SBIએ ગ્રાહકોને કર્યા એલર્ટ, કહ્યું તમે ભૂલથી પણ ન કરશો આ ભૂલ નહીં તો બનશો ફ્રોડનો શિકાર

ભારતની સૌથી મોટી બેંક ભારતીય સ્ટે બેંક એટલે કે SBIએ પોતાના 44 કરોડ ગ્રાહકોને એલર્ટ આપ્યું છે. તેણે ગ્રાહકોને ફ્રોડ અને સ્કેમથી બચાવવા માટે તેમને જાગરૂક કર્યા છે. આ સાથે બેંકે લોકોને ફ્રોડને વિશે જાણકારી આપતાં કહ્યું છે કે કોઈ પણ લોભામણી જાહેરાતોમાં આવવું નહીં. SBIએ પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર પોસ્ટ કરીને આ સ્કેમની માહિતી આપી છે. તો જાણો ફ્રોડની સાથે જોડાયેલી તમામ માહિતી અને તમે તેનાથી કેવી રીતે બચી શકો છો તે વિશે.

ફ્રીબીઝના સકંજામાં ન આવો

image source

SBIએ ગ્રાહકોને એ લિંક પર ક્લિક કરવા માટે સચેત કર્યા છે જેમાં દાવો કરાયો છે કે બેંક ફ્રીમાં ભેટ આપી રહી છે. SBIએ એક ટ્વિટર પોસ્ટમાં ગ્રાહકને સચેત કર્યા છે કે તમે ફ્રી ગિફ્ટ મેળવવા માટે ફિશિંગ લિંક પર ક્લિક કરવાથી તમારા વ્યક્તિગત અને ખાનગી જાણકારીને નુકસાન થઈ શકે છે.

આ રીતે ફ્રોડ કરનારા આપે છે સ્કેમને અંજામ

image source

બેંક કહ્યું છે કે કોઈ પણ ઉપયોગકર્તા ફિશિંગ લિંકની દગાખોરીનો શિકાર બની રહ્યા છે. લિંક પર ક્લિક કરવાથી યૂઝર સીધો એ પેજ પર પહોંચે છે જ્યાં તેની વ્યક્તિગત જાણકારી માંગવામાં આવે છે.

SBIની સલાહ

image source

SBIએ કહ્યું કે અમે આપને સલાહ આપી રહ્યા છીએ કે આવી ભૂલ ન કરો. તમે તમારી કોઈ પણ બેંક સંબંધિત વાતને ફોન પર કે કોઈ પણ લિંકમાં શેર ન કરો. જો તમે આ ભૂલ કરી લો છો તો સાથે જ તમારી સાથે ફ્રોડ થવાની શક્યતા વધે છે. આ સિવાય જો તમે કોઈ ફ્રોડનો શિકાર બનો છો તો તમે બેંક કે સંબંધિત કાયદા એજન્સીને સૂચિત કરી શકો છો.

SBIની આ વાતને યાદ રાખો

image source

બેંકે ગ્રાહકના ટ્વિટનો જવાબ આપતાં જાણકારી આપી છે કે SBI ન તો કોઈ એવી ગિફ્ટ કે લોટરીની યોજના ચલાવી રહ્યું છે અને ન તો તેને સપોર્ટ કરે છે. અમે આપને સલાહ આપીએ થીએ કે કોઈ પણ લિંક પર ક્લિક ન કરો. કોઈ બેંકિંગ ડિટેલ્સને શેર ન કરો. SBIએ ચેતવણી આપી છે કે આ ક્રિમિનલ ગ્રાહકોને ફસાવવા માટે અને સાથે તેમના રૂપિયા લૂંટવા માટે ફસાવાયેલી જાળ છે. સૌથી જરૂરી વાત એ છે કે ધ્યાન રાખો કે SBI બેંક ક્યારેય પણ ગ્રાહકની કોઈ પણ ખાનગી માહિતી કે બેંક ડિટેલ્સ / મેલ આઈડી/ એસએમએસ / કોલ/વોટ્સએપ કોલની મદદથી પૂછતું નથી