બોલિવૂડમાં દાનની સરવાણી, હવે ઉર્વશી રૌતેલા આવી મેદાને, ઉત્તરાખંડ માટે દાન કર્યા 27 ઓક્સિજન સિલિન્ડર

હાલમાં ઉર્વશી રૌતેલા અને ગુરુ રંધાવાનું ગીત ‘ડૂબી ગયે’ ચર્ચામાં રહ્યું છે. આ સાથે જાણવા મળ્યું છે કે અભિનેત્રી ઉર્વશી રૌતેલા ઉત્તરાખંડના લોકોને કોરોના રોગચાળામાં મદદ કરવા આગળ આવી છે. તેણે રાજ્ય માટે ઓક્સિજન સિલિન્ડરનું દાન કર્યું છે હોવાનું જાણવા મળ્યું છે. ઉર્વશી રૌતેલાએ કોવિડ-19ની આ મહામારીમાં મદદ કરવા માટે 27 ઓક્સિજન સિલિન્ડરનું દાન આપ્યું છે. અભિનેત્રીએ ઉર્વશી રૌતેલા ફાઉન્ડેશન દ્વારા આ સહાય પૂરી પાડી છે.

image source

આઈએએનએસ સાથે વાતચીત દરમિયાન અભિનેત્રીએ કહ્યું જણાવ્યું હતું કે મારો જન્મ હરિદ્વાર ઉત્તરાખંડ (ઉત્તરાખંડ)માં થયો હતો. રાજધાની અને દેશના અન્ય ભાગોમાં ઘણી હોસ્પિટલો અને આરોગ્ય સંસ્થાઓ કોવિડથી પીડિત દર્દીઓ માટે ઓક્સિજન સપ્લાય કરવામાં અસમર્થ છે તેવું સામે આવ્યું છે. આ સમયે હું લોકોને મદદ કરવા માંગુ છું. તે આગળ વાત કરતાં જણાવ્યું હતું કે એક તરફ દર્દીઓ અસ્વસ્થ છે અને તેમણે મહેનતથી મેળવેલા પૈસા તેમની સારવાર માટે ખર્ચાઈ રહ્યાં છે. આ સમયે તેઓ આર્થિક તંગીમાં સપડાઈ રહ્યાં છે તેથી તેમને સહાય પૂરી પાડવા માટે બનતો પ્રયાસ કરવા માંગુ છું.

image source

આ સાથે અભિનેત્રીએ અન્ય લોકોને પણ મદદ માટે આગળ આવવાનું કહ્યું છે. ભારતમાં ચાલી રહેલા કોવિડ-19 આ મહામારી દરમિયાન લોકોની મદદ કરવા હું દરેકને વિનંતી કરું છું અને હું ભવિષ્યમાં પણ વધુ મદદ કરવા માંગુ છું. તેણે આગળ કહ્યું હતું કે હું લોકોનાં જીવ બચાવવાનાં અન્ય વિકલ્પો વિશે પણ શોધ ચાલુ રાખીશ અને આ મહામારીના સમયમાં દેશને ટેકો આપવા આગળ આવી છું. મળતી માહિતી મુજબ ઉર્વશી રૌતેલાએ બોલિવૂડની અનેક હસ્તીઓમાંથી એક છે જે લોકોને આ કપરા કાળમાં મદદ કરવા આગળ આવી છે.

પોતાનાં કામ વિશે વાત કરતાં ઉર્વશી કહે છે કે તે જલ્દીથી વેબ સિરીઝ ‘ઇન્સ્પેક્ટર અવિનાશ’માં જોવા મળશે જેમાં રણદીપ હૂડા મહત્વની ભૂમિકા નિભાવી રહ્યો છે. હાલમાં જ રિલીઝ થયેલી ઉર્વશી રૌતેલા અને ગુરુ રંધાવાનું ગીત ‘ડૂબ ગયે’ ચર્ચામાં આવ્યું છે.

image source

આ ગીત સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મ પર ધૂમ મચાવી રહ્યું છે. ચાહકોને તેમની વચ્ચેની રોમેન્ટિક કેમિસ્ટ્રી ખૂબ ગમી રહી છે. આ સિવાય તાજેતરમાં જ શ્રદ્ધા કપૂરના ભાઈ સિદ્ધાર્થ કપૂર, કપલ ગુરમીત ચૌધરી અને દેબીના બેનર્જી સહિત ઘણી હસ્તીઓ કોરોના કહેરમાં મુશ્કેલીમાં મુકાયેલા લોકોને મદદ કરવા આગળ આવ્યાં હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *