આ બેંક ગ્રાહકો પર થઈ ફિદા, એવી ઓફર બહાર પાડી કે જાણીને જલ્સો પડી જશે, 5 રૂપિયામાં આપશે લાખોનું વળતર

બેંક ઓફ બરોડાનું નામ દેશની મોટી મોટી બેંકોના લિસ્ટમાં શામેલ છે. બેંક પણ તેના ગ્રાહકો માટે અવારનવાર કઈક નવી સુવિધા અને ફાયદાની ઓફરો લઈને આવતી હોય છે. હાલમાં ફરી એકવાર બેંક ઓફ બરોડા તેના ગ્રાહકો માટે નવી ફાયદાની વાત લઈને આવી છે. આ વખતે બેંક તેના ગ્રાહકોને વિશેષ પેન્શન ખાતું ખોલાવામાં માટે મદદ કરી રહી છે.

image source

આ નવા પેન્શન ખાતાં અંગે વેબસાઇટ પર આપેલી માહિતી પ્રમાણે ખાતું ખોલાવી શકાય છે. અહીં મહત્વની વાત એ છે કે અહી આ પેન્શન ખાતું ફક્ત 5 રૂપિયામાં ખોલી શકાશે. આ સાથે જાણવા મળી રહ્યું છે કે ડેબિટ કાર્ડ પણ યોજના અંતર્ગત નિ: શુલ્ક આપવામાં આવે છે. આ ખાતાનાં વધારે ફાયદા વિશે વાત કરીએ તો અહીં દરેકને વિના મૂલ્યે અનલિમિટેડ ચેક બુકની સુવિધા પણ આપવામાં આવી રહી છે.

image source

આ યોજન હેઠળ ખોલાવવામાં આવતાં ખાતાં વિશે વિગતે વાત કરીએ તો બરોડા બેંકમાં આ પેન્શન ખાતું ફક્ત 5 રૂપિયામાં ખોલી શકાય છે. આ સાથે 2 મહિનાની પેન્શન રકમ જેટલી બચત બેંક ખાતામાં ઓવરડ્રાફટ સુવિધા આપવામાં આવશે. આ સાથે વાત કરીએ તેની અમુક શરતોની તો આ ખાતું ખોલાવનાર વ્યક્તિએ અન્ય કોઈ લોનનો લાભ લીધેલો ન હોવો જોઈએ.

હવે વાત કરીએ કે આ યોજનાનો લાભ કોને મળી શકે છે તે અંગે તો બેંક ઓફ બરોડાના કર્મચારીઓ સાથે, સામાન્ય પેન્શનરો પણ આ યોજનાનો લાભ લઈ શકશે. આ યોજના હેઠળ ખાતું ખોલવાનો ફાયદો એ છે કે ગ્રાહકને મફત ડેબિટ કાર્ડ, બરોડા કનેક્ટ / ઇન્ટરનેટ બેંકિંગ અને 1 વર્ષ માટે “બોબકાર્ડ્સ સિલ્વર” (ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ બોબીકાર્ડ્સ એલઇ દ્વારા ઓફર કરવામાં આવશે). આ સાથે વીમા પણ વિના મૂલ્યે આપવામાં આવશે.

image source

મળતી માહિતી મુજબ એક લાખ રૂપિયા સુધીના અકસ્માત વીમા કવર ગ્રાહકોને વિના મૂલ્યે આ યોજના અંતર્ગત ખોલેલા ખાતાં ધારકોને આપવામાં આવશે. અભણ પેન્શનરો સિવાય બધાને નિશુલ્ક અનલિમિટેડ ચેક બુકની સુવિધા આપવામાં આવશે. બેંકે રોકડ ઉપાડના નિયમો પણ આ યોજનામાં નક્કી કર્યાં છે જેનું ગ્રાહકોએ પાલન કરવાનું રહેશે. બેંક દ્વારા કહેવામાં આવ્યું છે કે સ્થાનિક કે બિન આધાર શાખાઓમાંથી પૈસા ઉપાડવા માટે કોઈ શુલ્ક લેવામાં આવશે નહીં. પરંતુ બાહ્ય શાખાઓમાં દ્વારા ખાતાં ધારકને દરરોજ વધુમાં વધુ 50000 રૂપિયા સુધીની રોકડ ઉપાડવાની છૂટ છે. આ પછી જો ગ્રાહક વધારે પૈસા આ રીતે ઉપાડે છે તો તેણે તે માટે પૈસા ચૂકવવા પડશે.

આ સાથે એક મહત્વપૂર્ણ બાબત જાણવાં મળી રહી છે કે જો કોઈ ગ્રાહક બે વર્ષથી બચત ખાતામાં કોઈ લેવડ દેવડ ન કરે તો તેનું એકાઉન્ટ નિષ્ક્રિય થઈ જાય છે. એટલે કે તેનાં ખાતાને બંધ કરી દેવામાં આવશે. તમામ બચત ખાતાઓમાં સતત વ્યાજ પણ જમા કરવામાં આવશે. આ સાથે જો ખાતું બંધ થઇ જાય છે તો પછી તે ખાતામાં કઈ મળી શકાશે નહીં.

image source

નિષ્ક્રિય / વ્યવહાર ન થયેલું ખાતાઓને સક્રિય / બંધ કરવા માટે કેવાયસી, ફોટો, નવા નમૂનાની સહી બેંકમાં સબમિટ કરવાની રહેશે. આ સાથે મળતી માહિતી મુજબ જો ખાતું 10 વર્ષ સુધી નિષ્ક્રિય રહે છે તો ખાતામાં જમા થયેલ રકમ દાવાપાત્ર વગરની ગણવામાં આવશે અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે. આવી રકમનાં સંદર્ભમાં અરજીની પ્રાપ્તિ દ્વારા દાવો સાબિત કરીને તેમની રકમ શરતોને આધારે પાછી મેળવી શકશે.

image source

આ સિવાય આ યોજના દ્વારા ખુલેલાં ખાતામાં કોઈ ન્યુનત્તમ રકમ રાખવાં અંગે દબાણ કરવામાં નથી આવ્યું. ડિમાન્ડ ડ્રાફ્ટ્સ / બેન્કરોના ચેક દ્વારા દર મહિને મહત્તમ 1 લાખની મર્યાદા સુધી રકમનો મફત વ્યવહાર કરી શકે છે. તેમજ નામાંકન સુવિધા પણ મફતમાં મળી રહે છે. બેંક દ્વારા શરૂ કરવામાં આવેલી આ યોજનાનો લાભ મોટી ઉંમરના લોકોને વિશેષ થશે. આ સાથે વીમા અને ડેબિટ કાર્ડની મફત સુવિધા મળવાની કારણે લોકોને આ યોજના પસંદ આવી રહી છે.