્ટ્રિકલેન્ડનું બાળક ઝડપથી આવી ગયું અને તેને દૂધ પીવડાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો ત્યારે આ વિચાર આવ્યો.

image source

લૈલા સ્ટ્રિકલેન્ડ વિશે વાત કરવામાં આવે તો એ એક કોશિકા જીવ વિજ્ઞાની છે. તેના શરીરની અંદર બાળકને પીવડાવવા માટે દૂધ બની શક્યું નહીં. તેણે ઘણો પ્રયાસ કર્યો પરંતુ નિષ્ફળતા મળી. તેના પછી તેણે 2013માં પ્રયોગશાળાની અંદર મેમરી કોશિકાઓને પેદા કરવાનું શરૂ કર્યું. તેના પછી વર્ષ 2019માં તેણે ફૂડ વિજ્ઞાની મિશેલ ઈગ્ગેરની સાથે ભાગીદારી કરી. આ બંને વૈજ્ઞાનિકોએ સાથે મળીને સ્ટાર્ટઅપ બાયોમિલ્ક લોન્ચ કર્યું. ફેબ્રુઆરી વર્ષ 2020માં બંને વૈજ્ઞાનિકોએ જાહેરાત કરી કે લેબમાં ઉત્પન્ન થયેલી મેમરી કોશિકાઓએ દૂધમાં મળી આવતા બે મુખ્ય પદાર્થ શર્કરા અને કેસીનને બનાવી દીધું છે. તેના પછી માતાનું દૂધ બનાવવાનો રસ્તો સાફ થઈ ગયો. વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે આગામી ત્રણ વર્ષમાં આ દૂધ બજારમાં આવી જશે. ત્યારે હવે આ વાત ભારે ચર્ચામાં આવી છે અને લોકો પણ હરખાઈ રહ્યા છે.