મળો 23 વર્ષની યુવતીને જે સંસાર છોડીને બની ગઈ સાધ્વી, ત્યાગી દીધા તમામ સુખ

એક તરફ દેશમાં કોરોનાની લહેરને લઈને ચિંતા છે ત્યારે લોકો એકમેકથી દૂર રહેવા ઈચ્છે છે, આ સમયે ઈન્દોરની 23 વર્ષની યુવતીએ એવો નિર્ણય લીધો કે જેના કારણે કદાચ તમને પણ આશ્ચર્ય થાય તે શક્ય છે. આજના સમયમાં મોહમાયામાં ફસાયેલા લોકો સુખ સુવિધામાં એવા વ્યસ્ત રહે છે કે તેઓ સુખનો ત્યાગ કરીને ઈશ્વરના શરણમાં પહોંચી જાય છે. અહીં 23 વર્ષની યુવતીએ પણ આવો જ નિર્ણય કર્યો. 2019માં આ યુવતીએ સંન્યાસ લીધો અને સાધ્વી બની ગઈ.

અનેક સપનાઓ જોયા હતા જીવનમાં

image source

સામાન્ય યુવતીની જેમ આ 23 વર્ષની યુવતીએ પણ અનેક સપનાઓ જોયા હતા. નોકરી માટે પણ વિચાર્યું હતું અને સાથે જ એકઘડીએ મનમાં વિચાર આવ્યો કે પ્રભુની શરણમાં જવું છે. આ યુવતી તમામ ચીજોનો ત્યાગ કરવા તૈયાર થઈ ગઈ. તેણે અધ્યાત્મ ગ્રહણ કરી લીધું. ઈન્દોરમાં રહેતી આ યુવતી 2019માં દીક્ષા મહોત્સવમાં દીક્ષા લઈને સાધ્વી હની. આ યુવતીનું નામ સિમરન છે. તેણે તમામ સુખ ત્યાગીને સાધ્વી જીવન જીવવાનો નિર્ણય કર્યો હતો.

અહીં થયો હતો દીક્ષાંત સમારોહ

image source

ઈન્દોરની સિમરનનો દીક્ષાંત સમારંભ શ્રીવર્ધમાન શ્વેતાંબર સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ ટ્રસ્ટના તત્વાધાનમાં થયો. દીક્ષા લેતા પહેલાં સિમરને આખો દિવસ પરિવારને આપ્યો. તેણે જ્યારે દીક્ષા લેવાનું નક્કી કર્યું તે પહેલા હાથમાં મહેંદી લગાવી અને પોતે સોળ શણગાર સજીને તૈયાર થઈ હતી.ફોટો શૂટ કરાવ્યું અને પસંદનું ભોજન પણ કર્યું હતું. આ સાંસારિક સુખ છોડતા પહેલા તેણે એક યુવતી હોવાના તમામ કોડ પૂરા કર્યા હતા. આ પછી તેણે પોતાના ઘરેણા માતાને આપી દીધા હતા. તેણે વાળનો પણ ત્યાગ કર્યો હતો. દીક્ષા લેતા પહેલા સિમરને કહ્યું કે તે સાંસારિક ફોઈ એટલે કે ડો. મુક્તાક્ષીના માર્ગે આત્મિય શાંતિ અને પરમાત્માની પ્રાપ્તિ કરશે. આ કારણે તેણે આ નિર્ણય લીધો છે. તેણે પણ વૈરાગ્ય ધારણ કરી લીધું અને તમામ સુખનો ત્યાગ કરી દીધો.

2019થી સાધ્વી બન્યા બાદ સિમરને કહી આ વાત

image source

સિમરને કહ્યું કે સાધ્વી બન્યા બાદ તે અનેક જગ્યાઓએ અને અનેક દેશણાં ફરી છે. અનેક ખાસ જગ્યાઓએ તેણે સમય પસાર કર્યો છે. આ જગ્યાઓએ તેણે જે સમય પસાર કર્યો છે અને જે શાતિનો અનુભવ કર્યો છે સાથે જ ગુરુજનોના સાનિદ્ધ્યમાં આવી ત્યારથી જે સુખ મેળવ્યું છે તે તેણે સાંસારિક જીવનમાં ક્યારેય અનુભવ્યું નથી.

 

image source

સિમરન વધુમાં કહે છે કે સાંસારિક જીવનમાં લોકો જરૂર કરતા વધારે વસ્તુઓનો ઉપયોગ કરે છે જ્યારે સંતો અને સાધ્વીઓ ઓછામાં ઓછી વસ્તુઓથી જીવન જીવી લેતા હોય છે. વધારે મેળવવાની ક્યારેય તેમને લાલચ કે આશા હોતી નથી. આત્મા અને પરમાત્મા સાથે જોડાયેલા રહેવામાં જ તેમને સુખમ ળે છે. સિમરને તેણી 23 વર્ષની કરિયરમાં કમ્પ્યુટર સાયન્સમાં બીસીએ કર્યું છે. પરિવારમાં એક બહેન અને 2 ભાઈઓ છે. પરંતુ કોઈ ખોટ ન હોવા છતાં પોતે આ નિર્ણય લઈને આનંદ અનુભવી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!