બોલીવુડની 10 સ્ટાઈલિશ માં-દીકરીની જોડી, કોમેન્ટમાં જણાવો તમારું કોણ છે આમાંથી ફેવરિટ…

બોલીવુડની એવી અભિનેત્રીઓબજે સુંદરતા અને સ્ટાઈલની બાબતમાં આજે પણ પોતાની દીકરીને ટક્કર આપે છે. અમે તમને બોલીવુડની 10 સ્ટાઈલિશ માં દીકરીની જોડીઓ વિશે જણાવીશું તો ચાલો જોઈ લઈએ.

1. ટ્વીનકલ ખન્ના અનવ ડિમ્પલ કપાડીયા.

image source

પોતાની પહેલી જ ફિલ્મ બોબીથી બધાના દિલમાં જગ્યા બનાવનાર સાગર જેવી ભૂરી આંખોવાળી સુંદર ડિમ્પલ કપાડીયા આજે પણ એટલી જ સુંદર લાગે છે. ડિમ્પલ કપાડીયા જેટલી સુંદર છે એટલી જ એમની દીકરી ટ્વીનકલ ખન્ના પણ સુંદર અને સ્ટાઈલિશ છે. તમને જણાવી દઈએ કે ડિમ્પલ કપાડીયા જેટલી ઉમદા અભિનેત્રી છે, એમની દીકરી અને ખિલાડી અક્ષય કુમારની પત્ની ટ્વીનકલ ખન્ના એટલી જ ફેમસ રાઇટર છે. માં દીકરીની આ ગ્લેમરસ જોડીને લોકો ખૂબ જ પસંદ કરે છે.

image source

2. સારા અલી ખાન અને અમૃતા સિંહ બોલીવુડની મોસ્ટ ગ્લેમરસ અને ટેલેન્ટેડ માં દીકરીની જોડી છે. બોલ્ડ એન્ડ બ્યુટીફૂલ અમૃતા સિંહે 80ના દાયકામાં પોતાની શાનદાર એક્ટિંગથી દર્શકોના દિલો પર રાજ કર્યું. પણ સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા પછી અમૃતા સિંહે ફિલ્મોમાંથી બ્રેક લઈ લીધો. જો કે પોતાના બાળકો સારા અને ઇબ્રાહિમના મોટા થયા પછી અમૃતાએ અમુક ફિલ્મોમાં કામ કર્યું પણ વધુ એક્ટિવ નહોતી રહી.સારા અલી ખાન હાલ બોલીવુડની ટોપ અભિનેત્રીઓમાંથી એક છે. સારા અલી ખાન અને અમૃતા સિંહને એકસાથે જોઈને લાગતું જ નથી કે બંને માં દીકરી છે.

3. એશા, આહના અને હેમા માલિની.

image source

અભિનેત્રી, ડાન્સર, રાજનેતા હેમા માલિની આજે પણ ડ્રિમગર્લ જ લાગે છે. બે સુંદર દીકરીઓ એશા અને આહનાની મમ્મી હેમા માલિની આજે પણ પોતાની દીકરીઓ જેવી જ યંગ અને સુંદર લાગે છે. એમનું બોન્ડિંગ પણ ખૂબ જ સ્ટ્રોંગ છે. સાચું કહીએ તો એવું લાગે છે કે એશા અને આહનાને પોતાની માતા તરફથી સ્ટાઇલ, ગુડ લુકસ અને સુંદરતા વિરાસ્તમાં મળી છે.

4. સોહા અલી ખાન અને શર્મિલા ટાગોર.

image source

બોલીવુડની ટેલેન્ટેડ અભિનેત્રી શર્મિલા ટાગોર આજે પણ ખૂબ જ સુંદર લાગે છે. પટોડી પરિવારની રાજકુમારી એટલે કે શર્મિલા ટાગોરની દીકરી સોહા અલી ખાન પણ પોતાની માતાની જેમ જ સુંદર છે. માં દીકરીની આ સુંદર જોડી જ્યારે એકસાથે આવે છે તો લોકો એમના પરથી નજર નથી હટાવી શકતા.

5. કરીના કપૂર, કરિશ્મા કપૂર અને બબીતા કપૂર.

image source

રણધીર કપૂર સાથે લગ્ન કરતા પહેલા અભિનેત્રી બબીતાએ બોલીવુડમાં ખૂબ નામ કમાયું. પછી લગ્ન બાદ એમને એક્ટિંગ છોડી દીધી. એ પછી એમની બંને દીકરીઓ કરિશ્મા કપૂર અને કરીના કપૂરે બોલીવુડમાં પોતાની ખાસ જગ્યા બનાવી. કરીના કપૂર, કરિશ્મા કપૂર અને બબીતા કપૂરની જોડી આજે પણ ખૂબ જ સ્ટાઈલિશ અને સુંદર દેખાય છે.

6. સોનાક્ષી સિન્હા અને પૂનમ સિન્હા.

image source

જાણીતા અભિનેતા શત્રુઘ્ન સિન્હાની દીકરી દબંગ ગર્લ સોનાક્ષી સિન્હાનું પોતાની માતા પૂનમ સિન્હા સાથે ખૂબ જ સારું બોન્ડિંગ છે. માં દીકરીની આ જોડી ઘણીવાર એકસાથે દેખાય છે અને બંને ખૂબ જ સુંદર અને સ્ટાઈલિશ પણ છે.

7. ઉર્વશી રૌટેલા અને મીરા સિંહ.

image source

બોલિવુડ અભિનેત્રી ઉર્વશી રૌટેલા જેટલી સુંદર અને સ્ટાઈલિશ છે એમની માતા મીરા સિંહ પણ એટલી જ સુંદર છે. માં દીકરીની આ જોડી જ્યારે સાથે દેખાય છે તો વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ જાય છે કે મીરા સિંહ ખરેખર ઉર્વશી રૌટેલાની માં છે. બંને બહેનો લાગે છે.

8. રાઈમાં સેન, રિયા સેન અને મુનમુન સેન.

image source

બંગાળી બ્યુટી અને ફેમસ બંગાળી એક્ટ્રેસ સૂચિત્રા સેનની દીકરી મુનમુન સેન બે સુંદર દીકરીઓની માતા છે. રાઈમાં અને રિયાએ ઘણી બધી બંગાળી અને હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે. રસપ્રદ વાત એ છે કે માં અને દીકરીઓની સ્ટાઇલ ગજબ છે. ફેશનન બાબતમાં મુનમુન સેન દિકરીઓથી જરાય પાછળ નથી.

9. કોંકણા સેન શર્મા અને અર્પણા સેન.

image source

કોંકણા સેનને નેશનલ એવોર્ડ મેળવનાર નિર્દેશક એમની માતા અપર્ણા સેન પાસેથી બ્યુટી અને ટેલેન્ટ વિરાસ્તમાં મળ્યા છે. માં દીકરીની આ જોડી બ્યુટી વિથ બ્રેનનું પરફેક્ટ કોમ્બિનેશન છે.

10. આલિયા ફર્નિચરવાળા અને પૂજા બેદી.

image source

પૂજા બેદીએ પોતાના એક્ટિંગ કરિયરની શરૂઆત ફિલ્મ જો જીતા વહી સિકંદરથી કરી હતી. તમને જણાવી દઈએ કે પૂજા પોતાનીટીનએજ દીકરી આલિયા ફર્નિચરવાળાની ખૂબ જ નજીક છે. આલિયાએ હાલમાં જ ફિલ્મ જવાની જાનેમનથી બોલીવુડમાં ડેબ્યુ કર્યું છે..પૂજા અને આલિયા બંને જ ખૂબ જ સ્ટાઈલિશ અને સુંદર છે. માં દીકરીની આ જોડીની સ્ટાઇલ અને ડ્રેસિંગ સેન્સ જોરદાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *