પ્રેમી મોજથી બાઈક પર પ્રેમિકાને લઈ જતો હતો અને પત્નીએ રંગે હાથ ઝડપી લીધો, પછી રસ્તા વચ્ચે થઈ જોવા જેવી

પતિ પત્ની ઓર વો ના કિસ્સા આપણે ત્યાં ઘણા જોવા મળી રહ્યા છે અને મહાનગરોમાં આવા કેસનું ચલણ થોડું વધારે છે. ત્યારે હાલમાં અમદાવાદથી સામે આવેલો એક કિસ્સો વખણાઈ રહ્યો છે અને જેમાં જાહેરમાં જ બબાલ થતી જોવા મળી હતી. તો આવો જાણીએ કે આ કિસ્સો શું છે અને કોના કોના વચ્ચે બન્યો હતો. અમદાવાદમાં પતિ, પત્ની અને વોનો આ કિસ્સો આજે જ સામે આવ્યો હતો. જેમાં એક નફફટ પતિ પત્નીને છોડીને પોતાની પ્રેમિકા સાથે બાઈક પર ફરતો હતો અને ત્યારે જ તેનો ભાંડો ફૂટી ગયો હતો.

image source

બન્યું એવું કે જ્યારે પતિ પોતાની પ્રેમિકાને બાઈક પર લઈને જતો હતો ત્યારે જ પત્ની પતિની આ પ્રેમલીલા જોઈ ગઈ હતી. અને બાદમાં ત્રણેય વચ્ચે બોલાચાલી અને ઝપાઝપી થઈ હતી. વાત ત્યાં સુધી વણસી ગઈ હતી કે પતિની પ્રેમિકાએ પત્નીને લાત પણ મારી દીધી હતી. પછી પત્નીનું સાંભળવાને બદલે પતિ પોતાની પ્રેમિકા સાથે ફરાર થઈ ગયો હતો. આ મામલે પત્નીએ પતિ અને તેની પ્રેમિકા સામે ફરિયાદ પણ નોંધાવી દીધી છે અને તેના કેસની તપાસ પણ હાથ ધરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે આ ઘટના અમદાવાદના સાબરમતી વિસ્તારની છે.

image source

બન્યું એવું કે પત્ની પોતાના નાના પુત્રની દવા લેવા માટે હોસ્પિટલ ગઈ હતી. ત્યાંથી પરત ફરતી વખતે પત્નીએ જોયું તો પોતાનો પતિ એક અજાણી યુવતી સાથે હતો અને મલકાતો મલકતો જતો હતો. જે બાદ પત્નીએ જોર જોરથી બૂમો પાડી હતી. બૂમો સાંભળતાં જ પતિએ બાઈક રોકી દીધી અને સરેઆમ પત્ની સાથે ઝઘડો કરીને તેને ગાળો આપવાનું શરૂ કરી દીધું હતું. આ બધું કરતાં પતિને શરમ પણ ન આવી અને મોટે મોટેથી બોલવા લાગ્યો હતો.

image source

બાદમાં પત્ની અને પતિ વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી. આ દરમિયાન પતિએ પત્નીને ધક્કો પણ માર્યો હતો. અને તેની પ્રેમિકાએ પણ પત્નીને લાત મારીને નીચે પાડી દીધી હતી. જે બાદ પતિએ પત્નીને ધમકી આપી કે જો પોલીસ ફરિયાદ કરીશ તો તને જાનથી મારી નાખીશ. ત્યારે હાલમાં હવે આ ઘટના ચારેકોર વાયરલ થઈ રહી છે અને પતિ પર બધા થૂ થૂ કરી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત