બોલિવૂડના સેલેબ્સ બાદ ક્રિકેટના ધૂરંધરો પણ કોરોના કાળમાં મદદે આવ્યા, કોઈએ પગાર તો કોઈએ કર્યું કરોડોનું દાન

બોલિવૂડમાંથી ધોધમાર દાન આવ્યા બાદ કોરોનાને પહોંચી વળવા માટે દિગ્ગજ ક્રિકેટરોએ પણ યથાશક્તિ ધનરાશિનું દાન કર્યું છે અને લોકોની મદદે આવ્યા છે. આ મદદના લિસ્ટ વિશે જો વાત કરીએ તો સચિન તેડુંલકરે 1 કરોડ, શિખર ધવને 20 લાખ અને IPLની મેચ પછી મળતી તમામ ધનરાશિ, જયદેવ ઉનડકટે 10 ટકા IPLનો પગાર આપીને પોતાનાથી બનતી મદદ કરી હતી તો વળી નિકોલસ પૂરન પણ પોતાની આવકનો કેટલોક હિસ્સો આ મહામારીમાં દાનમાં આપશે.

image source

જો આ દાનની સરવાણી વિશે વિગતે વાત કરીએ તો જયદેવ ઉનડકટે કોવિડ દર્દીઓની સારવાર અર્થે યોગ્ય તબીબી સંસાધનો પૂરા પાડવા માટે એની IPLની આવકના 10% રૂપિયાનો ફાળો આપ્યો છે. એ જ રીતે ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર પેટ કમિન્સે કોરોના સામેની લડાઈમાં 26 એપ્રિલના રોજ PM કેર્સ ફંડમાં 50 હજાર ડોલર એટલે કે લગભગ 38 લાખ રૂપિયા ડોનેટ કરીને સેવા કરી છે.

image source

પેટ કમિન્સથી પ્રભાવિત થઈને 27 એપ્રિલના રોજ બ્રેટ લીએ પણ કોવિડ મહામારીના પગલે 1 બિટ કોઈન એટલે કે લગભગ 40 લાખ રૂપિયાની મદદ કરી કોરોના દર્દીની સેવા કરી છે.

image source

આ સાથે જ વાત કરીએ તો શિખર ધવને ઓક્સિજન સિલિન્ડર અને કોન્સન્ટ્રેટર ખરીદવા માટે એક NGOને 20 લાખ રૂપિયાનું દાન આપ્યું છે. આ રીતે પોતાનાથી બનતો પ્રયાસ કર્યો છે. ધવને મેચના અંતમાં જે ઈનામની ધનરાશિ મળે છે, તેને દાનમાં આપવાનો નિર્ણય કર્યો છે.

શિખર ધવન હવે પછીની દરેક મેચમાં જેટલી પણ ધનરાશિ જીતશે એને કોવિડ સામે લડતા આપવા મદદ કરતી સંસ્થાઓને દાનમાં આપશે એવી પણ જાહેરાત કરી છે. આ વિશે માહિતી આપવા માટે ધવને સોશિયલ મીડિયાની પોસ્ટમાં કહ્યું હતું કે-દેશના દરેક લોકોએ અત્યારના કપરા સમયમાં એકબીજાની પડખે ઊભાં રહેવું જોઈએ. લોકોએ તમામ કોવિડ પ્રોટોકોલનું પાલન કરીને એકસાથે મળીને કોરોનાને હરાવવાનો છે.

image source

ધનવ સિવાય સચિન તેડુંલકર પણ આ મહામારીમાં લોકોની વહારે આવ્યો છે. તેમએ પણ કોવિડ સામે લડત આપી રહેલા ભારત દેશને ઓક્સિજનના કોન્સન્ટ્રેટર ખરીદવા માટે 1 કરોડ રૂપિયા ફાળવ્યાં હતા. તેઓએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને જણાવ્યું હતું કે કોરોનાની બીજી લહેર ઘાતક સાબિત થઈ છે, જેથી હું મિશન ઓક્સિજનમાં ફાળો આપી રહ્યો છું.

આની શરૂઆત દિલ્હી-NCRના 250 ઉદ્યમીઓએ કરી હતી, જેનો મુખ્ય હેતુ દેશમાં ઓક્સિજનની અછતને પહોંચી વળવાનો છે. સચિનની સહાયતા કર્યા પછી મિશન ઓક્સિજને પણ એમનો આભાર વ્યક્ત કર્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે તેંડુલકરે જે 1 કરોડ રૂપિયાની સહાયતા કરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *