આજથી જ બાળકોનું આ રીતે રાખો ધ્યાન એટલે ત્રીજી લહેરમાં ના રહે કોઇ ટેન્શન, કારણકે આ લહેર બાળકો માટે સાબિત થઇ શકે છે ખતરનાક

કોવિડ 19 સ્ટ્રેનના કારણે આ વર્ષે પણ મોટાભાગના લોકોને ઘરમાં જ રહેવું પડયું છે. એનો મતલબ એ છે કે રેસ્ટ્રીક્ટેડ મુવમેન્ટ, વધુ સમય સ્ક્રીન પર વિતાવવો અને ઓછી એક્ટીવીટી મોટાભાગના બાળકોનું રોજનું કામ બની ગયું છે. ગેજેટ્સ પર સમય વિતાવવો અને ઓનલાઇન કલાસ એટેન્ડ કરવા હવે ઘણાખરા બાળકોની આદત બની ચુકી છે. આ જીવનશૈલીના કારણે બાળકો સુસ્ત બની ગયા છે અને બની શકે છે. પરિણામે બાળકોમાં આવડી નાની ઉંમરે જ માનસિક તણાવ અને ડિપ્રેશનની ફરિયાદો આવી શકે છે અને આ કોઈ ફેંકાફેંકી નહિ પરંતુ એક સાબિતી સહિતની વાત છે. અધ્યયનો અનુસાર ઇનૈકટિવ થવું અને ઓછી માત્રામાં મુવમેન્ટ કરવાતજી સ્વાસ્થ્ય સંબંધી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે.

આ માટે તમારા બાળકોને નિયમિત રીતે કસરત અને દિવસભર એક્ટિવ રહેવા માટે પ્રેરણા આપી તેને સહકાર આપવો બહુ જરૂરી છે.

image source

વળી, કસરત કે એક્સરસાઇઝનો મતલબ ફક્ત જીમમાં જઈને કલાકો વિતાવવા અને ટ્રેડમિલ પર પરસેવો પાડવો એ જ નથી. જિમના સાધનોને આમ પણ રિકમેન્ડ નથી કરવામાં આવતા. બાળકોની બાબતમાં કસરતનો અર્થ એટલે રમવું, બગીચામાં દોડવું અને એવું ઘણું બધું. પરંતુ બાળકો માટે ઘરની બહાર પગ મુકવો એ હાલના સમય મુજબ જોખમી પણ બની શકે છે. આ માટે આજના આ આર્ટિકલમાં અમે આપને અમુક એવી એક્સરસાઇઝ વિશે જણાવી રહ્યા છીએ જેમાં તમારા બાળકો ઘરની અંદર જ એક્સરસાઇઝ કરીને પોતાના શરીરને ચુસ્ત રાખી શકે છે.0

image source

હાલ કોરોના મહામારી દરમિયાન બાળકો માટે ઘરની અંદર જ કસરત કરવાથી તમારા બાળકોમાં ફક્ત એનર્જેટિક શરીર જ નહીં જોવા મળે પરંતુ તેમાં એકાગ્રતા અને માનસિક શક્તિ મેળવવામાં પણ સહાયક બનશે.

એરોબિક્સ

image source

બાળકો ઘરમાં રહીને એરોબિક્સ પણ કરી શકે છે કારણ કે એરોબિક્સને કારણે બાળકોનું હૃદય મજબૂત બને છે અને કોશિકાઓને ઓક્સિજન સર્ક્યુલેટ કરવામાં મદદ મળે છે. એરોબિક્સ સરળતાથી ઘરની અંદર જ કરી શકાય છે અને તે બાસ્કેટબોલ, તરવું, જોગિંગ, દોડવું, સાયકલ ચલાવવું વગેરે જેવી એક્સરસાઇઝની શ્રેણીમાં જ આવે છે.

પુશ અપ્સ

બાળકો પોતાની ફિઝિકને સારી સાઈઝ આપવા અને શક્તિ મેળવવા માટે પુશ અપ્સ, પેટ સાથે ક્રંચેઝ, સ્ટ્રેચિંગ અને બીજી એક્સરસાઇઝ કરી શકો છો.

રોપ સ્કીપિંગ

આ એક અને રસપ્રદ કસરત છે જેને તમે અને તમારા બાળકોને ઘરની અંદર જ સરળતાથી કરી શકો છો. સ્કીપિંગ કોઈપણના શરીરના ઓવરઓલ માંસપેશીઓને મજબૂત બનાવે છે.

image source

બાળકોમાં નાની ઉંમરમાં જ કસરત કરવાની આદત નાખી દેવી એ ઘણી સારી બાબત છે. ઉપર જણાવેલ કસરત કરીને બાળકોને જે 5 ફાયદાઓ થાય છે તે પણ જાણીએ.

બાળકો માટે કસરતના ફાયદા

– માંસપેશીઓ અને હડકાઓ મજબૂત થાય છે

– ફિટ અને લીન પોસ્ચર બને છે

– જાડીયાપણું થવાનું જોખમ નથી રહેતું

– બ્લડપ્રેશર અને કોલેસ્ટ્રોલ કન્ટ્રોલમાં રહે છે

– રોગોને શરીર આકર્ષિત કરતું નથી અને નિરોગી રહેવામાં મદદ મળે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *