Site icon News Gujarat

આ 8 સરકારી બેન્કોમાં ખાતુ હોય તો મોડુ કર્યા વગર ફટાફટ કરી લેજો આ કામ, જાણી લો જલદી તમે પણ

તમને જણાવી દઈએ કે, 1 એપ્રિલથી તમારી જૂની ચેકબુક કોઈ કામની નહીં રહે. બેંકોની ચેકથી ચુકવણી બંધ થઈ જશે. એેવામાં જો તમારું બેંક ખાતું પણ આ જાહેર બેંકમાં છે તો સમયસર ચેકબુક બદલાવી લો. તમારી પાસે માત્ર 5 દિવસ બચ્યા છે.

તાત્કાલિક બેંકથી સંપર્ક કરો

image source

આ આઠ બેંકોનું હાલમાં જ અન્ય બેંકોમાં મર્જર થયું છે. બેંકોનું મર્જર થવાને કારણે એકાઉન્ટ હોલ્ડરનું એકાઉન્ટ નંબર, આઈએફએસસી અને એમઆઈસીઆર કોડ બદલ્યા હોવાના કારણે એપ્રિલ 2021થી બેન્કિંગ સિસ્ટમ જૂના ચેકને રિજેક્ટ કરી દેશે. આ બેંકોની તમામ ચેકબુક અમાન્ય થઈ જશે. તેથી આ તમામ બેન્કોના ગ્રાહકોને સલાહ આપવામાં આવી છે કે, તેઓ તરત જ તેમની બેંક બ્રાન્ચમાં જઈને નવી ચેકબુક માટે અરજી કરે.

આ બેંકોનું થયું મર્જર

image source

કેન્દ્ર સરકારે ઘણી બેંકોનું મર્જર કરી દીધું છે.  બેંકોના વધતા એનપીએના ભારને કારણે કેન્દ્ર સરકારના બેંકોના મર્જરનો નિર્ણય વીધો. હવે મર્જર પછી આ બેન્કોની ચેકબુક, પાસબુક, આઇએફએસસી કોડ વગેરે બદલાવાના છે. હવે આ બેંકોના ગ્રાહકોએ એક એપ્રિલ 2021થી નવી ચેક બુક લેવી પડશે. તેમ છતાં, સિન્ડિકેટ અને કેનરા બેન્ક ગ્રાહકોને આ મામલે થોડી રાહત મળી છે. સિન્ડિકેટ બેંકની વર્તમાન
ચેક બુક્સ 30 જૂન 2021 સુધી માન્ય રહેશે. તે પછી નવી ચેક બુક લેવી જ પડશે, જે બેન્કોની જૂની ચેક બુક 1 એપ્રિલથી રદ કરવામાં આવશે. દેના બેંક (Dena Bank) અને વિજયા બેંકનું(Vijaya Bank) બેંક ઓફ બરોડામાં (Bank of Baroda) મર્જર થયું છે. તે 1 લી એપ્રિલ 2019 થીઅમલમાં છે. બીજી તરફ, ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ (Oriental Bank of Commerce) અને યુનાઈટેડ બેંક ઓફ ઇન્ડિયા (UBI) નું પંજાબ નેશનલ બેંક (PNB) માં, સિન્ડિકેટ બેંકનું કેનરા બેંક (Canara Bank), આંધ્ર બેંક (આંધ્ર બેંક) અને કોર્પોરેશન બેંક(Corporation Bank) યુનિયન બેંક ઓફ ઈન્ડિયામાં (Union Bank of India) મર્જ થઈ ગઈ છે.

image source

અલ્હાબાદ બેંકનું (Allahabad Bank) ઇન્ડિયન બેંક (Indian Bank)સાથે મર્જર થયું છે. આ તમામ મર્જર એ એક એપ્રિલ 2020થી પ્રભાવમાં આવી ગયા છે. તમને જણાવી દઈએ કે બેંકમાં સેવિંગ એકાઉન્ટ અથવા કરંટ ખાતું ખોલાવતી વખતે બેંક ગ્રાહકોને ચેક બુક આપે છે. આ ચેકબુકની મદદથી ગ્રાહકો પૈસાની લેવડદેવડ કરી શકે છે. આઈએફએસસી એ મેગ્નેટિક ઈંક કરેક્ટર રિકોગ્નાઈઝેશન (એમઆઇસીઆર) કોડ છે. હવે મોટાભાગનાં કામ આ કોડની મદદથી કરવામાં આવે છે. તમારી પાસે જૂની ચેક બુકમાં જૂની બેંકના જ આઈએફએસસી અને એમઆઇસીઆર કોડ છે. જે હવે બદલાઈ જશે. તમને જણાવી દઈએ કે જો તમે હવે ચેક બુક માટે અરજી કરો છો તો તમને 10 દિવસ પછી નવી ચેક બુક મળશે.

ચેક બુક કેમ મહત્વની

image source

જ્યારે તમે કોઈ બેંકમાં સેવિંગ એકાઉન્ટ અથવા ચાલુ ખાતું ખોલો છો, ત્યારે તમને ઘણી સુવિધાઓ મળે છે. આ સુવિધાઓમાંની એક ચેક બુક છે. ચેકની સહાયથી તમે ઇચ્છિત રકમ વ્યક્તિને મોકલી શકો છો. જો તમારી પાસે જાતે બેંકમાં જવા માટે સમય ન હોય તો તમે બીજી વ્યક્તિને પૈસા મોકલી શકો છો અને પૈસા ઉપાડી પણ શકો છો અને મેળવી પણ શકો છો. જો કોઈને પૈસા ચૂકવવા માંગો છો ચેક આપી પણ શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version